________________
૧૩૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૨૪૦) એકવીશ શબલ દોષો - યાત્રિને અતિચાર વડે કલુષીત કરતાં કાબરચીતરું કરે તે શબલા - ક્રિયા વિશેષ. તે દોષો આ પ્રમાણે છે. (૧) હસ્તકર્મ કરે, (૨) મૈથુન સેવે, (૩) રાત્રિ ભોજન કરે, (૪) આધાકર્મ વાપરે, (૫) રાજપિંડ, (૬) ક્રિત, (૭) પ્રામિય, (૮) અભ્યાહત, (૯) આચ્છધ - એ રાજપિંડાદિ આહાર વાપરે. (૧૦) પચ્ચકખાણ કરીને વારંવાર ખાય, (૧૧) છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે, (૧૨) એક માસમાં ત્રણ વખત ઉદકલેપ કરે અથવા ત્રણ વખત માયા સ્થાનોને સ્પર્શે, (૧૩) પ્રાણાતિપાત આકટ્ટિથી કરતો, (૧૪) જૂઠું બોલે, (૧૫) અદત્ત ગ્રહણ કરે, (૧૬) આંતરા રહિત પૃથ્વી ઉપર સ્થાન, શય્યા અને ઔષધિથી કરે, (૧૭) સસ્નિગ્ધ સરસ્ક ચિત્તવત્ શિલા - ટેફ, કોલ આદિમાં રહેલ ધુણા ઉપર બેસે. (૧૮) સાંડસ પ્રાણ, બીજ આદિમાં સ્થાનાદિ કરે, (૧૯) મૂલ, કંદ, પુષ્પ, બીજ, હરિતને ભોગવે, (૨૦) વર્ષમાં દશ ઉદકલેવ કે દશમાયા સ્થાનોને સ્પર્શ, (ર૧) સચિત્ત ઉદક સ્પર્શિત હાથ, પાત્ર, કડછી, ભાજન આદિથી દેવાતા ભોજન-પાનને ગ્રહણ કરે અને ખાય.
બાવીશપરીષહ - તે પરીષહ અધ્યયનથી જાણવા. ઉક્તદોષાદિને ભિક્ષપરિહાર વડે કે સહન કરવા વડે ઉપયોગવંત રહે.
(૧૨૪૧) વેવીશ, સૂયગડાંગના ૨૩ - અધ્યયનો - તેમાંના સોળ તો સોળના ભેદમાં ‘સમય’ આદિ કહ્યા. સાત અધ્યયન તે પુંડરીક આદિ છે તે આ પ્રમાણે - પંડરીક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન, અણગાર, આદ્ર અને નાલંદા. એ રીતે ૨૩ - અધ્યયન થયા.
તથા રૂપમ - એક, તેનાથી અધિક અર્થાત ૨૩ થી અધિક તે ૨૪ થાય. તે દેવને વિશે કહ્યા. દીવ્યક્તિ - ક્રીડા કરે છે તે દેવ - ભવનપતિ આદિ. અથવા ત્રણ જગત વડે જેની સ્તવના કરાય છે, તે દેવ - 8ષભાદિ તીર્થકર તે ચોવીશ અરહંતો અથવા ભવનપતિ દશ, વ્યંતર આઠ, જ્યોતિષ પાંચ, વૈમાનિક - એક પ્રકારે એમ ચોવીશ કહ્યા.
(૧૨૪૨) જે ભિક્ષ યથાવત્ પ્રરૂપણાદિ વડે ઉપયોગવંત રહે છે. ક્યાં ? પચીશ ભાવનાઓમાં. તે અહીં મહાવત વિષયક ઇસમિતિ આદિને પરિગ્રહણ કરાય છે.
પચીશ ભાવનાઓ આ પ્રમાણે છે - ઇયસમિતિ, મનોસુમિ, વચનગતિ, આલોક્તિ પાન ભોજન, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ એ પહેલાં વ્રતવિષયક પાંચ ભાવના કહી.
બીજા વ્રત વિષયક પાંય ભાવના આ પ્રમાણે - ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક અને અનુવીચિભાષણતા.
બીજા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - અવગ્રહસ્તમ જ્ઞાપના, અવગ્રહ અનનુજ્ઞાપનતા ઇત્યાદિ પાંચ ભાવનાઓ પૂર્વવતુ જાણવી.
ચોથા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - સ્ત્રી પશુ પંડક સંસક્ત શયન આજ્ઞનનું વર્જન, સ્ત્રી કથા વિવર્ષના, ઇત્યાદિ પાંચ ભાવના પૂર્વવત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org