________________
૨ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૮૨૧ થી ૮૨૩ -
વાસુદેવ, બલભદ્ર, સમુદ્રવિજ્યાદિએ, મસ્તકના વાળને દૂર કરેલ ભગવંતને કહ્યું - અભિલષિત એવા આ મનોરથ અર્થાત ભગવંતના “મુક્તિ'પ્રાપ્તિ રૂપી મનોરથ, તે મનોરથને ત્વરિત પ્રાપ્ત કરો. આપ વૃદ્ધિ પામો, એવા આશીર્વચનથી સ્તુતિ કરીને - ગુણોત્કર્ષ સૂચકત્વથી સ્તવના - રૂ૫ત્વથી અવિરુદ્ધ છે તેમ વિચારવું દશાર્ણ આદિ ઘણાં લોકો પાછા ગયા.
ત્યારે રાજીમતી કેવી થઈને શું ચેષ્ટા કરે છે? • સૂત્ર - ૮૨૪ થી ૮૨૬ -
(૮૨૪) ભગવંત અરિષ્ટનેમિની પ્રવજયાને સાંભળીને રાજકન્યા રાજીમતીના હાસ્ય અને આનંદ ચાલ્યા ગયા. તે શોકથી મૂર્શિત થઈ ગઈ.
(૮૨૫) રજીમતીએ વિચાર્યું - “ધિક્કાર છે મારા જીવનને. કેમકે હું અરિષ્ટનેમિ દ્વારા પરિત્યક્તા છું. મારે પ્રવજિત થવું જ ઐય છે.
(૨૬) વીર તથા કૃતસકલ્યા રાજીમતીએ કૂર્ય અને કંધીથી સંવારેલ, ભ્રમર સદેશ કાળા વાળનો પોતાના હાથે જ લોચ કર્યો.
• વિવેચન ૮૨૪ થી ૮૨૬ -
નિહસ્ય- હાસ્ય ચાલી ગયેલ છે તેવી. નિરાનંદા - આનંત રહિતા, થઈ વિચારે છે - “મારા જીવિતને ધિક્કાર થાઓ” સ્વજીવિતની નિંદાના ઉભાવક ખેદ વચનો બોલી કે હું તેના વડે ત્યજાયેલ છે, એ ખેદનો હેતુ દર્શાવ્યો. તેથી અતિશય પ્રશસ્ય એ છે કે હું પ્રવજ્યા સ્વીકારું. જેથી હું અન્ય જન્મોમાં દુખ ભાગિની ન થાઉં. ભગવંત ત્યાં પધાર્યા. પછી ઉત્પન્ન કેવળજ્ઞાન વાળા ભગવંતે દેશના આપી. તેણી વિશેષથી વૈરાગ્યવાન થઈ. પછી તેણીએ શું કર્યું? પછી રાજીમતીએ તેણીના ભ્રમર જેવા કાળા અને સંસ્કારેલા વાળને તેણીએ સ્વયં જ દૂર કર્યા. ભગવંતની અનુજ્ઞાથી તે ધૃતિમતીએ ધર્મનો ધારણ કર્યો. તેણીએ પ્રવજ્યા સ્વીકાર કરતાં -
• સૂગ - ૮૨૭ -
વાસુદેવે કુતર્કશા અને જિતેન્દ્રિયા રાઇમતીને કહ્યું. કન્યા “તું આ ઘર સંસાર-સાગરને અતિ શીલ પાર કર."
• વિવેચન - ૮૨૩ - આ આશીર્વચન છે. લઘુ લઘુ - જલ્દી જલ્દી. હવે ઉત્તર વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૮૨૮ થી ૮૩૧ -
(૨૮) શીલવતી અને બહાતા રાજીમતીએ પ્રાજિત થઈને પોતાની સાથે ઘણાં સ્વજનો તથા પરિજનોને પણ પ્રાજિત કરાવ્યા.
(૨૯) તેણી રેવતક પર્વત ઉપર જઈ રહ્યા હતા. વચ્ચે જ વરસાદથી ભીંજાઈ ગયા. વર્ષ ચાલુ હતી, અંધકાર છવાયેલો હતો. એ સ્થિતિમાં તેની ગુફામાં ગયા. (૮૩૦) સુકવવાને માટે પોતાના વસ્ત્રો ફેલાવતા રાજીમતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org