________________
૧૨૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
નામે બાહ્ય તપ કહેવાય છે. અહીં એષણીય ફ્લકાદિ ગ્રહણ કરવા તથા આના વડે વિવિક્ત ચર્યા સંલીનતા કહી છે. .
- X
આ શેષ સંલીનતાનું ઉપલક્ષણ છે. આનું પ્રધાન્ય હોવાથી સાક્ષાત્ કહેલ છે. તેનું પ્રાધાન્ય તેના ઇંદ્રિય સંલીનતાના ઉપકારીપણાથી છે.
આ સંલીનતા ચાર ભેદે છે - (૧) ઇંદ્રિય સંલીનતા - શ્રોત આદિ ઇંદ્રિયો વડે મનોજ્ઞ - અમનોજ્ઞ શબ્દાદિમાં રાગ કે દ્વેષ ન કરવો તે. (૨) કષાય સંલીનતા - તેના ઉદયનો નિરોધ અને ઉદયમાં આવેલા કષાયનું વિફળ કરવું તે. (3) યોગ સંલીનતા - અકુશલ મનોયોગાદિનો નિરોધ અને કુશલ મનોયોગોની ઉદીરણા.
ઉક્ત અર્થનો જ ઉપસંહાર કરતા ઉત્તરગ્રંથ સંબંધ જણાવે છે -
- સૂત્ર - ૧૨૧૭ -
સંક્ષેપથી આ બાહ્ય તપનું વ્યાખ્યાન કહ્યું. હવે અનુક્રમથી અત્યંતર તપનું નિરૂપણ કરીશ -
• વિવેચન - ૧૨૧૭
આ અનંતરોક્ત બાહ્ય તપ સંક્ષેપથી વ્યાખ્યાત કર્યો. આ બાહ્ય તપથી શું ફળ પ્રાપ્ત થાય ? તે કહે છે - નિઃસંગતા, શરીર લાધવતા, ઇંદ્રિય વિજય, સંયમ રક્ષણાદિ ગુણના યોગથી શુભ ધ્યાનમાં અવસ્થિતને કર્મોની નિર્જરા થાય છે. બાહ્ય તપને જણાવ્યા પછી હવે અનુક્રમથી અત્યંતર તપ કહે છે. પ્રતિજ્ઞાનુસાર કહે છે -
૦ સૂત્ર - ૧૨૧૮ + વિવેચન -
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ આ અત્યંતર તપ છે. આનો ભાવાર્થ સૂત્રકાર સૂત્રથી કહે છે -
સૂત્ર - ૧૨૧૯ થી ૧૨૨૪
(૧૨૧૯) આલોચનાર્હ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે.
·
(૧૨૨૦) અભ્યુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રુષા આને વિનય તપ જાણવો.
(૧૨૨૧) આચાર્ય આદિ સંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્ત્વનું યથાશક્તિ આસેવન કરવું તે વૈયાવચ્ચ તપ છે.
(૧૨૨૨) વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદે સ્વાધ્યાય કહેલ છે.
(૧૨૨૩) આર્ત્ત અને રૌદ્રને છોડીને, સુસમાહિત થઈને જે ધર્મ અને શુક્લ ધ્યાનને ધ્યાવવું, તેને જ્ઞાનીજનો ધ્યાન તપ કહે છે.
(૧૨૨૪) શયન, આસન, સ્થાનમાં જે ભિક્ષુ શરીરથી વ્યર્થ ચેષ્ટા કરતો નથી, તે શરીરનો વ્યુત્સર્ગ, તે છઠ્ઠો તપ કહેલ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org