________________
ઉ
ઉત્તરાધ્યયન મુલસૂત્ર-સટીક અનુવાદ/૧
પ્રદેશ તેના
અણુ
વડે જ વ્યાપ્ત છે. શબ્દાદિ ત્રણ નયના મતે આત્મામાં પરીષહ થાય છે. -x-x-x- હવે ઉદ્દેશાદિ ત્રણ દ્વાર કહે છે -
• નિયુક્તિ - ૮૬ + વિવેચન -
M
ઉદ્દેશાય તે ઉદ્દેશ, ગુરુના વિવક્ષિતાર્થના સામાન્ય અભિધાયક વચન, જેમ કે “આ બાવીશ પરીષહો'' શિષ્યની પૃચ્છા - ગુરુના ઉદ્દિષ્ટ અર્થ વિશેષમાં શિષ્યની જિજ્ઞાસા, પુનઃ પ્રકમથી વચનને જાણવી. જેમકે તે બાવીશ પરીષહો કયા છે ? નિર્દેશ - તે “આ નિશ્ચે ૨૨ - પરીષહો છે. આના વડે શિષ્યના પ્રશ્ન પછી ગુરુનો ઉત્તર તે નિર્દેશ એમ અર્થથી કહ્યું. --x- આ રીતે દ્વારના વર્ણનથી નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે ‘સૂત્રસ્પર્શ’ એ છેલ્લા દ્વારનો સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તે સૂત્રના હોવાથી થાય, તેથી સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે -
♦ સૂત્ર - ૪૯/૧
8 આયુષ્યમાન્ ! મેં સાંભળેલ છે કે - ભગવતે આ પ્રમાણે કહેલ છે. નિશે આ બાવીશ પરીષહો છે, જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર વડે કહેવાયેલ છે. જેને સાંભળીને, જાણીને, પરિચિત ફરી, પરાજિત કરી ભિક્ષાચર્ચાને માટે પર્યટન કરતા મુનિ, પરીષહોથી સ્પષ્ટ થવા છતાં વિચલિત ન થાય.
૦ વિવેચન - ૪૯/૧
શ્રુતમ્ – સાંભળેલ છે, અવધારેલ છે. મારા વડે. આયુષ્યમાન્ ! એ શિષ્યને આમંત્રણ છે. કોણે કોને કહ્યું ? સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને બધાં જીવોની ભાષામાં વ્યાપ્તિ વડે કહેલ છે. -x- આ લોકમાં કે પ્રવચનમાં નિશ્ચે અર્થાત્ આ જિનપ્રવચનમાં બાવીશ પરીષહો છે. શ્રુતામ્ કહેવાથી - બીજાને અવધારવાનું કહેતા પોતે પણ અવધારેલ છે, બીજાને પ્રતિપાદનીય છે, તેમ કહે છે. -x-x- આના વડે અર્થથી અનંતરાગમત્વ કહ્યું. “ભગવંત દ્વારા” - આ શબ્દ વડે બોલનારના કેવળજ્ઞાનાદિ ગુણવાનપણાને સૂચવીને પ્રકૃત વચનનું પ્રામાણ્ય જણાવવાને માટે વક્તાનું પ્રામાણ્ય કહ્યું. કેમકે વક્તાનું પ્રામાણ્ય જ વચન પ્રામાણ્યમાં નિમિત્ત છે. -x- ગુણવાનપણાની પ્રસિદ્ધિ કહીને પ્રસ્તુત અધ્યયનનો પ્રામાણ્ય નિશ્ચય કહે છે. કેમકે સંદિગ્ધ વક્તાના ગુણવત્ત્વમાં વચનના પ્રામાણ્યમાં પણ સંદેહ થાયછે. -x-x-x- અથવા આઉŕોણ એ ભગવનનું વિશેષણ છે. આયુષ્યવાળા ભગવંત અર્થાત્ ચીરંજીવી, આ મંગલ વચન છે. અથવા પરાર્થવૃત્તિઆદિ વડે પ્રશસ્ત આયુનું ધારણ કરવા પણું, પણ મુક્તિ પામીને પણ તીર્થની હાનિ જોઈને ફરી આવવાપણું નહીં -x- આના વડે તેમના રાગાદિ દોષના અભાવથી તેમના વચનનું પ્રામાણ્ય કહ્યું.
અથવા આવાં ‘‘મારા વડે’’નું વિશેષણ છે. તેથી ગુરુએ દર્શાવેલી મર્યાદા વડે વસતા, આના વડે તત્ત્વથી ગુરુમર્યાદા વર્તીત્વરૂપથી ગુરુકૂલવાસનું વિધાન અર્થથી · કહ્યું. કેમકે જ્ઞાનાદિ હેતુ છે. -x- અથવા આનુસંોણ - ભગવંતના ચરણકમળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org