________________
૧૬૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 છે અધ્યયન - ૩૪ - “લેયા”
કર્મપ્રકૃતિ નામક - ૩૩મું અધ્યયન કહ્યું, હવે ૩૪મું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં કર્મપ્રકૃતિઓ કહી. તેની સ્થિતિ વેશ્યાના વશથી છે, તેથી તેના અભિયાનને માટે આ આરંભીએ છીએ. આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ દ્વારની પ્રરૂપણ પૂર્વવત્ ચાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપ, તેમાં આ લેશ્યા અધ્યયન નામથી લેશ્યા અને અધ્યયન શબ્દનો નિક્ષેપો નિર્યુક્તિકાર કહે છે
• નિર્યુક્તિ - ૫૩૮ થી ૫૪૮ + વિવેચન -
લેશ્યાનો નિક્ષેપો નામાદિ ચાર ભેદ જાણવો. તેમાં દ્રવ્યલેશ્યા બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્યલેશ્યા ત્રણ ભેદે - જ્ઞશરીર આદિ. તેમાં નોઆગમથી તદુવ્યતિરિક્ત દ્રવ્ય લેશ્યા બે ભેદે - કર્યા અને નોકમ. નોકમાં પણ બે ભેદે છે - જીવો અને અજીવો. જીવોના બે ભેદ જાણવા - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે બંને પણ સાત ભેદે છે. અજીવ કર્મનો દ્રવ્યલેશ્યા દશભેદે જાણવી.- x x- જે દ્રવ્યકર્મલેશ્યા તે નિયમા છ ભેદે જાણવી, તે આ પ્રમાણે - કૃષ્ણા, નીલા, કાયોત, તેજો, પદ્મ અને શુકલ લેશ્યા. ભાવલેશ્યા બે ભેદે - વિશદ્ધા, અવિશદ્ધા. વિશુદ્ધા લેણ્યા બે ભેદે - ઉપશમ કષાયા, ક્ષાયિક કષાયા. અવિશુદ્ધ ભાવ લેશ્યા બે ભેદે છે - રાગથી અને દ્વેષથી. નોકર્મ દ્રવ્યલેશ્યા પ્રયોગથી અને વિસસાથી ભાવમાં ઉદય જાણવો. - x- x
અધ્યયનનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે, ઇત્યાદિ પૂર્વવત. - ૮ - ૪ - અધ્યવસાનને આશ્રીને ભાવ - અધ્યયન નિક્ષેપો જાણવો.
અહીં નિયુક્તિની ૧૧- ગાથાઓ નોંધી છે. તેમાં પહેલાં લેશ્યા શબ્દનો નિક્ષેપો કહે છે. તેમાં તદુવ્યતિરિક્ત વેશ્યા બે ભેદે છે, તે બે ભેદો કહે છે - કર્મમાં અને નોકર્મમાં. તેમાં કર્મમાં અલ્પ વક્તવ્યતાથી તેની ઉપેક્ષા કરીને નોકર્મ વિષયક કહે છે - નોકર્મમાં અર્થાત્ કર્મના અભાવ રૂપમાં થાય છે. તેના બે ભેદો કહ્યા છે. તે કઈ રીતે? ઉપયોગ લક્ષણ તે જીવોના અને તેનાથી વિપરીત તે અજીવોના. અહીં નોકમત્વ ઉભયમાં પણ કર્મના અભાવરૂપપણાથી તે સંબંધી ભેદથી દ્વિભેદત જાણવું.
તેમાં પણ જીવોને બે ભેદે છે, તેમ જાણવું. અહીં સિદ્ધિ શબ્દ પૂર્વના બંને સાથે જોડવાનો છે. થશે કે થનારી છે, તેવા પ્રકારની સિદ્ધિ જેમની છે તે ભવસિદ્ધિક અર્થાત્ ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય - અભાવસિદ્ધિક. આ બંને ભેદો જીવોના થાય છે.
અહીં વેશ્યાના સાત પ્રકારો કહ્યા છે. અહીં શ્રી જયસિંહ સૂરિ કહે છે - કૃષ્ણ આદિ છ લેયા અને સાતમની સંયોગજા, અહીં શરીરની છાયારૂપ પરિગ્રહણ કરાય છે. બીજા દારિક અને ઔદારિક મિશ્ર ઇત્યાદિ ભેદથી સાત પ્રકારો વડે જીવ શરીરની છાયાને જ કૃષ્ણાદિ વર્ણરૂપ નોકર્મ સાત પ્રકારની જીવદ્રવ્ય લશ્યાને માને છે.
અજીવ નોકર્મ દ્રવ્યલેશ્યા - તે દશભેદે જાણવી. ચંદ્રોની, સૂર્યોની, મંગલ આદિ ગ્રહગણની. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાની તથા એકાવલિ આદિ આભરણોની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org