________________
૧ ૩૦.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ( અધ્યયન - ૩૧ - “ચરણવિધિ
ત્રીશમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે એકત્રીશમું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં તપ કહ્યો. અહીં તે ચરણવાળાને જ સમ્યગુ થાય છે, તેથી “ચરણ' તે કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના પૂર્વવત ઉપક્રમાદિ ચારે દ્વાર પ્રરૂપણા નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવું. તેમાં “ચરણવિધિ” નામ છે તેથી ચરણવિધિ" શબ્દનો નિક્ષેપો કહેવા નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૫૧૮ થી પર૧ + વિવેચન -
ચર’ નો નિક્ષેપો ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય ચરણ' બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય ચરણ ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત - ગતિ ભિક્ષાદિ. આચરણમાં આ ચરણ તે ભાવાવરણ જાણવું. વિધિ
નો નિક્ષેપો ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી બે ભેદે, નોઆગમથી ત્રણ ભેદે, તેમાં તવ્યતિરિક્ત તે ઇંદ્રિય અર્થોમાં છે. ભાવ વિધિ બે ભેદે છે - સંચમ યોગ અને તપ.
ગાથાર્થ કહ્યો - વિશેષ આ પ્રમાણે - ગતિ એટલે ગમન. ભિક્ષા - ભક્ષણ - ૪ - ૪ - ૪ - આચરણ - જ્ઞાનાદિ આચારમાં સિદ્ધાંતમાં કહેલ અનુષ્ઠાન વિચારતા ચરણ' વિશેષણ જાણવું. તથા ઇંદ્રિય- સ્પર્શન આદિ તેના વિષયો તે સ્પર્શ આદિ. તેમાં જે વિધિ - અનુષ્ઠાનનું સેવન - *- ભાવ વિધિ પણ બે ભેદે છે– સંયમ વ્યાપાર અને અનશનાદિ અનુષ્ઠાનરૂપ તપ. અહીં “ચરણ આસેવન” એ જ ભાવ વિધિ છે.
હવે તેને દશાવિ છે• નિયુક્તિ - પ૨૨ + વિવેચન -
ભાવચરણથી અર્થાત્ ચાસ્ત્રિ અનુષ્ઠાનથી, અનાચાર અનુષ્ઠાનનો ત્યાગ કરીને ઉક્ત રૂપ ચરણવિધિમાં યત્ન કરવો જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યોહવે સૂવાનુગમમાં - - સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે -
• સૂત્ર - ૧૨૬ -
જીવને સુખ પ્રદાન કરનારી ચરણવિધિને હું કહીશ, જેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે.
- વિવેચન - ૧૨૨૬ :
ચરણવિધિને હું કહીશ, તે કેવી છે? જીવને સુખાવહ કે શુભાવહ એવી. તેનું ફળ દશવિ છે - તે વિધિને સેવીને ઘણાં જીવો ભવસમુદ્રને ઉલ્લંઘીને મુક્તિને પામ્યા.
• સૂત્ર - ૧૨૨૭ થી ૧૨૪૫ -
(૧રર૭) સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ.
(૧રર૮) પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોનો જે ભિક્ષ સદા નિરોધ કરે છે, તે સંસારમાં રોકાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org