________________
૨૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ આપીશ. એમ ઉગ્રસેને તે વાત સ્વીકારી, પછી વિવાહના સમયે જે થયું તે કહે છે - જયા, વિજ્યા, ઋદ્ધિ, વૃદ્ધિ આદિ બધી ઔષધિ વડે અભિષેક કર્યો. કૌતુક - કપાળને મુશલ સ્પર્શનાદિ અને મંગલ - દહીં, અક્ષત, દૂર્વા, ચંદન આદિ, તે કૌતુકમંગલ કર્યા. દિવ્યયુગલ ધારણ કર્યા. અતિશય પ્રશસ્ત અથવા અતિ વૃદ્ધ ગુણો વડે પટ્ટહતિ ઉપર બેઠા. ત્યારે મસ્તક ઉપર મુગટની જેમ શોભતા હતા. ચામરો વડે વીંઝાતા હતા. યાદવસમૂહની પરિવૃત્ત હતા.
ચતુરંગિણી - હાથી, ઘોડા, રથ, પદાતિ રૂપ ચાર પ્રકારે અનુક્રમે ચાલી. મૃદંગ પટઠ આદિ વાજિંત્રોનો નાદ થતો હતો. તે અતિપ્રબળતાથી ગગન વ્યાપી હતો. અનંતર અભિહિત રૂપ વિભૂતિથી. ધુતિથી અરિષ્ટનેમિ ચાલ્યા. એ રીતે ચાલતા વિવાહમંડપના નીકટના પ્રદેશે પહોંચ્યા. તેની વધુ નીકટ પહોંચતા, મૃગ લાવક આદિ પ્રાણીઓને જોયા. તે પ્રાણીઓ ભયગ્રસ્ત હતા. તે વાડા અને પિંજરામાં ગાઢ પણે નિયંત્રિત હતા. તેથી ઘણા દુખી હતા. તેઓ જીવિતાંત અર્થાતુ મરણની ઘણાં નીકટ હતા. અથવા જીવનના પર્યાવર્તી ભાગે હતા કેમકે માંસ નિમિત્તે તેઓનું ભક્ષણ થનાર હતું અથવા માંસના નિમિત્તે તેમનું પોષણ થતું હતું.
તે જોઈને શું થયું? તે ભગવંત અરિષ્ટનેમિની મહતી પ્રજ્ઞા-મનિ, શ્રત, અવધિ જ્ઞાન રૂપ, તે મહાપ્રજ્ઞ એ સારથીને - ગંધહતિ ને પ્રવર્તાવનાર મહાવતને અથવા ત્યારે રથમાં બેઠેલા હોય તો તે રથ ચલાવનાર સારથીને પૂછયું - કયા નિમિત્તે આ પ્રાણીઓ રુંધેલા છે, સાદ્ધ હૃદયતાથી ફરી ફરી તે જ ભગવંતના હૃદયમાં થતાં વિપરિવર્તનને જણાવે છે.
આ પ્રમાણે ભગવંતે કહેતા - • સૂત્ર - ૮૧૩ -
ત્યારે સારથી એ કહ્યું - આ ભદ્ર પ્રાણીઓ, આપના વિવાહ - કાર્યમાં ઘણાં લોકોને માંસ ખવડાવવાને માટે છે.
• વિવેચન - ૮૧૩
ભગવંતના પ્રમ્ન પછી કહ્યું શું? ભદ્ર એટલે કલ્યાણ વાળા, કુતરા, શિયાળ આદિ કુત્સિત પ્રાણી નહીં. અથવા નિરપરાધીપણાથી “ભદ્ર' કહેલા છે. તમારા વિવાહ - પરિણયન રૂપ પ્રયોજનમાં જમાડવાને માટે. આના વડે પ્રાણીના રુંધનનું પ્રયોજના કહ્યું. ત્યારે ભગવંતે શું કર્યું?
• સૂત્ર - ૮૧૪ થી ૮૨૦ -
(૧૪) અનેક પ્રાણીઓના વિનાશ સંબંધી વચનોને સાંભળીને જીવો પ્રતિ કરુણાશીલ, મહાપ્રજ્ઞ, અરિષ્ટનેમિ ચિંતન કરે છે કે (૮૧૫) જે મારા નિમિત્તે આ ઘણાં પ્રાણીઓનો વધ થાય છે, તો આ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય. (૮૧૬) તે મહાયશસ્વીએ કુંડલયુગલ, સૂત્રક અને બીજા બધાં આભૂષણો ઉતારીને સારથીને આપી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org