________________
૧૫૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
તે - “મેં આ શું અનિષ્ટ જોયું ?’ એમ મનમાં વ્યાકુળ થઈને પરિતાપ પામે છે. -
- * - *
- * *
અહીં સૂત્રમાં રાગ અને દ્વેષ બંનેને અનર્થ હેતુક કહેલા છે.
- x - x - x -
હવે રાગના જ પાપકર્મોપચય લક્ષણ મહા અનર્થહેતુતાને જણાવવાને માટે હિંસાદિ આશ્રવ નિમિત્તતાને ફરી અહીં તે દ્વારથી દુઃખજનકત્વને છ સૂત્રો વડે કહે છે -
રૂપ - મનોજ્ઞને અનુસરે છે, તે રૂપાનુઞ એવી તે આશાને રૂપાનુગાશા અર્થાત્ રૂપ વિષય અભિલાષ. તેને અનુગત જીવ. તે ચરાચર અર્થાત્ ત્રસ અને સ્થાવર જીવોને હણે છે, વિનાશ કરે છે. કેવા જીવોને હણે છે ? જાતિ આદિ ભેદથી અનેક પ્રકારના જીવોને હણે છે. કેવી રીતે હણે છે ? સ્વકાય અને પરકાય શસ્ત્રાદિથી અનેક ઉપાયો વડે હણે છે. યથાસંભવ ચિત્તમાં તે ચરાચર જીવોને સર્વતઃ તાપિત કરે છે અર્થાત્ દુઃખ આપે છે. બાળની જેમ વિવેક રહિતતાથી બીજાને પીડે છે. કોણ પીડે છે ? પ્રયોજનમાં જ સ્થિત અને રાગથી બાધિત થયેલો તે પીડે છે.
અને બીજું - રૂપ વિષય અનુપાત અર્થાત્ અનુરાગ. તેમાં મૂર્છારૂપ પરિગ્રહના હેતુથી ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય ? અહીં ઉત્પાદન એટલે ઉપાર્જન, રક્ષણ – અપાય નિવારણ, સંનિયોગ
-
સ્વ કે પર પ્રયોજનોમાં સમ્યક્ વ્યાપારણ - પ્રવૃત્ત. વ્યય - વિનાશ, વિયોગ - વિરહ. આ બધાને કારણે રૂપના વિષયમાં સુખ ક્યાંથી હોય ? જરાપણ ન હોય. પરંતુ બધે જ દુઃખ જ હોય. એ પ્રમાણે અહીં કહેવાનો ભાવ છે.
અહીં આ પ્રમાણે ભાવના કરવી - રૂપમાં મૂર્છિત જ રૂપવત્ હાથી, ઘોડા, સ્ત્રી, આદિના ઉત્પાદન અને રક્ષણને માટે તે - તે કલેશહેતુ ઉપાયોમાં જીવો પ્રવર્તે છે. તથા તેવા પ્રકારના પ્રયોજનની ઉત્પત્તિમાં રૂપવત્ સ્ત્રી આદિને નિયોજવા છતાં તેના અપાયની શંકાથી ફરી ફરી પરિતાપ પામે છે તેથી સિદ્ધ થાય છે કે તેના ઉત્પાદન, રક્ષણ અને સંનિયોગમાં દુઃખ છે. એ પ્રમાણે વ્યય અને વિયોગમાં પણ વિચારવું.
બીજા કહે છે - રૂપાનુરાગના હેતુથી જે પરિગ્રહ તેનાથી દુઃખી થાય, કદાચ રૂપના ઉત્પાદન આદિમાં સંભોગ ફાળે અર્થાત્ ઉપભોગ સમયે સુખને પામે એવી આશંકા થાય, તેથી કહે છે - તેમાં તૃપ્તિનો લાભ ન પામે. રૂપના ઘણાં દર્શન છતાં રાગીને તૃપ્તિ થતી નથી. - ઇત્યાદિ કારણે તેમને સુખ ક્યાંથી હોય ? જીવો ઉત્તરોત્તર ઇચ્છાથી પરિતાપ પામે છે કેમકે તેમને તૃપ્તિની પ્રાપ્તિનો અભાવ હોય.
***
રૂપમાં અતૃપ્ત અને પરિગ્રહમાં અર્થાત્ તે વિષયની મૂર્છામાં સામાન્યથી આસક્તિવાળો અને ઉપા ગાઢ આસક્ત હોય તે તુષ્ટિ અર્થાત્ પરિતોષને પામતો નથી. અસ્તુષ્ટિ દોષથી દુઃખી થઈને - “જો મારે આવી આવી રૂપવત્ વસ્તુ હોત તો ? એવી આકાંક્ષાથી અતિશય દુઃખવાન થાય છે. પછી તે વ્યક્તિ શું કરે છે ? તે કહે છે -
?
=
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org