________________
ર/૫, ૬ એ. પરંતુ શત્રુનો જય કરવામાં આ સહાયક છે, એવી બુદ્ધિથી સાધુવતુ જ જુએ છે.
તો શું ફરી અપકારને માટે ઉપસ્થિત થાય કે સંકલશ પામે ? અસાધુ જ છતી શક્તિએ પ્રતિ અપકારને માટે ઉપસ્થિત થાય અને શક્તિ ન હોય તો વિકૃત દષ્ટિથી જુએ અથવા સંકલેશ કરે. xx- અસાધુતાનો વિચાર પણ ન કરે - તેની ઉપર દ્રોહ સ્વભાવ ધારણ ન કરે.
હવે વાત એ દ્વાર છે. તેમાં “હતો ન સંજવલેદ” આદિ સૂત્ર અર્થથી સ્પર્શના ઉદાહરણ કહે છે.
• નિયુક્તિ - ૧૧૧ થી ૧૧૩ + વિવેચન :
આ ત્રણે નિયુક્તિનો અક્ષરાર્થ બતાવીને વૃતિકાર આગળ કહે છે કે - ભાવાર્થ તો સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે -
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા, ધારિણી રાણી હતી. તેનો પુત્ર સ્કંદક નામે કુમાર હતો. તેની પુરંદરયશા નામે બહેન હતી. તે કુંભકારકટ નગરમાં દંડકી નામે રાજા હતો. તેની સાથે પુરંદરયશાને પરણાવી. તે દંડકી રાજાને પાલક નામે બ્રાહ્મણ પુરોહિત હતો.
કોઈ દિવસે શ્રાવસ્તીમાં મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પધાર્યા, પર્ષદાનીકળી, સ્કંદક (ખંધક) પણ નીકળ્યો, ધર્મ સાંભળીને તે શ્રાવક થયો.
કોઈ દિવસે તે પાલક બ્રાહ્મણ દૂતપણાને કારણે શ્રાવસ્તી આવ્યો. સભા મળે સાધુના અવર્ણવાદ કરતા પાલકને અંધકે અનુત્તર વડે માગણી કરતા પાલકને પ્રસ્વેષ થયો. ત્યારથી અંધકના છિદ્રો જાસુસ પુરષો વડે માગણા કરતો વિચરે છે. તેટલામાં અંધકે પ૦૦ લોકો સાથે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. ખંધકમુનિ બહુશ્રુત થયા. તે ૫૦૦ને તેના શિષ્યરૂપે અનુજ્ઞા આપી.
કોઈ દિવસે બંધકરષિએ ભગવંતને પૂછયું- હું બહેનની પાસે જાઉ છું. ભગવંતે કહ્યું મારણાંતિક ઉપસર્ગથશે. ખંઘકમુનિએ પૂછ્યું કે હું આરાધક થઈશકે વિરાધક? ભગવંતે કહ્યું- તને છોડીને બાકીના બધાં આરાધક થશે. ખંધકઋષિએ કહ્યું- સુંદર, જો આટલાં બધાં આરાધક થાય. તેઓ કુંભકારકટ નગરે ગયા. તેઓ જે ઉધાનમાં રહેલા, ત્યાં પાલકે આયુધોને ગોપાવી દીધા. પછી રાજાને વ્યગ્રાહિત કર્યા કે - આ કુમાર પરીષહથી પરાજિત થઈને, આ ઉપાયથી આપને મારીને રાજ્યને ગ્રહણ કરશે. જો આપને વિશ્વાસ ન હોય તો ઉધાનમાં જઈને જુઓ. આયુધો ગોપવેલ હતા, તે બતાવ્યા.
તે સાધુઓને બાંધીને તે જ પુરોહિતને સોંપી દીધા. તે બધાંને એક પુરષયંત્રઘાણીમાં નાંખીને પીલી નાંખ્યા. તે બધાંએ સમ્યફ રીતે તે વેદનાને સહન કરી. તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થયા.
બંધક પણ પડખે લઈ જવાયો. લોહીના છાંટા ઉડતા અને મરતા બધાંની પાછળ યંત્રમાં પીલાતા તેઓ નિયાણું કરીને અગ્નિકુમારમાં ઉપજ્યા.
For Private & Personal Use Only
Lanternational
www.jainelibrary.org