________________
૩૬/૧૭૨૬ થી ૧૭૩૦
૨૨૧
એ પ્રમાણે સાધુની, ગુરુની આદિની નિંદા કરે. એ પ્રમાણે અવર્ણ બોલવાનો જેમનો સ્વભાવ કે આચાર છે, તે અવર્ણવાદી.
X -
भाया શઠતા, સ્વસ્વભાવને ગોપાવવા આદિ વડે - એ પ્રમાણે તે ફિલ્બિષિકી ભાવનાને કહે છે.
આસુરી - જેને ક્રોધનો વિસ્તાર વિચ્છેદ પામતો નથી, સદા વિરોધશીલપણાથી, અનુતાપ કર્યા વિના, ક્ષણણા - પામણા આદિ વડે પણ પ્રસક્તિ ન પામીને વર્તે - એવી એવી રીતે આસુરી ભાવનાને કહે છે.
x = X - X - X -
પછી
0
૦ શસ્ત્ર - ખડ્ગ ક્ષુરિકા આદિ, જેના વડે વધ વગેરે કરાય છે, તેનું ગ્રહણ સ્વીકાર કરવો. આત્મામાં અવધારણ કરવું.
- વિષ - તાલપુર આદિ, તેનું ભક્ષણ કરવું.
- જ્વલન - પોતાની જાતને બાળી નાખવી અર્થાત્ બળી મરવું.
જળ પ્રદેશ - પાણીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવી.
-
ચ શબ્દથી ભૃગુપાત આદિ અન્ય રીતે આત્મહત્યા કરવી.
आाधार શાસ્ત્ર વિહિત વ્યવહાર, તેના વડે જે ઉપકરણ કે ભાંડ આદિ, તથા જે શાસ્ત્ર વિહિત નથી તેવા અનાચાર ભાંડોપકરણ આદિ. તેનો હાસ્ય, મોહ આદિથી પરિભોગ કરવો.
-
ઉક્ત આત્મહત્યા કે અનાચાર ભાંડ સેવનાદિ વડે જન્મ અને મરણને ઉપચારથી તેના - તેના નિબંધક કર્મોને બાંધે છે અર્થાત્ આત્માની સાથે વિશ્લષ્ટ કરે છે. સંકલેશ જનકત્વથી આ શસ્ત્રાદિ ગ્રહણ તે અનંત ભાવના હેતુપણે છે માટે કર્મ બંધ કહ્યો.
આના વડે ઉન્માર્ગનો સ્વીકર અને માર્ગમાં વિપ્રતિપતિ કહેલી છે. અને અર્થ વડે ‘“મોહી’’ ભાવના બતાવી છે. - x - x
(શંકા) પૂર્વે આવી ભાવનાનું ફળ દેવગતિમાં જવા રૂપ કહ્યું, અહીં અન્ય રીતે કહો છો, તેમાં વિરોધ કેમ ન આવે ?
(સમાધાન) પૂર્વે જે ફળ કહ્યું તે અનંતર ફળને આશ્રીને કહેલ છે, જ્યારે અહીં આ ફળ કહ્યું તે પરંપર ફળને આશ્રીને કહેલ છે. તેમાં સર્વ ભાવનાનો ઉપન્યાસ છે. તેથી જ અહીં એ પ્રમાણે કહેલ છે કે - “આ ભાવનાઓ ભાવીને દેવદુર્ગતિને પામે છે, પછી ત્યાંથી ચ્યવીને અનંત ભવસાગરમાં ભ્રમણ કરે છે.'
હવે ઉપસંહાર દ્વારથી શાસ્ત્રનું માહાત્મ્ય જણાવવાને માટે સૂત્રકાર મહર્ષિ માત્ર અધ્યયનને આશ્રીને નહીં પણ સમગ્ર શાસ્ત્રને આશ્રીને છેલ્લું સૂત્ર બતાવી રહ્યા છે -
૦ સૂત્ર - ૧૭૩૧
આ પ્રમાણે ભવ્ય જીવોને અભિપ્રેત છત્રીશ ઉત્તરાધ્યયનો અથવા ઉત્તમ અધ્યાયોને પ્રગટ કરીને બુદ્ધ, જ્ઞાત વંશીય ભગવન મહાવીર નિર્વાણને પામ્યા - તેમ હું કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org