________________
૧૬૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • નિર્યુક્તિ - ૫૪૯ + વિવેચન -
આ લેગ્યાના શુભાશુભ પરિણામોને જાણીને અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરવો અને પ્રશસ્ત લેશ્યામાં પ્રયત્ન કરવો જોઈએ. -૦- કઈ રીતે જાણીને ? આ અધ્યયન અનુસાર, અપ્રશા - અશુભ પરિણામા કૃષ્ણાદિ લેગ્યા. પ્રશા - શુભ પરિણામ રૂપ પ1િ - પદ્મ લેશ્યાદિમાં પ્રયત્ન કરવો.
નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રનું ઉચ્ચારણ - • સૂત્ર - ૧૩૮૩ -
હું આનુપૂર્વના ક્રમાનુસાર લેશ્વા અધ્યયનનું નિરૂપણ કરીશ. મારી પાસે તમે છ વૈશ્યાઓના અનુભાવોને સાંભળો.
• વિવેચન - ૧૩૮૩ -
લેશ્યાને જણાવતું અધ્યયન તે લેશ્યા અધ્યયન, પ્રકર્ષથી તેના જ નામ, વર્ણ આદિના નિરૂપણા રૂપે યથાક્રમે કહીશ. કર્મલેશ્યા એટલે કર્મસ્થિતિને બતાવનાર તે તે વિશિષ્ટ પુગલરૂપ રસ વિશેષોને કહીશ, તે સાંભળો. આ અનુભવ નામાદિની પ્રરૂપણાથી કહેવાય છે. તેથી તેની પ્રરૂપણા માટે શિષ્યોને અભિમુખ કરવા આ દ્વાર સૂત્ર કહે છે -
• સૂત્ર - ૧૩૮૪ -
લેયાઓના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુર્ણ મારી પાસેથી સાંભળો.
• વિવેચન - ૧૩૮૪ -
નામ - અભિધાન, વણ - કૃષ્ણાદિ, રસ - કડવો વગેરે. સંઘ - સુરભિ આદિ. સ્પર્શ - કર્કશ આદિ, પરિણામ – જધન્ય આદિ, લક્ષણ - પાંચ આશ્રયનું સેવન આદિ. સ્થાન - ઉત્કર્ષ અને અપકર્ષ રૂપ, સ્થિતિ - અવસ્થાન કાળ. ગતિ – નરકાદિ. આયું - જીવિત. હવે નિર્દેશાનુસાર નામને કહે છે -
• સૂત્ર - ૧૩૮૫ + વિવેચન -
લેશ્યાઓના નામો ક્રમશઃ આ પ્રમાણે છે - કૃષ્ણ, નીલ, કપોત, તેજો, યા અને શુક્લ. સૂત્ર સ્પષ્ટ છે. હવે તેનો વર્ણ કહે છે -
• સૂત્ર - ૧૩૮૬ થી ૧૩૯૧ -
(૧૩૮૬) કૃષ્ણ લેટયાનો વર્ણ નિગ્ધ થ િસજળમેઘ, ભેંસનું શીંગડું, અરિઠા, ખંજન, અંજન અને આંખની કીકી સમાન કામો છે.
(૧૩૮૭) નીલ વેઢાનો વર્ણ - નીલ અશોક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને નિષ્પ વર્ષ મણિ સમાન નીલો છે.
(૧૩૮૮) કાપોત વૈશ્યાનો વર્ણ - અલસીના ફૂલ, કોયલની પાંખ, કબુતરની ડોકના વર્ણ સમાન કાળા અને લાલ જેવો નિશ્ચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org