________________
૩૦/૧૨૦૨ થી ૧ર૧૨
૧૨૫ કોળીયો લેવો. તેનાથી જે ન્યૂન ભોજન કરે. આ પ્રમાણે દ્રવ્યથી જે ભોજન તે ઉણોદરી કહેવાય છે.
તેમાં જઘન્યથી એક સિક્યુ ઓછું લેવું. જધન્યથી એકથી આઠ કોળીયા ઓછો આહાર કરે, ઉત્કૃષ્ટથી બાર કે તેથી વધુ કોળીયા ઓછો આહાર કરે. બીજી રીતે અલ્પાહાર, અપાઈ, દ્વિભાગ આદિ ઉણોદરી જાણવી.
ક્ષેત્રથી ઉણોદરી કહે છે - ગામ - ગુણોને ગમે છે તે અથવા જ્યાં અઢાર પ્રકારના કરો વિધમાન છે તે ગામ. નગર - જેમાં કર નથી તે. રાજસ્થાન - રાજા વડે ધારણ કરાય અને રાજાનું પીઠિકા. નિગમ - જ્યાં અનેક વિધ ભાંડનો વેપાર થાય, ઘણાં વણિજોનો નિવાસ છે તે. આકાર - ખાણ, સોના આદિનું ઉત્પત્તિ સ્થાન. પલ્લી - જેમાં દુષ્કત કરનારા લોકો ધારણ કરાય છે કે પાલન કરાય છે તે. અથવા ગહન વૃક્ષાદિમાં આશ્રિત પ્રાંતજનોનો નિવાસ, ખેટ - જેમાં શત્રુઓને ત્રાસ પહોંચાડાય છે તે અથવા ધૂળના પ્રકારોથી પરિક્ષિત. કબૂટ - કુનગર. દ્રોણમુખ - નાવ એ મુખ જેનું છે તે. અથવા જળ અને સ્થળનો નિર્ગમ પ્રવેશ પત્તન • જેમાં ચારે દિશાથી લોકો આવે છે, તે પતન. તેમાં જળપત્તન અને સ્થળપાન બંને હોય છે. મડંબ - બધી દિશામાં અઢી યોજન સુધી જ્યાં ગામ હોતું નથી તેવું સ્થળ.
આશ્રમ - ચોતરફથી જ્યાં તપ કરાય છે તે આશ્રમ. અથવા તાપસ, આવસથાદિને આશ્રીને જે પદને સ્થાનને આશ્રમપદ કહે છે. વિહાર - ભિક્ષ નિવાસ કે દેવગ્રહ. સંનિવેશ - યાત્રાદિથી આવેલા લોકોનો આવાસ. સમાજ - પથિકોનો સમૂહ. ઘોષ - ગોકુળ. ઉચ્ચ ભૂમિભાગે ચતુરંગ બલ સમૂહ રૂપ સૈન્યની છાવણી. સાથે -- ગણિમ, ધરિમાદિથી ભરેલ વૃષભાદિનો સંઘાત, જ્યાં એકઠો થયેલ હોય તે. કોટ્ટ- પ્રાકાર. આ સમાજ આદિ બધાં તે અહીં “ક્ષેત્ર’ કહેલ છે.
વાડ - વાટ કે પાટક અથવા વૃત્તિ વરંડો આદિથી પરિક્ષિત ગૃહ સમૂહ રૂપ. રચ્યા - શેરી, ગલી, આવી વિવક્ષાથી નિયત પરિમાણવાળું જે છે, તેને ક્ષેત્ર કહેવાય છે. તેમાં ભિક્ષાર્થે ચટન કરે. - x-x
હવે બીજી રીતે ક્ષેત્ર ઉણોદરીતાને કહે છે - પોષio ઇત્યાદિ. અહીં પરંપરા એવી છે કે પેડા - તે પેટીની જેમ ચતુષ્કોણ હોય. અદ્ધપs - અર્ધ સંસ્થિત ઘરની પરિપાટી, ગોમુદ્રિકા - વક્ર આવલિકા, પતંગવિથી - પતંગીયાના ઉડવા સમાન અનિયત. શંબુકાવર્ત - શંખના આવર્ત માફક. તે પણ બે ભેદે છે - બાહ્ય શંભૂકાવત્ત અને અત્યંતર બંધૂકાવર્ત. તથા આયત - ગār - પ્રત્યાગત - અહીં આયત એટલે દીર્ઘ - લાંબે જઈને નિવર્સે.
(શંકા) અહીં ગોચર રૂ૫ત્વથી ભિક્ષાચર્યાત્વ છે. તેમાં અહીં ક્ષેત્ર ઉણોદરી કઈ રીતે થઈ?” મારે ઉણોદરીતા છે એ પ્રમાણે અવધારે તો તેમાં કંઈ દોષ નથી. - ૪-પૂર્વે ગ્રામાદિ વિષયના અને આગળ કાલ આદિ વિષયનો નિયતપણાનો અભિગ્રહ કરીને ભિક્ષાચર્યા કરવાથી તે ઉણોદરીકા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org