________________
૨૯/૧૧૫૦
૧૦૭
અયોગીભાવ જન્મે છે. અયોગીજીવ નવા કર્મો બાંધતો નથી કેમ કે તેના કારણનો અભાવ થાય છે. પૂર્વ બદ્ધ - ભવોપગ્રાહી ચાર કર્મને નિજર છે - ક્ષય કરે છે.
• સૂત્ર - ૧૧૫૧ -
ભગવન ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણોને પામે છે. તેવો જીવ લોકાગે પહોંચીને પરમસુખી થાય છે.
• વિવેચન - ૧૧૫૧ -
યોગના પ્રત્યાખ્યાનથી શરીર પણ પ્રત્યાખ્યાત જ થાય છે તો પણ તેના આધારત્વથી મન અને વચન યોગ કરતાં તેના પ્રાધાન્યને જણાવવા આ પ્રત્યાખ્યાન કહે છે - તેમાં શરીર એટલે દારિકાદિ, તેના પ્રત્યાખ્યાનથી સિદ્ધોના અતિશય ગુણોને પ્રાપ્ત કરે છે. સિદ્ધોના અતિશય ગુણ સંપન્ન જીવ લોકાગ્ર - મુક્તિપદને પામી અતિશય સુખવાળો થાય છે.
• સૂત્ર - ૧૧૫ર -
ભગવનું ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવને પામે છે. એકીભાવ પ્રાપ્ત જીવ એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાકલહ, ક્રોધાદિ કષાય, તું-તું અને હું-હું આદિથી મુક્ત રહે છે. સંયમ અને સંચમાં બહુલતા પામીને સમાધિ સંપન્ન થાય છે.
• વિવેચન - ૧૧૫ર -
સંભોગ આદિ પ્રત્યાખ્યાનો પ્રાયઃ સહાય પ્રત્યાખ્યાનથી જ સુકર થાય છે. સહાય - સાહાટ્યકારી યતિઓ તેના પ્રત્યાખ્યાનથી જ એકત્વને પામે છે, એકતાપ્રાપ્ત જીવ એકાલંબનત્વના અભ્યાસથી અલ્પ - અભાવવાળા થાય. શેના અભાવવાળા? વાક્ કલહ, કષાય ઇત્યાદિ તતા સંયમ અને સંવરમાં બહુલતા પામી જ્ઞાનાદિ સમાધિવાળા બને છે.
• સૂત્ર - ૧૧૫૩ •
ભગવનું ! ભક્ત પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોના જન્મ મરણને રુવે છે.
• વિવેચન - ૧૧૫૩ -
સમાધિવાન જીવ અને ભક્ત પ્રત્યાખ્યાન થાય છે. તેથી તેને કહે છે. આહારનો પરિત્યાગ તે ભક્ત પરિજ્ઞાદિ અનેક સેંકડો ભવોનો શોધ કરે છે. તથાવિધ દઢ વ્યવસાયતાથી સંસારના અભત્વને પામે છે.
• સૂત્ર - ૧૧૫૪ -
ભગવન / સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? જીવ સદ્ભાવ પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. નિવૃત્તિ પ્રાપ્ત અણગાર Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org