________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
અહીં ઘણાં ગૃહસ્થાનના અનુયાયિત્વથી રાગના પ્રાધાન્યથી કેવળ આના જ ઉદ્ધરણનો ઉપાય બતાવીને હવે તેના જ દ્વેષ સહિતને જણાવવાને માટે દમિતેન્દ્રિયત્વને બતાવે છે -
૧૪૬
♦ સૂત્ર
૧૨૬૭
સમાધિને ભાવનાવાળા તપસ્વી શ્રમણ ઇંદ્રિયોના શબ્દ; રૂપ આદિ મનોજ્ઞ વિષયમાં રાગભાવ ન કરે, અને ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે.
.
• વિવેચન ૧૨૬૭૩ -
જે ચક્ષુઆદિ ઇંદ્રિયોના રૂપાદિ વિષયો છે તેવા મનોરમ વિષયોમાં અભિસંધિ ન કરે અર્થાત્ ઇંદ્રિયાને પ્રવતવિ નહીં, તેમજ અમનોરમ ચિત્તમાં પણ ઇંદ્રિયોને ન પ્રવતવિ. આ બંને વાક્યો દ્વારા ઇંદ્રિય દમન કહ્યું. સમાધિ - ચિત્તની એકાગ્રતા, તે રાગદ્વેષના અભાવમાં જ થાય છે. તેથી રાગ-દ્વેષના ઉદ્ધરણનો અભિલાષી શ્રમણ - તપસ્વી (ઇંદ્રિયના વિષયોથી દૂર રહે.) - ૪ - x - રાગદ્વેષના ઉદ્ધરણનો ઉપાય વિવિક્ત શય્યા - સામાન્યથી એકાંત શય્યા લેવી, તેનું અવસ્થાન જ તેના ઉદ્ધરણનો ઉપાય છે. એ પ્રમાણે પ્રકામ ભોજીને પણ મદથી દ્વેષનો સંભવ છે તેથી ઉણોદરીતાને અહીં ભાવવી જોઈએ.
આ રીતે રાગદ્વેષ ઉદ્ધરણની ઇચ્છાવાળો વિષયોથી ઇંદ્રિયોને નિવર્તાવ - અટકાવે એમ ઉપદેશ કર્યો. હવે વિષયોમાં પ્રવર્તવાથી રાગ અને દ્વેષના અનુદ્ધરણમાં જે દોષ છે, તે પ્રત્યેક ઇંદ્રિયો અને મનને આશ્રીને દર્શાવવાને માટે કહે છે -
• સૂત્ર ·
-
૧૨૬૮ થી ૧૩૪૫ -
(૧૨૬૮) ચક્ષુનો ગ્રાહ્ય વિષય રૂપ છે, જે રૂપ રાગનું કારણ હોય છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રૂપ દ્વેષનું કારણ હોય છે, તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ છે, તે વીતરાગ છે.
(૧૨૬૯) ચક્ષુ રૂપનો ગ્રાહક છે અને રૂપ એ ચક્ષુનો ગ્રાહ્ય વિષય છે, જે રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે.
(૧૨૭૦) જે મનોજ્ઞ રૂપમાં તીવ્ર રૂપે વૃદ્ધિ રાખે છે, d રામાતુર અકાળમાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. જેમ પ્રકાશ લોલુપ પતંગીયુ પ્રકાશના રૂપમાં આસક્ત થઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે.
(૧૨૭૧) જે મનોજ્ઞ રૂપ પ્રતિ તીવ્ર રૂપથી દ્વેષ કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુર્કાન્ત દ્વેષથી દુ:ખને પ્રાપ્ત થાય છે. તેમાં રૂપનો કોઈ અપરાધ નથી.
(૧૨૭૨) જે સુંદર રૂપમાં એકાંતે આસક્ત થાય છે અને અતાર્દશ રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org