________________
૨/૪૯
૧૫ ભક્તિ વડે બંને હાથ જોડીને સ્પર્શના કરવી. આના વડે એમ જણાવે છે કે - સમસ્ત શાસ્ત્રો ભયા પછી પણ ગુરૂના વિશ્રામણાદિ વિનયકૃત્યને ન છોડવું જોઈએ. -*- અથવા આઉસ – શ્રવણવિધિની મર્યાદા વડે ગુરુને સેવવા-આરાધવા વડે. આના દ્વારા જણાવ્યું કે - વિધિપૂર્વક ગુરની પાસે ઉચિત દેશે રહીને જ સાંભળવું, પણ જેમ તેમ નહીં. -x-x
આગળ કહે છે - ભગવંત વડે બાવીશ પરીષહો કહેવાયા. તો તે શું પોતે જાણ્યા કે પુરુષ વિશેષથી જાણ્યા? શ્રમણ ભગવંત મહાવીર વડે સુત્રત્વથી કહેવાયા. તેમાં - શ્રમ પામે તે શ્રમણ - તપસ્વી -xxx- ભગવંત – સમગ્ર જ્ઞાન - ઐશ્વર્યાદિ સૂચક સર્વજ્ઞતા ગુણ યોગિત કર્યું x-x- કેમકે અસર્વજ્ઞ યથાવત્ સોપાય હેય - ઉપાદેયના તત્ત્વવિદ્ હોતા નથી. સોપાય હેયોપાદેયતવ વેદના સર્વજ્ઞતા વિના ના સંભવે. મહાવીર - શક્રએ કરેલ આ નામ વાળા છેલ્લા તીર્થકર, કાપ - કાશ્યપ ગોત્રવાળા. આના વડે નિયત દેશકાળ કુળ જણાવીને સકલ દેશકાલ કલાવ્યાપી પુરુષ અદ્વૈતનું નિરાકરણ કરેલ છે. -x-x- પ્રવદિતા – પ્રકર્ષથી સ્વયં સાક્ષાત્કારિત્વ લક્ષણથી જ્ઞાતા. સ્વયં સાક્ષાત્કારી xx- અર્થાત્ બીજા કોઈ પુરુષ વિશેષથી આ જાણેલ નથી, કેમકે ભગવંત સ્વયં સંબુદ્ધ છે. અપૌરુષેય આગમથી પણ જાણેલ નથી, કેમકે તે અસંભવ છે. -x-x-x
તે પરીષહો કેવા છે ? જે પરીષહોને ભિક્ષુ ગુરુની પાસે સાંભળીને, યથાવત્ જાણીને, પુનઃ પુનઃ અભ્યાસથી પરિચિત કરીને, સર્વથા તેના સામર્થ્યને હણીને, ભિક્ષચર્યા - વિહિત ક્રિયાસેવન વડે, બધે વિચરતો પરીષહો વડે આશ્લિષ્ટ થતાં, વિવિધ પ્રકારે સંયમ શરીર ઉપઘાતથી વિનાશને ન પામે. ભિક્ષાચર્યાનો અર્થ ભિક્ષા અટનમાં ફરતો, પણ કર્યો છે. કેમકે પ્રાયઃ ભિક્ષા અટનમાં પરીષહો ઉદીરાય છે. ઉદેશ કહ્યો. હવે પૃચ્છા કહે છે -
• સૂત્ર - ૪૯/ર
તે બાવીશ પરીષણો કયા કા છે ? તે બાવીશ પરીષહો જે ભગવત મહાવીરે કહ્યા છે, તે નિશ્ચ આ પ્રમાણે છે :
• વિવેચન - ૪૯/૨
અનંતર સૂત્રમાંકહેવાયેલા તે પરીષહોના નામો શું છે ? આ પૃચ્છા કહી, હવે તેનો નિર્દેશ કહે છે - અનંતર કહેવાનાર હોવાથી, હૃદયમાં પ્રત્યક્ષ ધારવા, તે પૂછેલા બાવીશ પરીષહો, આ છે -
• સૂત્ર - ૪૯/૩
(૧) સુધા પરીષહ, (૨) તૃષા પરીષહ, (૩) શીત પરીષહ, (૪) ઉષ્ણ પરીષહ, (૫) દંશમક પરીષક, (૬) અચલ પરીષહ, (2) રતિ પરીષહ, (૮) સી પરીષહ, (૯) ચાઈ પરીષહ, (૧૦) નિષધા પરીષહ, (૧૧) શય્યા પરીષહ, (૧૨) આક્રોશ પરીષહ, (૧૩) વધ પરીષહ, (૧૪) યાચના પરીષહ, (૧૫) આલાભ પરીષહ, (૧૬) રોગ પરીષહ, (૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org