________________
૩૧/૧૨૨૭ થી ૧૨૪૫
૧૩૩
(૧૨૩૫) મદ - જાતિ આદિ આઠ, બ્રહાચર્યના ગોપનરૂપ ગુમિ તે વસતિ આદિ નવ ગતિ, - - X• ક્ષાંતિ આદિ ભેદથી દશ પ્રકારે છે, તેને માટે જે ભિક્ષુ યથાવત પરિહાર આસેવન પરિપાલનાદિથી જે ભિક્ષુ સેવેo
(૧૨૩૬) યતિને સેવે તે ઉપાસક - શ્રાવક, તેમના અગિયાર અભિગ્રહ વિશેષ તે દર્શનાદિ પ્રતિમામાં, સાધુની બાર પ્રતિમામાં - x - જે ભિક્ષુ યથાવત પરિજ્ઞાન ઉપદેશ પાલનાદિ વડે ઉપયોગવંત રહેo
(૧૨૩૭) મિથ્યાત્વ આદિ ક્રોડી કૃત જંતુ વડે કરાય તે ક્રિયા- કર્મબંધ નિબંધન રૂપ ચેષ્ટા, તે અર્થ અને અનર્થ ભેદથી તેર પ્રકારે છે - અર્થક્રિયા, અનર્થ ક્રિયા આદિ, જે હતા - છે અને રહેશે તે ભૂત - પ્રાણી, તેમનો સમૂહ તે ભૂતગ્રામ, તે એકેન્દ્રિય - સૂક્ષ્માદિ ભેદે ચૌદ છે - X- ધર્મ વડે ચરે છે તે ધાર્મિક, જેઓ તેવા નથી તે અધાર્મિક, પરમ એવા તે સર્વ અધાર્મિકમાં પ્રધાનપણાથી પરમાધાર્મિકો - અત્યંત સંકિલષ્ટ ચિત્તવાળા અંબ આદિ તેઓ પંદર છે - અંબ, અંબર્ષિ, ઇત્યાદિ.
(૧૨૩૮) ગીયર – જેમાં સ્વ-પર સિદ્ધાંત સ્વરૂપ કહેવાયેલ છે તે સૂત્રકૃતાંગનું સોળમું અધ્યયન તે ૧૬ અધ્યપન - સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીરસ્તવ, કુશીલ પરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, ચાથાતથ્ય, ગ્રંથ, યમદીય, ગાથઆ.
તથા સંયમન તે સંયમ, ન સંયમ તે અસંયમ. તેના ૧૭ - ભેદો છે, પૃથ્વી આદિ વિષયક. તેના પ્રતિપક્ષે સંયમના સત્તર ભેદ કહ્યા છે જેમકે - પૃથ્વી સંયમ, ઉદક સંયમ, અગ્નિ સંયમ ઇત્યાદિ. તેમાં જે ભિક્ષુ ઉક્ત અનુષ્ઠાનમાં પ્રયત્નવાન્ બને અને અન્યત્ર તેનો પરિહાર કરે.
(૧૨૩૯) બ્રહ્મચર્ય અઢાર ભેદે છે - ત્રણ કરણ અને ત્રણ યોગથી દિવ્ય અને દારિક. શાત એટલે ઉદાહરણ, તેના પ્રતિપાદક અધ્યયન તે જ્ઞાત અધ્યયન. તે ૧૯ છે - ઉલિમ, સંઘાટ, અંડ, કુંભ, શૈલક, તંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રમા, દાવદ્રવ, ઉદક જ્ઞાત, મંડુક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુંસમા અને પુંડરીક સ્થાન અર્થાત્ આશ્રય, કારણ. કોના? સમાધિ અર્થાત્ સમાધાન. જ્ઞાનાદિમાં ચિત્ત એકાગ્રતા, સમાધિનો અભાવ તે અસમાધિ.
આ અસમાધિના સ્થાનો વીશ છે તે આ પ્રમાણે -
(૧) જલ્દી ચાલનાર, (૨) અપમૃજ્યચારી, (૩)દુષ્પમૃજ્યચારી, (૪) અતિરિક્ત શય્યા આસનિક, (૫) શક્નિક પરિભાષી, (૬) સ્થવિરોપઘાતી, (૭) ભૂતોપઘાતી, (૮) સંજવલન, (૯) ક્રોધન, (૧૦) પૃષ્ઠમાંસિક, (૧૧) અતીક્ષ્ણ અવધારયિતા, (૧૨) નવા અધિકરણ અનુત્પન્નને ઉત્પાદિત કરે. (૧૩) જૂના અધિકરણોને ખમાવીને વોસિરાવીને ફરી ઉદીરિત કરે, (૧૪) સરસ્ક હાથ-પગ, (૧૫) અકાલ સ્વાધ્યાયકારક, (૧૬) શબ્દકર, (૧૭) કલહકર, (૧૮) ઝંઝાકર, (૧૯) સૂર્ય પ્રમાણભોજી, (૨૦) એષણામાં અસમિતિ થાય.--જે ભિક્ષુરક્ષા પરિજ્ઞાન, પરિહારાદિ વડે ઉપયોગવંત રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org