________________
૧૯૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૫૨૮ -
અંતિમ ભાવમાં જેની જેટલી ઉંચાઈ હોય છે. તેનાથી ત્રણ ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે.
• વિવેચન - ૧૫૨૮ - * ઉસ્સેદ્ય - શરીરની ઉંચાઈ, સિદ્ધોની જે ઉંચાઈનું પરિમાણ હોય છે. ક્યારે ? ચરમ જન્મમાં. આ પણ પૂર્વભાવના પ્રજ્ઞાપનીયની અપેક્ષાથી કહેલ છે. તેનાથી ત્રિભાગ ન્યૂન. અવગાહના - સ્વપ્રદેશથી. આમ કેમ થાય ? શરીરના વિવરોના પૂરાવાથી આટલી જ અવગાહના રહે છે.
આને જ કાળથી પ્રરૂપવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫ર૯ -
એકની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનંત છે. અને પૃથપણાથી - બહુવની અપેક્ષાથી સિદ્ધો અનાદિ અનંત છે.
• વિવેચન - ૧૫૨૯ -
એકત્વ - અસહાયપણાથી વિવક્ષા કરતા આદિ અનંત છે. કેમકે જે કાળે તે સિદ્ધ થાય છે, તે તે જીવની આદિ છે, પણ મુક્તિથી કદાપી ભ્રશ થતો નથી. માટે તેના પર્યવસાનનો સંભવ નથી.
જ્યારે પૃથુત્વ- સામત્યની અપેક્ષાથી કહે તો અનાદિ અનંત છે, કેમકે સિદ્ધો ક્યારેય ન હતા કે નહીં હોય તેમ નથી.
હવે આનું જ ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ કહે છે - • સૂત્ર - ૧૫૩૦ -
તેઓ આરૂપ છે. જીવઘન છે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન છે. જેની કોઈ ઉપમા નથી તેવું અતુલ સુખ તેમને પ્રાપ્ત છે.
• વિવેચન - ૧૫૩૦ -
રૂપી - રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા. તેનાથી વિપરીત તે અરૂપી - રૂપ આદિનો અભાવ. જીવો, તે સતત ઉપયુક્તતાથી ઘન - વિવરોના પૂરણથી નિરંતર નિશ્ચિત પ્રદેશથી જીવદાન કહેલ છે. ઉક્ત રૂપ જ્ઞાન-દર્શનવાળા, તે જ સંજ્ઞા - સમ્યમ્ બોધરૂપ જેનામાં સંજાત છે તે - જ્ઞાનદર્શન સંચિત અત જ્ઞાન દર્શન ઉપયોગવાળા. જેની કોઈ તુલના થઈ શકતી નથી. માટે તેઓ અતુલ છે. કેમકે તે અપરિમિત છે. - x x - x
સુખ – શર્મ, એકી ભાવથી દુઃખના લેશમાત્ર પણ અકલંકિતત્વ લક્ષણથી પ્રાસ. કેવું સુખ? જેની કોઈ ઉપમા નથી, તેવું અનુપમ સુખ. તેથી તેને નિરુપમ કહેલ છે. ચાર અર્થમાં સુખ શબ્દ પ્રયોજાયેલ છે.
(૧) વિષયની વેદનાના અભાવમાં, વિપાકમાં અને મુક્તિમાં. (૨) દુઃખના અભાવમાં પણ પુરુષ પોતાને સુખી માને છે.
સરકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org