________________
૨/૬૫, ૬૬ અથવા સુખેથી અનુષ્ઠાન કરવાનું શક્ય, શ્રામાય - વ્રતને, અર્થાત્ અવધના હેતુનો ત્યાગ જ વ્રત છે અને રાગદ્વેષ જ તત્ત્વથી તેનો હેતુ છે.
ઉક્તનીતિથી સ્ત્રીઓ જ દુત્યજ્ય જ છે. તેથી તેના ત્યાગમાં બીજુતજેલ જ છે તેના પ્રત્યાખ્યાનથી સુકૃતત્વને પ્રામાણ્ય કહે છે. આ કારણે હવે શું કરવું તે કહે છે -
અનંતરોક્ત પ્રકારે અત્યંત આસક્તિ હેતુત્વ લક્ષણથી સ્વરૂપ અભિવ્યાતિથી જાણીને, મેધાવી - અવધારણ શક્તિમાન, કાદવરૂપ - મુક્તિપથપ્રવૃત્તના વિબંધકત્વથી અને માલિન્ય હેતુત્વથી સ્ત્રીઓ કાદવરૂપ જ છે. એ પ્રમાણે બુદ્ધિથી ગ્રહણ કરીને મેધાવી એમ કહે છે - આ સ્ત્રીઓ તુચ્છ આશયત્વાદિથી લઘુ છે. તેથી તેણીઓ વડે ન હણાવું - વિશેષથી સંયમ જીવિતવ્ય વ્યાપરોપણરૂપ અતિશયથી આત્માને સામત્ય ઉચ્છદ રૂપે અતિપાત કરે છે. તેથી ધર્માનુષ્ઠાનને આરાધે છે અને આત્માની ગવેષણા કરે. અર્થાત્ મારો આત્મા કઈ રીતે ભવથી નિતારીત કરવો, એ પ્રમાણે અન્વેષણા કરે, તે આભગવેષક. સિદ્ધિ કે આત્મા, કઈ રીતે મારા થાય, એ પ્રમાણે અન્વેષણા કરે તે આત્મ ગવેષક. અથવા આત્માની જ ગષણા કરે તે આત્મ ગષક. ભિતના ચિત્રમાં રહેલ સ્ત્રીને જોઈને પણ દૃષ્ટિ સંહરી લેવી.
હવે પ્રતિમા દ્વારનું વિવરણ કરતાં “યસ્થતા પરિજ્ઞાતા” ઇત્યાદિ સૂત્ર સૂચિત ઐદંયુગીન જનને દેઢતા ઉત્પાદક દૃષ્ટાંત કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૦ થી ૧૦૫ + વિવેચન -
છએ નિર્યુક્તિમાં રજૂ થયેલ સંક્ષિપ્ત વિગતોની શબ્દાર્થરૂપ વ્યાખ્યા કરીને વૃત્તિકારશ્રી કહે છે કે, આ અર્થને વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ પ્રમાણે છે - (એમ કહીને વૃત્તિકારશ્રી કથાનકને નોંધે છે:-)
- પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિત નામનગર હતું. તેમાં વસ્તુઓ ક્ષીણ થતાં ચણકપુર વસાવ્યું, પછી ઋષભપુર. પછી રાજગૃહ, પછી ચંપા, પછી પાટલીપુત્ર વસાવ્યુ ઇત્યાદિ કહેવું. ચાવતુ શકટાલ મંત્રી મૃત્યો પામ્યો. નંદે શ્રીયકને કહ્યું- કુમાર અમાત્યપણાંને સ્વીકાર. તે કહે છે - મારો મોટો ભાઈ થૂલભદ્ર છે, તે બાર વર્ષથી ગણિકાના ઘરે રહેલો છે, તેને
કહેવું.
સ્થૂલભદ્રને બોલાવ્યો, તેણે કહ્યું - વિચારીને કહીશ. રાજાએ કહ્યું, અશોક વનિકામાં જઈને વિચાર. તે ત્યાં જઈને વિચારે છે. ભોગ કાર્યમાં વ્યાક્ષિતને શું મળશે? ફરી નરકે જવાનું થશે. ભોગના આવા દુસાહ પરિણામો છે. એમ વિચારી પંચમુદ્ધિ લોચ કરીને, કંબલરત્ન છેદીને રજોહરણ બનાવ્યું. રાજા પાસે ગયો. મેં આ વિચાર્યું છે. રાજા બોલ્યો - તેં સારુ વિચાર્યું. સ્થૂલભદ્ર નીકળી ગયા. રાજાએ વિચાર્યું - જોવા દે, તે ફરી કપટથી ગણિકાના ઘરે જતો નથી ને ? પ્રાસાદની અગાસીએ જઈને જુએ છે. મૃત કલેવર પાસેથી લોકો પસાર થાય ત્યારે મોટું ઢાંકી દે છે. પણ સ્થલભદ્ર તેની મધ્યેથી નીકળી ગયા. રાજા બોલ્યો - આ ખરેખર કામભોગથી નિર્વિર્ણ થયેલ છે. શ્રીયકને મંત્રી રૂપે સ્થાપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org