________________
૩૬/૧૫૨૧ થી ૧૫ર૫-૧
૧૯૫ અર્થ બધાં દિશા ભાગવત પર્યન્ત પ્રદેશોમાં એવો અર્થ કરવો. - X - X- જો કે અહીં પાતળી થવાનું પ્રમાણ કહેલ નથી, તો પણ પ્રતિયોજને અંગુલપૃથક્વથી હાનિ જાણવી. અહીં કેટલાંક વિશેષ કહે છે, તે આ પ્રમાણે -
અર્જુન - શ્વેત સુવર્ણ, તેનાથી બનાવાયેલી એવી ઇષત પ્રાગભારા, નિર્મળ - સ્વચ્છ, શું ઉપાધિવશથી? ના, સ્વ-રૂપથી. ઉતiાનક - ઉર્ધ્વમુખ જે છત્ર તેના જેવી છત્રક સંચિત. જિનવરે કહેલી છે. શંખ, કુંદ, અંક આદિ સમાન શ્વેત વર્ણવાળી, નિષ્કલંક, અત્યંત કલ્યાણને દેનારી હોય છે.
જે તે પૃથ્વી આવી હોય છે, તો પછી શું છે? • સૂત્ર - ૧૫૨૫ / ૨ -
સીતા નામક ઇષત્ પ્રાગભારા પૃથ્વીથી એક યોજન ઉપર જઈને લોકનો અંત બતાવેલો - કહેલો છે.
• વિવેચન - ૧૫ર૫ / ૨ - સીતા નામક પૃથ્વીની ઉપર૦ ઇત્યાદિ સૂત્રાર્થવત જાણવું.
(શંકા) જો એક યોજને લોકાંત છે, તો શું ત્યાં બધે જ સિદ્ધો રહેલા છે કે તેનાથી કંઈ જૂદું છે? તે કહે છે
• સૂત્ર - ૧૫૨૬ -
તે રોજનનો ઉપરનો જે કોશ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે.
• વિવેચન - ૧૫૨૬ -
ઇષત્ પ્રાગભારાના ઉપરવર્તી એક કોશ અર્થાત ગાઉ, તે ઉપરવત ગાઉનો છઠ્ઠો ભાગ ૩ - ૨૦૦૦ ધનુષનો છઠ્ઠો ભાગ થાય. કેમકે એક ગાઉના ૨૦૦૦ ધનુષ કહેલાં છે. તે પ્રમાણે - ૨૩૩-૧/૩ ધનુષ થાય. ત્યાં સિદ્ધોની અવસ્થિતિ થાય છે. કેમકે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની કાયાવાળા સિદ્ધ થાય તેનો ૨/૩ ભાગ જ અવગાહના રહે. તેથી ૫૦૦ x 1 = ૩૩૩ - ૧૩ જ થાય.
હવે ત્યાં - તે સ્થાનમાં શું? તે જણાવે છે .. • સૂત્ર - ૧૫૨૭ -
ભવપ્રપંચથી મુક્ત. મહાભાગ, પરગમતિ “સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે - રહે છે.
• વિવેચન - ૧૫૨૭ -
અનંતર ઉપદર્શિત રૂપમાં “સિદ્ધો' ઉક્તરૂપે, મહાભાગ - અતિશય અચિંત્ય શક્તિ, લોકાગ્રમાં સદા અવસ્થિત થાય છે. તે નરકાદિ પ્રપંચનો ત્યાગ કરીને સિદ્ધિ નામક ગતિ, જે બીજી ગતિની અપેક્ષાથી શ્રેષ્ઠ છે. તેવી વરગતિને પામે છે.
- o - તે ગતિમાં કોની કેટલી અવગાહના હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org