________________
૧૪૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 આના વડે પ્રકામ ભોજનનો પરિહાર બતાવ્યો. હવે રાગને ઉદ્ધરવા માટે જેનો પરિહાર કરવો જોઈએ તેને આશ્રીને જે અતિ યત્નપૂર્વક કરવું જોઈએ, તે કહે છે -
(૧૨૫૮) વિવિદ - સ્ત્રિ આદિ રહિત, ચ્યા - વસતિ, તેમાં અવસ્થાન, તેના વડે નિયંત્રિત. માસણા - તેમાં અવમ એટલે ન્યૂન, અશન - આહાર, તેનો જે ભાવ તે ઉણોદરીક્ત રૂપ છે. તેના વડે વશીકર કરાયેલ ઇંદ્રિયો જેના વડે છે તે દમeોન્દ્રિય૦ રાગ કે જે શત્રુની માફક અભિભવ હેતુ પણે હવોથી “રાગશક્ષુ' પરાભવ કરે છે. કોનો? ચિત્તનો. - x
આના વડે વિવિક્ત શયનાસન આદિનું વિધેયત્વ કર્યું. હવે વિવિક્ત શયન - આસનમાં યત્ન કરવાનું કહી વિપર્યયમાં દોષ કહે છે -
(૧૫૯) જેમ બિલાડાનો આશ્રય - રહેવાનું સ્થાન, તેના મૂલ સમીપે ઉંદરો રહે તો તેમને માટે પ્રશસ્ત થતું નથી. કેમકે તેમને ત્યાં અવશ્ય અપાય સંભવે છે. એ પ્રમાણે સ્ત્રીઓ અને ઉપલક્ષણથી નપુંસકોના નિવાસમાં બ્રહ્મચરીને રહેવું યુક્ત નથી. તેમાં બ્રહ્મચર્યમાં બાધા સંભવે છે.
વિવિક્ત શસ્યામાં રહેવા છતાં કદાચિત સ્ત્રીનો સંપાત (યોગી થાય તો તેણે જે કરવું જોઈએ, તે કહે છે
(૧૨૬૦) રૂપ - સુસંસ્થાનતા, લાવણ્ય - નયન અને મનને આલ્હાદક ગુણ, વિલાસ - વિશિષ્ટ નેપથ્ય રચનાદિ. હાસ - કપોલ વિકાસાદિ. જતિ - મન્મન, ઉલ્લાપ આદિ, ઇંડિત – અંગભંગ આદિ, વીક્ષિત - કટાક્ષ ઉક્ત બધું સ્ત્રી સંબંધી જાણવું. તેને મનમાં સ્થાપીને અહો ! સુંદર છે. એમ વિકલ્પો ન કરવા. તેને ઇંદ્રિયનો વિષય ન બનાવવો. અહીં સૂત્રકારશ્રીએ “ચિત્તમાં નિવેશીને” એમ કહીને જણાવેલ છે કે - રાગાદિના જોડાણ વિના સ્ત્રીઓના રૂપ આદિનું દર્શન દોષને માટે થતું નથી.
આવો ઉપદેશ કેમ આપ્યો? તે કહે છે -
(૧૨૬૧) અદર્શન - એટલે ઇંદ્રિયનું અવિષયીકરણ, અપ્રાર્થના - અભિલાષા ન કરવી, અચિંતન - રૂપાદિને ન પરિભાવવું તે, અકીર્તન - સ્ત્રીનું વર્ણન ન કરવું, અને તે નામથી અને ગુણથી સ્ત્રીજનનું આધ્યાન. એ બધું સર્વકાળ બ્રહ્મવતમાં આસક્તોને હિતકર છે. - X
“વિકારના હેતુથી જેના ચિત્તમાં વિક્રિયા થતી નથી. તે જ ધીર છે. તો પછી રાગને ઉદ્ધરવા માટે શા માટે વિવિક્ત શયન, આસનતા ધારણ કરવી જોઈએ ? તે આશંકા કરતા કહે છે -
(૧૨૬૨) દેવી – અપ્સરા, મનુષ્યની સ્ત્રી તો શું પણ અલંકૃતા અપ્સરા પણ ક્ષોભ પમાડવા - સંયમથી ચલિત કરવાને સમર્થ નથી. કોને ? મનોમુનિ આદિથી ગુમ મુનિને. તો પણ એકાંત હિતકર જાણીને કહે છે કે, કેટલાંક અભ્યસ્ત યોગી પણ તેમના સંગથી ક્ષોભ પામે છે. જેઓ ક્ષોભ નથી પામતા તેઓ પણ સ્ત્રી સંસક્ત વસતિવાસમાં અવણાદિ દોષના ભાગી થાય છે. એમ પરિભાવના કરીને વિવિક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org