________________
અધ્ય. ૩૪ ભૂમિકા
૧૬૭ આચ્છાદનોની, દર્પણની, મરકતમણિની. ચક્રવર્તીના રત્ન એવા કાકિણીની. આ સૂર્યાદિની જે જન નયનોને શ્લેષ કરે છે તે લેશ્યા અર્થાત્ ચક્ષુ આક્ષેપિકા સ્નિગ્ધ દીમરૂપ છાયા તેને નોકર્મણી અજીવ દ્રવ્યલેશ્યા દશ ભેદે છે, તેમ જાણવું. અહીં ચંદ્રાદિ શબ્દથી તેના વિમાનો લેવા. કેમકે તેના પૃથ્વીકાયરૂપત્વમાં પણ સ્વકાય - પરકાય શસ્ત્રથી ઉપનિપાતના સંભવથી તેના પ્રદેશોમાં કેટલાંકમાં અચેતનત્વથી અજીવલેશ્યાપણું જાણવું. ઉપલક્ષણથી આ દશવિધ દ્રવ્યોમાં રજત આદિની છાયાને પણ બહુતર ભેદના સંભવથી જાણવી.
આ પ્રમાણે નોકર્મ દ્રવ્યલેશ્યા જણાવીને કર્યદ્રવ્ય લેશ્યા કહે છે - તે છ ભેદે જાણવી. કૃષ્ણા, નીલા આદિ. આ કર્મદ્રવ્ય લેશ્યા શરીરનામ કર્યદ્રવ્યો જ છે. તો પછી “યોગપરિણામ લેશ્યા” કઈ રીતે ? જે કારણે સયોગી કેવલી શકલ લેશ્યા પરિણામથી વિચરીને અંતર્મુહર્ત બાકી રહેતા યોગનિરોધકહે છે. પણ અયોગિત્વ અને અલેશ્યાત્વને પામે છે, તેથી યોગ પરિણામ લેશ્યા કહેલ છે. તે યોગ એ શરીરનામ કર્મ પરિણતિ વિશેષ છે. - x- X- X- જે પ્રમાણે કામ આદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ તે યોગ કહેવાય છે, તે પ્રમાણે જ લેશ્યા પણ જાણવી. કર્મની સ્થિતિનો હેતુ તે વેશ્યા છે તેથી ગુરુઓ “કર્મ નિચંદ લેશ્યા” કહે છે. - - - - x x
એ પ્રમાણે દ્રવ્યલેશ્યા કહી, હવે ભાવલેશ્યા કહે છે – ભાવલેશ્યા બે ભેદે છે – (૧) વિશુદ્ધ લેશ્યા - અકલુષ દ્રવ્ય સંપર્કથી જન્મેલ આત્મ પરિણામ રૂપ(૨) અવિશુદ્ધ લેશ્યા - તે પ્રમાણે જ જાણવી.
વિશુદ્ધ લેશ્યા બે પ્રમાણે છે - ઉપશમથી થયેલ અને ક્ષયથી થયેલ. અર્થાત (૧) કષાયના ઉપશમથી થતી, (૨) કષાયના ક્ષયથી થતી. એકાંત વિશુદ્ધિને આશ્રીને આ કથન કરેલ છે. અન્યથા ક્ષાયોપથતિકી એવી પણ શુકલ, તેજ અને પદ્મ એ વિશુદ્ધલેશ્વા સંભવે જ છે.
અવિશુદ્ધ વેશ્યા, તે પૂર્વે કહેલ છે તે નિયમથી બે ભેદ જાણવી. પ્રેમમાં અર્થાત રાગમાં અને દોસ અર્થાત દ્વેષમાં. એટલે કે રોગવિષયા અને દ્વેષ વિષયા. આ અર્થથી કૃષ્ણ, નીલ, કાપોત રૂપા જાણવી.
આ પ્રમાણે નામ આદિ ભેદથી આ લેગ્યા અનેક પ્રકારે છે તેમાં અહીં કોનો અધિકાર છે ? અહીં કર્મલેશ્યા વડે અધિકાર છે. પ્રાયઃ આ જ વેશ્યાની અહીં વણદિરૂપથી વિચારણા થતી હોવાથી કર્મદ્રવ્યલેશ્યા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામાદિ ભેદથી વેશ્યા કહી.
હવે નોકર્મદ્રવ્યલેશ્યાને કહે છે- શરીર, આભરણ આદિની છાયા. જીવ વ્યાપાર - તે શરીરાદિમાં તેલનું અવ્યંજનકે મનઃશિલાઘર્ષણાદિથી છે તે પ્રયોગ અને વિસા - જીવ વ્યાપાર નિરપેક્ષ ઇન્દ્રધનુષ કે વાદળા આદિની તથાવૃત્તિ, તેના વડે જાણવી.
ભાવલેશ્યા તે વિપાક, અહીં તે ઉપચારથી ઉદયજનિત પરિણામ કહ્યા છે. કોના? જીવોમાં છ એ વેશ્યાના પરિણામ.
“અધ્યયન”ના નિક્ષેપાદિ વિનય શ્રુતમાં પૂર્વે કહેલા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org