________________
૨૨/૭૯૭ થી ૮૧૨
૧૯
(૮૦૫) અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવ્યું. કૌતુક, મંગલ કર્યા, દિવ્ય વસ્ત્ર યુગલ પહેરાવ્યું. આભરણથી વિભૂષિત કર્યા. (૮૦૬) વાસુદેવના સથી મોટા મત્ત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયા. મસ્તક ઉપર ચૂડામણિની માફક અધિક સુશોભિત થયા.
(૮૦૭) અરિષ્ટનેમિ ઉંચા છત્ર તથા સામરોથી સુશોભિત હતા. દશાહ ચક્રથી તે સર્વતઃ પરિવૃત્ત હતા. (૮૦૮) ચતુરંગિણી સેના યથાક્રમે સજાવી હતી. વાધોનો ગગન સ્પર્શી દિવ્ય નાદ થઈ રહ્યો હતો.
(૮૦૯) આવા પ્રકારની ઉત્તમ ઋદ્ધિ અને ધૃતિ સહિત તે વૃષ્ણિ - પુંગવ પોતાના ભવનથી નીકળ્યો. (૮૧૦) ત્યાર પછી તેણે વાડો અને પિંજરામાં બંધ કરાયેલ ભયંત્રસ્ત તથા અતિ દુઃખી પ્રાણીઓને જોયા.
(૮૧૧) તે પ્રાણીઓ જીવનના અંતના સન્મુખ હતા. માંસને માટે ખવાનાર હતા. તેને જોઈને મહાપ્રજ્ઞ અરિષ્ઠનેમિએ સારથીને આ પ્રમાણે કહ્યું. (૮૧૨) આ બધાં સુખના અર્થી પ્રાણી શા માટે આ વાડો અને પિંજરામાં સનિરુદ્ધ કરાયેલા છે - રોકેલાં છે?
૦ વિવેચન ૭૯૭ થી ૮૧૨ -
સોળે સૂત્રો પ્રાયઃ પ્રગટાર્થ જ છે. કંઈક વિશેષ આ પ્રમાણે છે - લક્ષણ - ચક્ર, સ્વસ્તિક, અંકુશાદિ અથવા ત્યાગ, સત્ય, શૌર્ય આદિ. તેના વડે યુક્ત હોવાથી રાજા કહેવાય. તેને બે પત્નીઓ હતી - રોહિણી અને દેવકી. તેમાં રોહિણીનો પુત્ર રામ - બલભદ્ર અને દેવકીનો પુત્ર કેશવ - વાસુદેવ હતો. અહીં રથનેમિની વક્તવ્યતામાં આ તીર્થ કોનું છે? તે જણાવવા પ્રસંગથી ભગવત્ અષ્ઠિનેમિનું ચરિત્ર જણાવવાનું છે. છતાં તેના વિવાહાદિમાં ઉપયોગી હોવાથી પૂર્વોત્પન્નત્વથી કેશવનું નામ કહ્યું. તેના સહચારી પણાથી રામ - બલભદ્રને પણ કહ્યા. વળી સોરિયપુરનું નામ સમુદ્રવિજય અને વસુદેવની એકત્ર અવસ્થિતિ દર્શાવવા માટે છે.
દમિન - ઉપશમિત, તેના ઇશ્વર - અત્યંત ઉપશમપણાથી નાયક, તે દીશ્વર. સ્વર અને સૌંદર્ય, ગાંભીર્ય આદિ લક્ષણથી યુક્ત. અથવા લક્ષણ ઉપલક્ષિત સ્વર તે લક્ષણ સ્વર. ૧૦૦૮ સંખ્યક શુભ સૂચક હાથ આદિના રેખા આદિ-રૂપ ચક્રાદિ લક્ષણ ધારક. કાલકચ્છવિ - શ્યામ ત્વચા વાળા ઝોદર - મત્સ્યના ઉદર જેવા આકારના ઉદરવાળા યદુના હણાયા પછી અહીંથી દ્વારકાપુરી ગયા.
અર્ધભરતાધિપતિ કેશવ - કૃષ્ણએ યૌવનસ્થ અરિષ્ઠનેમિ માટે સમુદ્રવિજયના આદેશથી જે કર્યુ, તે કહે છે - કેશવે રાજિમતીના પિતા પાસે રાજિમતીની અરિષ્ઠનેમિની પત્ની રૂપે યાચના કરી, તે કન્યા કેવી હતી? શ્રેષ્ઠ રાજા ઉગ્રસેનની કન્યા અથવા શ્રેષ્ઠ રાજ કન્યા, જેનો સ્વભાવ સુષ્ઠુ છે, તેવી સુશીલા, દેખાવમાં સુંદર, વિશેષથી જે દીપે છે તે વિધુત તેવી તે સૌદામિની, વિધુત્સૌદામિની અથવા વિધુત - અગ્નિ, સૌદામિની વિજળી. બીજા વળી સૌદામિની એટલે “પ્રધાનમણિ' કહે છે.
યાચના પછી શું થયું? રાજિમતીના પિતા ઉગ્રસેને કહ્યું કે વિવાહ વિધિથી હું
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-