________________
૧૦૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ થવા છતાં શોક કરતા નથી કેમ કે તેઓ મુક્તિપદની બદ્ધ પ્રહાવાળા છે. આવા પ્રકારના પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયથી ચાસ્ત્રિ મોહનીય કમને ખપાવે છે.
• સૂત્ર - ૧૧૪૩ -
ભગવન ! અપ્રતિબદ્ધતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? આપતિબકતાથી જીવ નિશ્ચંગ થાય છે. નિત્સંગ હોવાથી જીવ એકાકી થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત્રિ સદા સર્વત્ર વિરક્ત અને આપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે.
• વિવેચન - ૧૧૪૩ -
સુખ શય્યાસ્થિતને અપ્રતિબદ્ધતા થાય છે, તેથી તેને જણાવતા કહે છે. અપ્રતિબદ્ધતાથી - મનમાં નિરાસક્તિપણાથી નિઃસંગત - બાહ્ય સંગનો અભાવ પ્રાપ્ત થાય છે. નિઃસંગcથી જીવ એક - રાગાદિ વિકલતાથી, તેથી જ એકાગ્રચિત્તધર્મમાં એક મનવાળો થાય છે. તેથી રાત્રિ કે દિવસમાં સદા બાહ્ય સંગનો ત્યાગ કરતો અપ્રતિબદ્ધ થઈને વિચરે છે. વિશેષથી પ્રતિબંધરહિત થઈને માસકમ્પાદિ ઉધતવિહારથી વિચરે છે.
• સૂત્ર - ૧૧૪૪ -
ભગવાન ! વિવિક્ત શયનાસનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિવિક્ત શયનાસનથી જીવ ચારિક ગતિને પામે છે, ચારિત્રગુતિથી જીવ વિવિક્તાહારી, દઢ ચારિત્રી, એકાંત પિય, મોક્ષભાવ પ્રતિપન્ન થઈ આઠ કમની ગ્રંથીની નિર્જી - ક્ષય કરે છે.
• વિવેચન - ૧૧૪૪ -
પ્રતિબદ્ધતા વિવિક્તશયનાસનતામાં સંભવે છે. તેથી તેને કહે છે. વિવિક્ત એટલે સ્ત્રી આદિ અસંસક્ત શયન, આસન, ઉપાશ્રય જેને છે તે. તેનાથી ચાત્રિની રક્ષાને પામે છે. ગુમ ચાસ્ત્રિી જીવો વિકૃતિ આદિ રહિત આહારવાળા થાય છે. ગુપ્ત ચારિત્રી જ સર્વત્રનિસ્પૃહ થાય છે. તથા દેટ-નિશ્ચલ ચારિત્ર, તેથી જ એકાંત-નિશ્ચયથી અભિરતિમાનને એકાંતરત થાય, તથા મુક્ત અંતકરણને આશ્રીને મોક્ષભાવ પ્રતિપન્ન એવો મારે મોક્ષ જ સાધવો જોઈએ એવા અભિપ્રાય વાળો આઠ પ્રકારની કર્મગ્રન્થિ જેવી દુર્ભેધ ગ્રંથિને ક્ષપક શ્રેણી પામીને ખપાવે છે.
• સૂત્ર - ૧૧૪૫ •
ભગવન્! વિનિવર્ધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિનિવર્નના થકી પાપકર્મો ન કરવાને માટે ઉધત રહે છે. પૂર્વબદ્ધ કમની નજરથી કને નિવૃત્ત કરે છે. પછી ચાતુરંત સંસારકાંતારને શીવ પાર કરી જાય છે.
• વિવેચન - ૧૧૪૫ -
વિવિક્ત શયના સનતામાં વિનિવર્તન થાય છે. તેથી તેને કહે છે - વિનિવર્તના - વિષયોથી આત્માને પરાંમુખ કરણ રૂપતાથી, પાપકર્મ એટલે સાવધ અનુષ્ઠાનોને Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org