________________
ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ/૧ કહ્યું - જો દીક્ષા લઈશ, તો જ તને મુક્ત કરીશ. તે તેના ભારને કારણે અતીવ પરિતાપ પામતા વિચારે છે કે- મારે દીક્ષા લેવી એ જ શ્રેયસ્કર છે. તેણે કહ્યું કે, હું દીક્ષા લઈશ. દીક્ષા લીધી, દેવ ગયો. તેણે તુરંત દીક્ષા છોડી દીધી. તે દેવે અવધિજ્ઞાનથી જોઈને તેના શરીરમાં ફરી રોગ ઉત્પન્ન કરી દીધો. તે જ ઉપાયથી ફરી પણ પ્રવ્રજિત કર્યો. એ પ્રમાણે એક, બે, ત્રણ વખત તેણે દીક્ષા છોડી દીધી પછી દેવે પણ તેની જ સાથે તૃણભાર લઈને સળગાવીને ગામમાં પ્રવેશે છે ? દેવે કહ્યું - તું કેમ ક્રોધ-માન-માયા-લોભથી બળતાં ગૃહવાસમાં પ્રવેશે છે? તો પણ તે બોધન પામ્યો.
પછી બંને પણ ચાલ્યા. વિશેષ એ કે દેવ અટવીમાં ઉત્પથથી ચાલ્યો. પુરોહીત પુત્રનો જીવ બોલ્યો - કેમ તું આ માર્ગને મૂકીને ચાલે છે? દેવે તેને કહ્યું - તું શા માટે મોક્ષ પથને છોડીને સંસાર અટવીમાં પ્રવેશે છે? તો પણ તે બોધ ન પામ્યો. પછી કોઈ દેવકુળમાં વ્યંતર અર્ચિતથી નીચે પડે છે. તે બોલ્યો - અહો ! વ્યંતર અધન્ય અને અપુણ્ય છે જે ઉપરિ અર્ચિત કરીને નીચે પડે છે. તે દેવે તેને કહ્યું - અહો ! તું પણ અધન્ય છે, જે ઉપર સ્થપાયેલ અને અર્ચનીય એવા સ્થાનમાં ફરી ફરી દીક્ષા છોડે છે. પુરોહીત પુત્રના જીવે તેને પૂછ્યું - તું કોણ છે?
તે દેવે મૂકરૂપ દર્શાવ્યું તેનો પૂર્વભવ કહ્યો. તેણે પૂછ્યું - તમે કહો છો, તેની શી ખાત્રી? હું દેવ હતો, ઇત્યાદિ. પછી તે દેવ તેને લઈને વૈતાદ્ય પર્વત ગયો. સિદ્ધાયતન કૂટે ગયો. ત્યાં તેણે પૂર્વે સંકેત કરેલો કે જો હું બોધ ન પામું તો મારા આ નામાંકિત કુંડલ યુગલને સિદ્ધાયતનની પુષ્કરિણીમાં દેખાડવા તે દેવે તેને દેખાડ્યા. તેને કુંડલ જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી બોધ પામ્યો. પ્રવજિત થયો તેને સંયમમાં રતિ થઈ, પૂર્વે અરતિ હતી, પછી રતિ જન્મી. આ સંયમમાં અરતિનું કારણ સ્ત્રી વડે નિમંત્રિત થતાં તેણીનો અભિલાષ છે, તેથી હવે સ્ત્રી પરીષહ કહે છે - 1 સૂત્ર - ૬૫, ૬૬
લોકમાં જે રીઓ છે, તે પરપોને માટે બંધન છે” જેઓ આ જાણે છે, તેનું શામય સકત - સફળ છે... “બ્રહ્મચારીને માટે સ્ત્રીઓ પંક સમાન છે” મેધાની મુનિ જા સમજીને કોઈ રીતે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે, પણ આત્મગષક બને.
• વિવેચન - ૬૫, ૬૬
રાગાદિને વશ થઈને પ્રાણી જે આસક્તિને અનુભવે છે તે ‘સંગ’ અનંતર કહેવાનાર પુરષોને, તે જ કહે છે. જે કોઈ માનુષી, દેવી કે તિર્યચીણી, તિછ લોકાદિની સ્ત્રીઓ છે, તેના હાવભાવાદિ વડે અત્યંત આસક્તિ હેતુ મનુષ્યોને થાય, એમ કહ્યું. અન્યથા ગીત આદિમાં પણ મનુષ્યો આસક્ત થાય છે. મનુષ્યો લેવાનું કારણ એ છે કે તેઓમાં જમૈથુન સંજ્ઞાનો અતિરેક છે. તેથી શું ? યતિ આ સ્ત્રીઓને સર્વ પ્રકારે જાણીને, તેમાં જ્ઞપરિફાથી અહીં અને બીજે પણ મહાન અનર્થ હેતુ પણે જાણે. ૪-૪અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે, તેના જ પ્રત્યાખ્યાતા થાય. સુકૃત – સારી રીતે અનુષ્ઠિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org