________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
ત્યારે તે યક્ષે અનુકંપા કરતા માળીના શરીરમાં પ્રવેશ કર્યો, તડ-તડ કરતાં બંધનો છેદીને લોઢાનો સહસપલ નિષ્પન્ન મુદ્ગર લઈને અન્યાવિષ્ટ થઈને તે છ એ પુરુષ અને સાતમી સ્ત્રી એ સાતેને મારી નાંખ્યા. એ પ્રમાણે રોજે રોજ છ પુરુષ અને એક સ્ત્રી એ સાતેનો ઘાત કરતો રહે છે. રાજગૃહ નગરથી લોકો પણ ત્યાં સુધી ન નીકળતા જ્યાં સુધી તે સાતેનો ઘાત ન કરી દે.
εξ
તે કાળે, તે સમયે ભગવન્ મહાવીર પધાર્યા. યાવત્ સુદર્શન શ્રેષ્ઠી વંદનાર્થે નીકળ્યો. અર્જુને તેને જોયો. સુદર્શન સાગાર અભિગ્રહ કરીને રહ્યો. અર્જુન, તેની ઉપર આક્રમણ કરી શકતો નથી, તેની ફરતે ભમતાં-ભમતાં થાકી ગયો. અર્જુન સુદર્શનને અનિમેષ દૃષ્ટિથી અવલોકે છે. યક્ષ પણ મુદ્ગર લઈને ચાલ્યો ગયો. અર્જુન પડી ગયો. ઉભો થઈને પૂછે છે - તું ક્યાં જાય છે ? સુદર્શને કહ્યું - ભગવંતને વંદનાર્થે જાઉં છું. તે પણ સાથે ગયો. ધર્મ સાંભળીને દીક્ષા લીધી.
રાજગૃહમાં ભિક્ષાર્થે નીકળતા, આ અમારા સ્વજનનો મારક છે એ પ્રમાણે લોકો આક્રોશ કરે છે. વિવિધ આક્રોશને તે સમ્યક્ સહન કરે છે. તે સહન કરતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે બીજા સાધુઓએ પણ આક્રોશ પરીષહ સહન કરવો જોઈએ. ક્યારેક કોઈ આક્રોશ માત્રથી સંતુષ્ટ ન થઈને અધમાધમ તે વધુ પણ કરે, તેથી વધ પરીષહ કહે છે -
♦ સૂત્ર ૫, ૬
તાડનાદિ કરાવા છતાં ભિક્ષુ ક્રોધ ન કરે. મનમાં પણ પ્રદ્વેષ ન કરે. તિતિક્ષાને શ્રેષ્ઠ અંગ જાણીને, મુનિ ધર્મનું ચિંતન કરે... સંયત અને દાંત શ્રમણને કદાચ કોઈ ક્યાંય મારે - પીટે, તો તેણે ચિંતન કરવું જોઈએ કે આત્માનો નાશ થતો નથી.
૭ વિવેચન - ૫, ૬
લાકડી વડે તાડિત કરાવા છતાં મુનિ કાયા વડે કંપન. પ્રતિ હનન આદિ વડે, વચનથી પ્રતિ આક્રોશ દાનાદિથી પોતાને ગાઢ બળતો ન દેખાડે. (બાળે નહીં), મનમાં પણ પ્રદ્વેષ ન કરે - કોપથી ચિત્તને વિકૃત ન કરે, પણ તિતિક્ષા - ક્ષમાને ધારણ કરે. ક્ષમાને ધર્મસાધન પ્રતિ પ્રકર્ષવતી જાણીને યતિધર્મમાં અથવા ક્ષાંતિ આદિ ભિક્ષુ ધર્મના વસ્તુ સ્વરૂપને ચિંતવે. જેમ કે - મુનિ ધર્મ ક્ષમામૂલ જ છે. આ જે નિમિત્તે કર્મો સંચિત કર્યા છે, તેનો જ આ દોષ છે. તેના પ્રતિ કોપ ન કરવો. આને જ બીજા પ્રકારે કહે છે.
ન
માઁ - શ્રમણ કે સમમનસ્ - તથાવિધ વધમાં પણ ધર્મ પ્રત્યે પ્રકૃષ્ટ ચિંતવાળા રહે. શ્રમણ તો શાક્યાદિને પણ કહે છે, તેથી જણાવે છે - સંયા - પૃથ્વી આદિની હિંસાથી નિવૃત્ત. તે પણ કદાચ લાભાદિ નિમિત્તે બાહ્યવૃત્તિથી જ સંભવે, તેથી કહે છે ઇંદ્રિય અને મનના દમનથી દાંત. તેમને કોઈ પણ તેવો અનાર્ય ગ્રામાદિમાં તાડન કરે. ત્યાં શું કરવું ? તે કહે છે - આત્માના ઉપયોગ રૂપનો નાશ - અભાવ થતો નથી. તેના પર્યાય વિનાશરૂપપણાથી ત્યાં ત્યાં હિંસાને પણ કહી છે, તેથી તેને ઘાતક રૂપે ન
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org