________________
૨૬૯, ૭૦
૯ ૩ હવે અગ્નિદ્વારમાં “શંકાભીતોનગચ્છન્જ' સૂત્ર અવયવના અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૭ + વિવેચન - - આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથ જાણવો, તે વૃત્તિકાર કહે છે -
હસ્તિનાપુર નગરમાં કુરુદત્તસુત નામે શ્રેષ્ઠીપુત્ર હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. તેણે કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમા સ્વીકારી. સાકેતનગરની કંઈક નીકટ છેલ્લી પોષી થઈ, ત્યાં જ ચાર રસ્તે પ્રતિમા ધ્યાને રહ્યા. તેમાં કોઈ એક ગામથી ગાયોનું હરણ કરીને લઈ જતા હતાં. ત્યાં શોધ કરતાં હત ગવેષકો આવ્યા, તેટલામાં સાધુને જોયા. ત્યાં બે માર્ગો હતા. પછી તેઓ જાણતા ન હતા કે કયા માર્ગેથી ગાયો લઈ જવાઈ. તેઓએ સાધુને પૂછ્યું. ત્યારે તે સાધુએ ઉત્તર ન આપ્યો. તેઓએ રુષ્ટ થઈને સાધુના મસ્તકે માટીની પાળ બાંધી, તેમાં ચિતામાં રહેલ અંગારા લાવીને મસ્તકમાં ભર્યા. પછી ચાલી ગયા. તે સાધુએ સમ્યક્ રીતે સહન કર્યું.
આ પ્રમાણે નૈષધિની પરીષહ સમ્યક્ પ્રકારે સહેવો. નૈષેધિકીથી સ્વાધ્યાયાદિ કરીને શય્યા પ્રતિ નિવર્તે, તેથી તે પરીષહને કહે છે -
• સુત્ર - ૧, કર
સારી કે ખરાબ શા - ઉપાસને કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષ સંયમ - મયદાનો ભંગ ન કરે, પાપ જ મર્યાદાને તોડે છે... પ્રતિરિક્ત ઉપાય પામીને. પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મને એમ વિચારીને રહે છે - એક રાતમાં શું થશે ? એ પ્રમાણે ત્યાં સહન કરે.
• વિવેચન - ૧, કર
ઉચ્ચ - ઉદ્ધ ચિત્ત, ઉપલક્ષણથી ઉપલિમતલઆદિ વાળી, અથવા શીત, આતપ નિવારકત્વાદિ ગુણો વડે બીજી શય્યા કરતા ઉચ્ચ, સુંદર. તેનાથી વિપરીત તે અવચા - ખરાબ અથવા વિવિધ પ્રકારની તે ઉચ્ચાવા એવી વસતિ વડે પ્રશસ્ત તપોયુક્ત. ભિક્ષ, શીતાતપાદિ સહન કરવામાં સામર્થ્યવાન સ્વાધ્યાયાદિ વેળાને અતિક્રમીને, શીતાદિ વડે અભિભૂત થઈ બીજા સ્થાને ન જાય. અથવા અન્ય સમય અતિશાયિની મર્યાદા - સમતારૂપા ઉચ્ચ શવ્યાને પામવા છતાં અહો ! હું ભાગ્યવાન છે, જે આવી સર્વવતુ સુખોત્પાદિની વસત મળી અથવા અવય - ખરાબ શય્યા પામીને અહો ! મારી અંદભાગ્યતા, જે વસતિમાં શીતાદિ નિવારિકા પણ પ્રાપ્ત નથી. એ પ્રમાણે હર્ષ કે વિષાદિથી મર્યાદા ન ઉલ્લંધે. પાપદષ્ટિ હોય તે ઉલ્લંધે.
તો પછી શું કરે ? સ્ત્રી આદિ વિરહિતત્વથી વિવિક્ત કે અવ્યાબાધ ઉપાશ્રયને પામીને શોભન અથવા ધૂળના ઢગલાથી વાત હોવાથી અશોભન હોય તો તે ઉભયમાં કંઈ સુખ કે દુખ ન પામે. પણ કલ્યાણક કે પાપક વસતિ મને એક રાત્રિમાં શું કરી શકશે ? તેમ વિચારે. અહીં શો અભિપ્રાય છે? કેટલાક પૂર્વે સંચિત સુકૃતથી વિવિધ મણિકિરણના ઉધોત યુક્ત, મહાધન સમૃદ્ધા, મહારજતથી યુક્ત ભિત્તિ, મણિનિર્મિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org