________________
૩૨/૧૨૬૮ થી ૧૩૪૫
૧૫૧
બીજાના સંબંધી રૂપવત્ વસ્તુમાં લોભ કે ગૃદ્ધિથી આકુળ થઈને તે અદત્તને ગ્રહણ કરે છે. બીજાની વસ્તુને ચોરી લે છે. આના વડે રાગની અતિ દુષ્ટતા જણાવીને પરિગ્રહથી દોષદર્શન છતાં પણ વિશેષથી તેમાં આસક્તિ દોષાંતર આરંભને બતાવેલ છે. તો શું આના આટલા જ દોષ છે કે બીજા પણ છે ? એવી આશંકાથી ઉક્ત દોષના અનુવાદથી બીજા દોષ પણ કહે છે -
તૃષ્ણા કે લોભથી અભિભૂત એવો તે અદતને ગ્રહણ કરવાના સ્વભાવવાળો એવો તે અદત્તાહારી થઈને રૂપ વિષયક પરિગ્રહ કરે છે. પછી તેમાં પણ અસંતુષ્ટ થઈને માયાપ્રધાન મૃષા અર્થાત્ માયામૃષાવાદની વૃદ્ધિ પામે છે. તે લોભના અપરાધથી લુબ્ધ થયેલો બીજાનું અદત્ત ગ્રહણ કરીને, તેને ગોપવવામાં તત્પર બનીને માયામૃષાવાદ સેવે છે. આના વડે લોભ જ સર્વે આશ્રવોમાં મુખ્ય છે, તે હેતુ કહેલ છે. - x - x -
મૃષા ભાષણમાં પણ તે અસાતા દુઃખથી વિમુક્તિ પામતો નથી. પરંતુ દુઃખનો ભાગી જ થાય છે. એવો ભાવાર્થ અહીં છે.
દુઃખની અવિમુક્તિ કેમ કહી ? મૃષા અર્થાત્ જૂઠું બોલ્યા પછી, જૂઠું બોલતા પહેલાં કે જૂઠું બોલતી વખતે તે દુઃખી થઈને, તેની પછી પશ્ચાત્તાપથી, ચિંતા વ્યાકુળતાથી, ક્ષોભથી વધુ દુઃખી થાય છે. તેમજ અંતે તે જન્મમાં અનેક વિડંબનાથી વિનાશ પામે છે અને બીજા જન્મમાં નરકાદિને પામીને તે પ્રાણી સંસારને ઘણો દુરંત કરે છે. એ પ્રમાણે અહ્તાદાનના મૃષા દ્વારથી દુઃખ હેતુત્વ કહ્યું. હવે ઉપસંહાર કરતા કહે છે -
ઉક્ત દોષવાળા બધાં લોકોથી ઉપેક્ષણીય થાય છે. કોઈપણ સંબંધીના અવખંભથી રહિત થાય. આ ઉપલક્ષણથી મૈથુનરૂપ આશ્રવ છે. રાગીને તે પ્રસિદ્ધ હોવાથી સાક્ષાત્ તેને કહેલ નથી. અથવા રૂપસંભોગ પણ મિથુનકર્મત્વથી દેવોની જેમ મૈથુન જ છે. - x - એ પ્રમાણે આગળ પણ સ્ત્રીગત શબ્દાદિ સંભોગોનું મૈથુનત્વ સંભવે છે.
ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે રૂપાનુરક્ત મનુષ્યને ઉક્ત પ્રકારે જરાપણ સુખ ક્યાંથી હોય ? અર્થાત્ સર્વદા દુઃખ જ હોય. - x - x -
આ પ્રમાણે રાગની અનર્થ હેતુતા કહીને દ્વેષની પણ તેના અતિદેશથી કહે છે- જે પ્રમાણે રૂપમા અનુરક્ત કહ્યા તે પ્રમાણે જ દ્વેષવાળા પણ ઉત્તરોત્તર દુઃખ સમૂહરૂપ પરંપરાને પામે છે તથા પ્રદુષ્ટ એટલે પ્રકર્ષથી દ્વેષયુક્ત ચિત્ત જેવું છે. તેવા પ્રકારનો તે કર્મોને બાંધે છે, તે કર્મો શુભ પણ હોઈ શકે તેથી કહે છે -
-
તે કર્મો વિપાક અર્થાત્ અનુભવકાળમાં દુઃખહેતુક આભવમાં અને પરભવમાં પણ થાય છે. અશુભ કર્મોપચય હિંસાદિ આશ્રવ સાથે અવિનાભાવી સંબંધવાળા છે. એ રીતે આના વડે તેનો હેતુ પણ કહ્યો.
આ પ્રમાણે રાગદ્વેષના અનુદ્ધરણમાં દોષને જણાવીને, તેના ઉદ્ધરણનો હેતુ પણ કહે છે - રૂપથી વિરક્ત ઉપલક્ષણથી અદ્વિષ્ટ મનુષ્ય શોકરહિત થઈને તેના નિબંધનકર્તા રાગ-દ્વેષનો અભાવવાળો થતો હોવાથી અનંતર કહેલા અનંતર દુઃખોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org