________________
૩૨/૧૨૫૬ થી ૧૨૬૬
૧૪૫ શવ્યાસન જ મુનિને પ્રશસ્ત છે, તેમ ગણધરાદિ વડે પ્રશંસા કરાયેલ છે. તેથી તેનો જ આશ્રય કરવો જોઈએ.
આના સમર્થનને માટે જ સ્ત્રીઓનું દુરતિક્રમ– કહે છે -
(૧૨૬૩) મુક્તિના અભિલાષીને પણ, ચતુર્ગતિ રૂપ સંસારથી ભય પામેલા તે સંસારભીરુને, મૃતધમદિમાં સ્થિત હોય તો કંઈ દુસ્તર દુરાતિક્રમ આ લોકમાં નથી. જે પ્રમાણે સ્ત્રીઓ નિર્વિવેક ચિત્તવાળા અજ્ઞાનીને દુતર છે. અહીં દુતરત્વનો હેતુ બાલમનોહરપણું છે. તેથી સ્ત્રીઓના અતિ દુતરત્વને જાણીને તેના પરિહાર કરવા વડે વિવિક્ત શય્યા અને આસન જ કલ્યાણકારી છે.
જો સ્ત્રીસંગના અતિક્રમને માટે આ ઉપાય ઉપદેશ્યો છે, તો બાકીના સંગના અતિક્રમણાર્થે કેમ કંઈ ઉપદેશ કરતા નથી ? તે કહે છે -
(૧૨૬૪) સ્ત્રી વિષયક સંબંધોનું ઉલ્લંઘન કરવાથી બાકીના દ્રવ્ય આદિ સંગો ઉલ્લંધિત જ છે. બધાં સંગો રાગરૂપપણામાં સમાન હોવા છતાં આ બધામાં સ્ત્રીસંગ જ પ્રધાનપણે છે. તેનું દષ્ટાંત કહે છે -
જો કોઈ સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરી દે, તો તેને વયિિતશયના યોગથી ગંગા સમાન મહાનદી પાર કરવી સરળ છે. તેમ સ્ત્રી સંગના પરિહારથી બીજા સંગોને તજવાનું સરળ છે. - x-x- રાગના પરાજય માટે શા માટે આ પ્રમાણે ઉપદેશ કરેલ છે? તેવી આશંકા કરીને રાગના દુઃખ હેતુત્વને દશવિ છે -
(૧૨૬૫) કામ - વિષયો, તેમાં અનુકૃદ્ધિ • સતત અભિકાંક્ષા, અનુભવ, અનુબંધ ઇત્યાદિ. તે કામગૃદ્ધિથી ઉત્પન્ન દુ:ખ કે અસાતા લોકના બધાં પ્રાણીગણને છે. તે દુઃખ કેવું છે? કાયિક - રોગ આદિ, માનસિક - ઇષ્ટ વિયોગાદિથી જન્ય. આ બંને દુઃખનો અંત વીતરાગતા - કામાનુગૃદ્ધિના ચાલી જવાથી થાય છે, તેવું કહેલ છે.
“કામ' સુખરૂપ પણે જ અનુભવાય છે, તો શા માટે કામાનુગૃદ્ધિથી ઉત્પન્ન દુઃખ એમ કહેલ છે ?
(૧૨૬૬) જેમ કિંપાક - વૃક્ષ વિશેષ, તેના ફળો મનોરમ - હૃદયંગમ અને આસ્વાધ, રુચિર રક્તાદિ વર્ણવાળા, સુગંધવાળા હોય છે છતાં તેના ભોગવતા જીવિતનો અંત લાવે છે. તે અધ્યવસનાદિથી કે ઉપક્રમ કારણોથી વિનાશ કરવાને માટે સમર્થ છે. તેથી તે જીવિત - આયુને વિપાક અવસ્થા પ્રાપ્ત કરવામાં - મરણાંત દુઃખદાયીતામાં સમર્થ છે.
આ ઉપમાથી સમજાવે છે કે - કામગુણો કિંપાક ફળ સમાન છે, વિપક - ફળ પ્રદાન કાળમાં. કિંપાક ફળની માફક આ કામભોગો પણ ભોગવતી વેળા મનોરમ છે, પણ વિપાક અવસ્થામાં તે નરકાદિ દુર્ગતિના દુઃખ આપવા પણાથી અત્યંત દારુણ જ છે. તેથી દેખાવમાં મનોરમ હોવાથી ભલે સુખદાયી દેખાય, પણ પરિણામે અન્યથા ભાવવાળા જ છે.
30/10]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org