________________
૨૯:૧૧૪૦
• સૂત્ર - ૧૧૪૦
ભગવન્! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે? તપથી જીવ પૂર્વ સંચિત
કર્મોને ક્ષય કરીને વ્યવદાન - વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે.
-
-
♦ વિવેચન ૧૧૪૦
સંયમવાન્ ને પણ તપ વિના કર્મક્ષય થતો નથી. તેથી ‘તપ’ને કહે છે. તપ વડે વ્યવદાન અર્થાત્ પૂર્વબદ્ધ કર્મોના અપગમથી - ક્ષય થવાની વિશિષ્ટ શુદ્ધિને પામે છે. • સૂત્ર
૧૧૪૧ -
ભગવન્! વ્યવદાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વ્યવદાનથી જીવને અક્રિયા પ્રાપ્ત થાય છે. અક્રિય થયા પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે અને બધાં દુઃખોનો અંત કરે છે.
• વિવેચન ૧૧૪૧ -
૧૦૩
-
આ વ્યવદાન એ તપનું અનંતર ફળ હોવાથી તેને કહે છે. વોદાણથી અવિધમાન ક્રિયા અર્થાત્ વ્યુપરત ક્રિયા નામક શુક્લ ધ્યાનના ચોથા ભેદને પામે છે. અક્રિયાક · વ્યુપરતક્રિયા નામે શુક્લધ્યાનવર્તી થઈને પછી નિષ્ઠિતાર્થ થાય છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગથી વસ્તુ તત્ત્વને જાણે છે, સંસારથી મુક્ત થાય છે, પણ ફરીથી સંસારમાં તેમનું આગમન થતું નથી. તેથી જ તેઓ પરિનિર્વાણને પામે છે. ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. .
*X* X-X - X* X **
૦ સૂત્ર - ૧૧૪૨ -
ભગવન્! સુખના શાતનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સુખશાતનથી વિષયો પ્રતિ અનુત્સુક્તા થાય છે. અનુત્સુક્તાથી જીવ અનુકંપા કરનાર અનુભટ, શોકરહિત થઈને ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે.
♦ વિવેચન - ૧૧૪૨ -
વ્યવદાન હોવા છતાં સંયમાદિમાં સુખશાયિતામાં જ થાય છે. તેને જ કહે છે. તેમાં સુખમાં સુનાર અર્થાત્ પ્રવચન શંકાદિ - x - x - ચારે પ્રકારની સુખ શય્યામાં સ્થિપણાથી નિરાકુલ પણે રહે છે. તેથી સુખશાયિ, તેનો જે ભાવ ને સુખશાયિતા, તેમાં અનુત્તુક. અર્થાત્ પરલાભ દિવ્ય - માનુષ કામ ભોગોમાં સર્વદા નિસ્પૃહત્વ.
ને
અથવા બીજો અર્થ લેતા - સુખ તે વૈષયિક, શાતયતિ - તેને મેળવવાની સ્પૃહાના નિવારણ વડે દૂર કરે છે. તે સુખ શાતા તેમાં અનુત્તુક.
સુખશાય - સુખેથી શયન, તેના વડે. અથવા સુખનું શાતન, તેના વડે. જીવનું અનુત્સુકત્વ અર્થાત્ વિષયસુખ પ્રતિ નિઃસ્પૃહત્વને ઉત્પન્ન કરે છે. સંયમાદિમાં જ નિષ્પન્નમાનસવાળા.- x - x - •
સુખોત્સુક જ મરતા એવા પણ પ્રાણીને અવલોકતા સ્વસુખમાં રસિક જ રહે છે. આ અનુકંપકો તેનાથી વિપરીત હોય છે, તેથી દુઃખથી કંપતાને જોઈને, તેમના દુઃખે દુઃખિત થઈને પોતે પણ તત્કાળ જ કંપે છે. વિગતશોક
આ લોકના પ્રયોજન ભ્રંશ
Jain Education International
For Private & Personal Use Only
Ad
www.jainelibrary.org