________________
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ નથી. આચાર્ય તેને એક શ્રેષ્ઠીના કુળમાં લઈ ગયા. ત્યાં બાળક છ માસથી રડતો હતો. કેમકે રેવતિકા વડે ગૃહિત હતો. આચાર્યએ ચપટી વગાડી. કહ્યું - ર૭ નહીં. તેમના પ્રભાવે વ્યંતરીએ તે બાળકને મુક્ત કર્યો. તે ગૃહસ્થોએ ખુશ થઈને ઇચ્છિત ગૌચરીથી પ્રતિલાવ્યા. તે સાધુને વિદાય આપી. આ કુળો છે, તે બતાવ્યા.
આચાર્યએ ઘણું ભ્રમણ કરીને પોતાના માટે અંતપ્રાંત ભિક્ષા લીધી. ઉપાશ્રયે આવ્યા, ભોજન કર્યું. આવશ્યક વેળા આલોચનામાં આલોચના કરતા કહ્યું- હે શિષ્યા તેં ધાબીપિડ ખાધેલ છે, તેની આલોચના કરો. તે સાધુને દ્વેષ થયો. ત્યાંથી નીકળી ગયો. અર્ધરાત્રિમાં વર્ષા અને અંધકાર વિકવ્ય. સાધુ કંપવા લાગ્યો. આચાર્યએ કહ્યું - અહીં આવી જા. સાધુ બોલ્યો - અંધકાર છે. આચાર્યએ આંગળી દર્શાવી, તે પ્રજ્વલિત હતી. આવીને તેણે આલોચના કરી. આચાર્યએ પણ તેને નવ ભાગોનું કથન કર્યું.
જેમ મહાત્મા સંગમ સ્થવિર આચાર્યએ ચર્ચા પરીષહ સહન કર્યો. તે પ્રમાણે બીજાઓએ પણ સહન કરવો. જે રીતે આ ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ સહન કરે છે, એ પ્રમાણે નૈષેધિક પરીષહ પણ શરીરાદિમાં અપ્રતિબદ્ધ હોય તેણે સહન કરવો જોઈએ.
• સૂત્ર ૬૯, ૭૦,
રમશાનમાં, ન્યગૃહમાં, વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અપળ ભાવથી બેસે. બીજા કોઈ પ્રાણીને કષ્ટ ન આપે. ઉક્ત સ્થાને બેઠવા એવા તેમને જે કોઈ ઉપસર્ગ થાય તો તેને સમાભાવે ધારણ ક્ય, અનિષ્ટની શંકાથી ભયભીત થઈને, ત્યાંથી ઉઠીને અન્ય સ્થાને ન જાય,
• વિવેનચ - ૯, ૨૦
મૃતકોનું શયન જેમાં થાય તે શ્મશાન તેમાં શૂન્ય- જ્યાં કોઈ રહેતું ન હોય તેવું ગૃહ તે શૂન્યાગાર, વૃક્ષના અધો ભૂભાગમાં, એકલો કે પ્રતિમા સ્વીકારીને રહે તે એકગઃ અથવા એક પણ કર્મ સહિતતાના અભાવે મોક્ષે જાય, તેની પ્રાપ્તિ ને યોગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત તે એકગા, અશિષ્ટ ચેષ્ટા રહિત રહે. બીજા કોઈને ત્રાસ ન આપે. -x- શ્મશાનાદિમાં પણ એકલો, અનેક ભયો પ્રાપ્ત થવા છતાં પણ સ્વયં ડરે નહીં. સ્વયં પણ વિકૃત સ્વર કે મુખાદિ વિકારથી બીજાને ભય ન ઉપજાવે, અથવા કંથ આદિની વિરાધનાના ભયથી કર્મબંધ હેતુત્વથી કુત્સિત હાથ-પગ આદિ વડે સ્પંદન ન કરતો રહે, બીજાને ક્ષોભ પમાડે, જેથી અસંયમ ન થાય. ત્યાં રહેતા કદાચિત ઉપસર્ગ આવે તો જે કરે, તે કહે છે -
ત્યાં શ્મશાનાદિમાં રહેતા, સમીપતાથી સર્જાતા - નિર્મચનર કે દેવો વડે કર્મના વશથી આત્મા વડે કરાય તે ઉપસર્ગને અંતભવિત અર્થત્વથી ધારણ કરે. ઉત્કટ પણે અત્યંત ઉત્મિક્ત શત્રુવટુ અભિમુખ કરે. ૪- અથવા જે ઉપસર્ગો સંભવે, તેને ધારણ કરે - આ મને કે મારા ચિત્તને વળી શું ચલિત કરી શકશે ? તેમ વિચારે. તેના વડે કરાતા અપકાર શંકાથી ત્રાસ ન પામે, ઉઠીને બીજે ન થાય. અર્થાત તે સ્થાન છોડીને બીજા કોઈ સ્થાને - જ્યાં બેસાય તે આસને ન જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org