________________
૧૨૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કાળ ઉણોદરીતા - દિવસના ચાર પ્રહરોમાં પૂર્વવત્ જેટલો કાળ અભિગ્રહનો વિષય થાય તે કાળ વડે અવમત્વ જાણવું અર્થાત તેને કાળના હેતુત્વથી ઉણોદરતા જાણવી. અથવા અભેદ ઉપચારથી તે જ અભિગૃહીત કાળમાં ચરતા તેને ઉણોદરતા જાણવી.
આ જ વાત બીજા પ્રકારે કહે છે - ત્રીજી પોરિસિમાં આ આહારને ત્રણે એષણાથી ગવેસતા, ન્યૂનતમને જ વિશેષથી કહે છે - ચતુર્ભાગ ન્યૂન ત્રીજી પોરિસિમાં, આ કાળ વિષયક અભિગ્રહાદિ પ્રકારથી ગોચરી માટે વિચરે કાળના ઉમોરથી સાધુપણ ઉણોદરી તપ યુક્ત કહેવાય છે. આ કથન ઉત્સર્ગથી ત્રીજી પોરિસિમાં ભિક્ષાટનને આશ્રીને કહેલ છે.
હવે ભાવ ઉણોદરતા કહે છે - સ્ત્રી કે પુરુષ અલંકારાદિથી વિભૂષિત હોય અથવા અલંકારરહિત હોય. વયને આશ્રીને બાલ્ય આદિ કોઈ અવસ્થા હોય, એ રીતે વસ્ત્રાદિમાં કોઈ વિશેષતા ધારણ કરેલ હોય, તેવી અવસ્થામાંથી કોઈ એક અવસ્થા વિષયક અભિગ્રહ લઈને ગોચરી અર્થે જવું.
બીજી રીતે “ભાવ” વિષયક અભિગ્રહ- કોપાયમાન હોય, હસતો હોય ઇત્યાદિ અવસ્થા ભેદથી, વર્ણ વડે કૃષ્ણ આદિ વર્ણ યુક્ત હોય. ઇત્યાદિ પ્રકારે ગૌચરી માટે ભ્રમણ કરે તે ભાવથી ઉનોદરતા જાણવી.
હવે પર્યાય ઉણોદરતા કહે છે - દ્રવ્યમાં અનશન આદિ, ક્ષેત્રમાં ગામ આદિ, કાળમાં પૌષિ આદિ, ભાવમાં સ્ત્રીત્વ આદિમાં કહેલા જે ભાવ અર્થાત પર્યાયો - એક કોળીયો ઉણ આદિ. આ ધાં પણ દ્રવ્યપર્યાયોથી અવમૌદર્યને આસેવે છે. અવમચરક પર્યવચરક ભિક્ષ થાય છે. અહીં પર્યવના ગ્રહણથી પર્યવ પ્રાધાન્ય વિવક્ષાથી પર્યવ ઉણોદરી કહી -
- અથવા આ દ્રવ્યાદિ પર્યાયો વડે ન્યૂનત્વનો આસેવક થાય છે. એક કોળીયાના ઉનવ આદિમાં પણ નવા-પુરાણા આદિ વિશેષ અભિગ્રહવાળા, એ પ્રમાણે ગામ, પોરિસિ, સ્ત્રીત્વ આદિમાં પણ વિશિષ્ટ અભિગ્રહથી આ ઉણોદરતા જાણવી. - x
આ પ્રમાણે ઉણોદરીને આશ્રીને ભિક્ષાચર્યા - • સૂત્ર - ૧૨૧૩ :
આઠ પ્રકારના ગોચરાગ, સાત પ્રકારે એષણા અને અન્ય અનેક પ્રકારના અભિગ્રહ તે ભિક્ષાચ તપ છે. (વૃત્તિસંક્ષેપ તપ છે).
• વિવેચન : ૧૨૧૩ -
આઠ પ્રકારના પ્રધાન આધા કમદિના પરિહારથી, તે આ ગાયની જેમ ચરવું - ઉચ્ચ નીચ કુળોમાં વિશેષથી પર્યટન તે અષ્ટવિધાગ્ર ગોચર, તથા સાત જ એષણા અભિગ્રહણ કરાય તે અભિગ્રહ. જે આનાથી અતિરિક્ત છે, તે ભિક્ષાચયના વિષયપણાથી ભિક્ષાચર્યા વૃત્તિ સંક્ષેપ એવા બીજા નામથી કહેલ છે. અહીં આઠ પ્રધાન ગોચર ભેદો - પેડા આદિ ઉમેરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org