________________
૨૯/૧૧૮૭
૧૧૯ ઉપર, એક જ સમયમાં અર્થાત્ દ્વિતીયાદિ સમયને સ્પર્યા સિવાય, વક્રગતિ રૂપ વિગ્રહના અભાવથી - હજુગતિથી જ ત્યાં એટલે કે વિવક્ષિત મુક્તિ પદમાં જઈને જ્ઞાનપયોગ- વાળો થઈને સિદ્ધ થાય છે. યાવત્ અંત કરે છે. - x x
આ પ્રમાણે બોતેર સૂત્રોનો અર્થ કહ્યો. (વૃત્તિકારશ્રીએ તે સાથે લીધેલ છે માટે “બોતેર સૂત્રનો અર્થ” એમ કહ્યું અને સમજવાની સરળતા માટે આ બધાં સૂત્રોને છુટા પાડીને નોધેલા છે.)- X- - -
હવે ઉપસંહાર કરતા કહે છે - • સૂત્ર - ૧૧૮૮ -
શ્રમણ ભગવંત મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ આખ્યાત છે, પ્રજ્ઞપિત છે, પ્રરૂપિત છે, દર્શિત છે અને ઉપદર્શિત છે. • તેમ હું કહું છું.
૦ વિવેચન - ૧૧૮૮
અનંતરોક્ત સમ્યકત્વપરાક્રમ અધ્યયનનો અર્થ શ્રમણ ભગવંત મહાવીરે સામાન્ય - વિશેષ પર્યાય અભિવ્યાતિ કથનથી આખ્યાત કર્યો. હેતુફળાદિ પ્રકાશનરૂપ પ્રકર્ષ જ્ઞાપનાથી પ્રજ્ઞાપિત કર્યો. સ્વરૂપ કથનથી પ્રરૂપિત કર્યો. વિવિધ ભેદ દર્શનથી દર્શિત કર્યો. દષ્ટાંતોપન્યાસથી નિદર્શિત કર્યો. ઉપસંહાર દ્વારથી ઉપદર્શિત કર્યો.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org