________________
૨/૬૩, ૬૪
ક
સાધુએ કહ્યું - તારા રાજાપણાને ધિક્કાર થાઓ. જો તું તારા પોતાના પુત્રાદિનો પણ નિગ્રહ કરતો નથી. પછી રાજા બોલ્યો - કૃપા કરો. રાજાએ કહ્યું કે - પછી જો પ્રવ્રજ્યા લે તો આ બંને મુક્ત થાય. અન્યથા તેમને ન છોડું, રાજા અને પુરોહિતે કહ્યું - ભલે, તેમ થાઓ. તે બંનેને પૂછતા તેમણે પણ કહ્યું - અમને પ્રવ્રુજિત કરો. પહેલાં તે બંનેનો લોચ કર્યો, પછી મુક્ત ફર્યા.
તે
રાજપુત્ર નિઃશંકિતપણે ધર્મ કરે છે, પણ પુરોહિત પુત્રને જાતિમદ હતો. તેને થતું હતું કે અમને બંનેને બળાત્કારે દીક્ષા આપેલ છે. એ પ્રમાણે તે બંને કાળ કરી દેવલોકે ઉત્પન્ન થયા.
જ
આ તરફ કૌશાંબી નગરીમાં તાપસ નામે શ્રેષ્ઠી હતો. તે મરીને પોતાના જ ઘેર શૂકર રૂપે જન્મ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન હતુ. પછી તે જ દિવસે પુત્ર વડે મારી નંખાયો. પછી તે જ ઘરમાં સર્પ રૂપે જન્મ્યો. ત્યાં પણ જાતિ સ્મરણ થયું. ત્યાં પણ તેને મારી નાંખ્યો. પછી તે પુત્રના પુત્ર રૂપે જન્મ્યો. ત્યાં પણ જાતિસ્મરણથી વિચારે છે - કઈ રીતે હું મારી પુત્રવધૂ સાથે માતા રૂપે વ્યવહાર કરું ? પુત્ર રૂપે કે પિતા રૂપે ? પછી મૂંગાપણાને ધારણ કર્યું. પછી મોટો થઈને સાધુને આશ્રીને રહ્યો. ધર્મ સાંભળ્યો.
આ તરફ પેલા બ્રાહ્મણ દેવે મહાવિદેહમાં તીર્થંકરને પૂછ્યું - શું હું દુર્લભ બોધિ છું કે સુલભ બોધિ ? ત્યારે ભગવંતે કહ્યું - દુર્લભબોધિક છો. ફરી પણ પૂછે છે કે - હું ક્યાં ઉત્પન્ન થઈશ ? ભગવંતે કહ્યું કે - કૌશાંબીમાં મૂંગાનો ભાઈ થઈશ. તે મુક દીક્ષા લેશે. તે દેવ ભગવંતને વાંદીને મૂંગા પાસે ગયો. તેને ઘણું જ દ્રવ્ય આપીને કહે છે - હું તારા પિતૃગૃહે ઉત્પન્ન થઈશ. તેણીને આમ્રના દોહદ થશે. અમુક પર્વતે મેં આમ્રને સદા પુષ્પફળયુક્ત કરેલ છે, તું તેની આગળ લખ કે તને પુત્ર થશે. જો તે મને આપશે, તો હું તમારા માટે આમ્રફળોને લાવીશ. હું જન્મે ત્યારે મને ધર્મનો બોધ કરજે. તે મુંગાએ એ વાત સ્વીકારી, દેવ પાછો ગયો.
અન્યદા કેટલાંક દિવસો પછી ચ્યવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. અકાલે તેણીને આમ્રનો દોહાદ ઉત્પન્ન થયો. તે મુંગાએ લખ્યું કે - જો મને ગર્ભ આપીશ તો હું આમને લાવી આપીશ. તેણીએ કહ્યું - આપીશ. તેણે આમ્રફળ લાવી આપીને દોહદ પૂર્ણ કરાવ્યો. ઉચિત કાળે બાળક જન્મ્યો. તેણે તે બાળકને સાધુને પગે લગાડ્યો. તે વંદન કરતો નથી. પછી શ્રાંત અને પરિશ્રાંત થઈને મુંગાએ દીક્ષા લીધી, શ્રામણ્ય પાળીને દેવલોકે ગયો. તેણે અવધિજ્ઞાન પ્રયોજ્યું. તેટલામાં આ બ્રાહ્મણદેવ જે પુત્રરૂપે જન્મ્યો હતો તેને જોયો. દેવે તેનામાં જલોદર કર્યું. તેનાથી તે ઉઠી શકતો નથી. બધા વૈધોએ પ્રત્યાખ્યાન કરાવ્યા. તે દેવ ડોંબનું રૂપ કરી ઘોષણા કરતો ચાલવા લાગ્યો - “હું વૈધ છું’ બધાં રોગોને ઉપશાંત કરું છું. તેણે દેવને કહ્યું - મારું ઉદર નીરોગી કર. દેવે કહ્યું - તને અસાધ્ય વ્યાધિ છે, જો તું મને જ વળગી રહીશ, ત્યારે તને નીરોગી કરી દઈશ. તે બોલ્યો - હું તમારી પાછળ ચાલીશ. તેની સાથે ગયો.
તેણે તે શસ્રકોષનો આશ્રય કર્યો. તેણે દેવમાયાથી ઘણો ભારિત કર્યો. વૈધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org