________________
૧૨૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ( અધ્યયન - ૩૦ - “તપોમાર્ગગતિ” છે
0 ઓગણત્રીશમાં અધ્યયની વ્યાખ્યા કરી. હવે ત્રીશમાનો આરંભ કરે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અપ્રમાદ કહ્યો. અહીં અપ્રમાદવાને તપ કરવો જોઈએ, તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધથી આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગદ્વાર પ્રરૂપણા પૂર્વવત્ યાવત નામ નિષ્પન્ન નિક્ષેપમાં તપોમાર્ગ ગતિ એ ત્રિપદ નામ છે. તેથી જ તે ત્રણ પદનો નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ -- ૫૧૪ થી ૫૧૭ + વિવેચન -
તપનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે થાય છે. નો આગમથી દ્રવ્ય તપના ત્રણ ભેદ - જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિત પંચતપાદિ. ભાવતા બે ભેદે છે - બાહ્ય અને અત્યંતર. માર્ગ અને ગતિ બંને પૂર્વે કહેલ છે. ભાવમાર્ગ તે સિદ્ધિગતિ જાણવી. તપોમાર્ગગતિ આ અધ્યયનમાં બે ભેદે કહી છે. તેથી આ અધ્યયનને “તપમાર્ગગતિ” જાણવું.
પચાપ તે પંચાગ્નિ તપ. જેમાં ચારે દિશામાં ચારે તરફ અગ્નિ હોય અને પાંચમો સૂર્યતાપ. આદિ શબ્દથી લોક પ્રસિદ્ધ બીજા પણ મોટા તપ વગેરે ગ્રહણ કરવા. અજ્ઞાન મળથી મલિનપણાથી તથાવિધ શુદ્ધિ, તે આનું દ્રવ્યત્વ જાણવું. બાહ્ય અને અત્યંતર ભાવ તપ, અહીં વર્ણવીશું.
પૂર્વાદિષ્ટ- “મોક્ષ માર્ગગતિ” નામક અધ્યયનમાં માર્ગને ગતિ શબ્દ કહેવાઈ ગયેલ છે. ભાવ માર્ગમાં મુક્તિપથથી તપોરૂપ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ અવિનાભાવી સંબંધથી ભાવતપ છે. - *- ભાવ માર્ગની ફળ રૂપ ગતિ તે સિદ્ધિગતિ - X- ૪- નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર - - કહે છે.
• સૂત્ર - ૧૧૮૯ -
ભિક્ષ, રાગ અને દ્વેષથી અર્જિત પાપ કર્મનો તપ દ્વારા જે રીતે ક્ષય કરે છે, તેને તમે એકાગ્ર મનથી સાંભળો.
• વિવેચન - ૧૧૮૯ -
જે ક્રમે જ્ઞાનાવરણાદિ પાપકર્મોને રાગદ્વેષ વડે ઘણાં ઉપાર્જિત કર્યા તેને મિક્ષ હવે કહેવાનાર રૂપે ખપાવે છે. તેને એકાગ્રચિત્તે સાંભળો, આમ કહીને શિષ્યને અભિમુખ કરે છે. કેમકે અનભિમુખ ને ઉપદેશ ન થાય. અહીં અનાશ્રવથી સર્વથા કર્મ ખપે છે,
તેથી તેને કહે છે - • સૂત્ર - ૧૧૯૦, ૧૧૯૧ -
પ્રાણવધ, મૃષાવાદ, આદત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિરતિથી જીવો આશ્રવ રહિત થાય છે... પાંચ સમિતિ, ત્રણ ગુતિ. આકાય. જિતેન્દ્રિય, ગારવરહિત, શલ્યરહિતતાથી જીવો અનાશ્રવ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org