________________
..
.
.
૩૦/૧૨૧૩
૧૨૭ સાત એષણા આ પ્રમાણે - સંસક્ત, અસંસક્ત, ઉદ્ધડ, અભલેપા, ઉષ્ણહિયા, પષ્ણહિયા ને ઉઝિતધામ એ સાત છે.
અભિગ્રહો - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષયક છે. તેમાં દ્રવ્ય અભિગ્રહ - ભાલાના અગ્ર ભાગે રહેલા કંડક આદિ જ લઈશ, ઇત્યાદિ. ક્ષેત્રથી અભિગ્રહ - ઉંબરા ઉપર રહીને જો આપે ઇત્યાદિ. કાળથી અભિગ્રહ - બધાં ભિક્ષચરો ચાલી ગયા પછી મારે ગૌચરી માટે નીકળવું. ભાવાભિગ્રહ - તે હસતા કે રોતા કે તેવા કોઈ ભાવમાં આપે તો મારે લેવું તે.
ભિક્ષાચર્યા તપ કહ્યો, હવે રસ પરિત્યાગ કહે છે. • સૂત્ર • ૧૨૧૪ -
દૂધ, દહીં, ઘી, આદિ પ્રણિત પાન, ભોજન તથા રસોનો ત્યાગ તેને રસ પરિત્યાગ તપ કહે છે.
• વિવેચન - ૧૨૧૪ -
ક્ષીર - દુધ, દહીં - દુધનો વિકાર, સર્પિ - ઘી, આદિ શબ્દથી ગોળ અને પક્વઅન્નાદિ પણ લેવા. પ્રણીત એવા જે પાન -ખજૂરનો રસ આદિ, ખવાય તે ભોજન - ગલત બિંદુ ઓદનાદિ. તેનું પરિવર્જન તે રસ પરિત્યાગ એમ તીર્થકર આદિએ કહેલ છે. તે સ વિવર્જન નામે બાહ્ય તપ છે.
રસ પરિત્યાગ કહ્યો. હવે કાયકલેશને કહે છે - • સૂત્ર - ૧૨૧૫ -
આત્માને સુખાવહ જે વીરાસન આદિ ઉગ્ર આસનોનો અભ્યાસ તેને “કાયકલશ' તપ કહેલો છે.
• વિવેચન - ૧૨૧૫ -
જેના વડે રહેવાય છે, તે સ્થાન - કાયની અવસ્થિતિ ભેદો, જેમકે - વીરાસન - સિંહાસને બેટેલની નીચેથી સિંહાસન લઈ લેતા, તે પ્રમાણે જ જે બેસવું, તે આદિમાં જને છે તે - વીરાસનાદિ. ગોદોહિક આદિ આસન અને લોચ આદિ કષ્ટો પણ અહીં લેવા. * x• x- જીવને સુખાવહ હોય તેવા આસન કહ્યા. અહીં સુખાવહનો અર્થ મુક્તિસુખ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેને શુભાવહ પણ કહે છે. ઉગ્ર - દુઃખે કરીને અનુષ્ઠયપણાથી ઉત્કટ. તે જે પ્રકારે ધારણ કરાય છે, તે કાયકલેશ- કાયાને બાધાકારી કહે છે. - x x x x- એ પ્રમાણે કાયાકલેશ તપ કહીને હવે સંલીનતા કહે છે -
• સૂત્ર - ૧૨૧૬ -
એકાંત, અનાપાત તથા સ્ત્રી-પશ આદિ રહિત શયન અને આસન ગ્રહણ કરવા. તે વિવિક્ત શયનાસન - સંલીનતા તપ છે.
• વિવેચન - ૧૨૧૬ -
એકાંત - લોકો વડે અનાકુળ, અનાપાત - સ્ત્રી આદિ આપાત રહિત, સ્ત્રી, પશુ આદિ રહિત શૂન્ય ગૃહાદિમાં શયન - આસનનું સેવવું તે વિવિક્ત શયનાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org