________________
૨૨/૮૧૪ થી ૮૨૦
(૮૧૭) મનમાં આવા પરિણામ થતાં જ તેના યોચિત અભિનિષ્ક્રમણને માટે દેવતા પોતાની ઋદ્ધિ અને પદા સાથે આવ્યા. (૮૧૮) દેવ અને મનુષ્યોથી પરિવરેલા ભગવન્ શિબિકા રત્નમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી રેવતક પર્વત ઉપર સ્થિત થયા.
(૮૧૯) ઉધાનમાં પહોંચીને, ઉત્તમ શિબિકાથી ઉતરીને ૧૦૦૦ પુરુષો સહિત ચિત્રા નક્ષત્રમાં ભગવંતે નિષ્ક્રમણ કર્યું.
(૮૨૦) ત્યારપછી સમાહિત ભગવંતે તુરંત પોતાના સુગંધધિત અને ઘુંઘરાળા વાળનો સ્વયં પોતાના હાથો વડે પંચમુષ્ટિક લોચ કર્યો. ♦ વિવેચન - ૮૧૪ થી ૮૨૦ -
સારથીએ ઘણાં પ્રાણીના વિનાશ - હનનના અભિધેયને કહ્યો. આ પ્રાણવિનાશન સાંભળી, જીવોમાં સકરુણ ભગવંતે વિચાર્યું - મારા વિવાહના પ્રયોજનમાં ભોજનાર્થપણાથી આ બધાં હણાશે. આટલા બધાં જીવોનું હનન થાય તો તે પાપ હેતુક હોવાથી પરલોકમાં મારું કલ્યાણ થશે નહીં. અહીં ભવાંતરમાં પરલોકમાં ભીરુત્વના અત્યંત અભ્યાસપણાથી આ પ્રમાણે ભગવંતે વિચાર્યું, અન્યથા ચરમ શરીર પણાથી અને અતિશય જ્ઞાનીત્વથી ભગવંતને આવા પ્રકારે વિચારવાનો અવસર ક્યાંથી હોય? એ પ્રમાણે ભગવંતના પરિણામોને જાણીને, જીવોને મુક્ત કરાવવા વડે પરિતોષિત ભગવંત જે કર્યુ, તે કહે છે - કટિસૂત્ર સહિત બાકીના બધાં આભરણો ઉતારીને સારથીને આપી દીધા.
ત્યારે તેમના નિષ્ક્રમણના અભિપ્રાયને જાણીને ચારે નિકાયના દેવો ઔચિત્યને લીધે નીચે ઉતર્યા. તેઓ સમસ્ત વિભૂતિ સહિત, બાહ્ય - મધ્ય - અત્યંતર પર્ષદા ત્રણેથી યુક્ત થઈ નિષ્ક્રમણનો મહિમા કરે છે. કોનો? ભગવંત અરિષ્ટનેમિનો. દેવોએ ઉતરકુર નામક શિબિકા રત્નની રચના કરી. પછી ભગવંત તેમાં આરૂઢ થઈને દ્વારકાપુરીથી નીકળ્યા અને રૈવતક - ઉજ્જયંત પર્વત પહોંચીને અટક્યા. સહસ્રામવનમાં પહોંચ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને કે જે શિબિકા હજાર પુરુષોથી વહન કરાતી હતી, તેમાંથી નિવૃત્ત થઈ શ્રામણ્યનો સ્વીકાર કર્યો ક્યારે? ચિત્રા નક્ષત્રમાં, કઈ રીતે? સ્વભાવથી જ સુરભિગંધી, કોમળ કુટિલ વાળને જલ્દી પોતાના હાથેથી જ પાંચ મુષ્ટિ વડે લોચ કર્યો. સમાધિમાન એવા ભગવંતે “મારે સર્વ સાવધ ન કરવું'' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. - X-X* *
એ પ્રમાણે ભગવંતે પ્રવ્રજ્યા સ્વીકારતા -
• સૂત્ર - ૮૨૧ થી ૮૨૩
(૮૨૧) વાસુદેવ કૃષ્ણ એ લુપ્ત કેશ અને જિતેન્દ્રિય ભગવંતને કહ્યું હૈ દમીશ્વરા તમે તમારા અભીષ્ટ મનોરથને શીઘ્ર પ્રાપ્ત કરો. (૮૨૨) આપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને નિર્લોભતા દ્વારા વસ્તુમાન થાઓ. (૮૨૩) આ પ્રકારે બલરામ, કેશવ, દશાહ, યાદવ અને બીજા ઘણાં લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ગયા.
For Private & Personal Use Only
Jain Education International
·
www.jainelibrary.org