________________
08
અધ્ય. ૨ ભૂમિકા અને નૈષેલિકી એક કાળે ન વર્તે, કેમકે પરસ્પર પરિહાર સ્થિતિલક્ષણત્વથી આમ કહ્યું તેથી યુગપતુ ન વર્તે xx- (શંકા) નૈષધિકીવત્ શય્યા પણ ચયથી કેમ વિરુદ્ધ ન થાય? નિરોધ- બાધાદિથી તો અંગનિકાદિથી પણ તેના સંભવથી નૈષેલિકી, સ્વાધ્યાય આદિની ભૂમિ તે પ્રાયઃ સ્થિરતામાં જ અનુજ્ઞાતા છે, તેથી તેનો જ ચર્યા સાથે વિરોધ થાય. હવે કાળદ્વાર કહે છે -
• નિર્યુક્તિ - ૮૩ + વિવેચન -
વર્ષલક્ષણ કાળ પરિમાણને આશ્રીને પરીષહ થાય છે, તેમ નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયના મતથી ઉક્ત ન્યાયથી તેની ઉત્પાદક વસ્તુ પણ પરીષહને ઇચ્છે છે, તેથી આટલી કાળસ્થિતિ સંભવે છે. પ્રાકૃતત્વથી તે અંતર્મુહૂર્ત થાય છે. સૂત્રથી વિચારતા તે વેદના પરીષહ જ કહે છે. તે ઉપયોગ રૂપ છે ઉપયોગ આંતર્મુર્તિક જ છે. આદિ ત્રણ ભેદના મતથી એક સમય પરીષહ થાય છે, તે પણ ઉક્ત નીતિથી વેદના ઉપયુક્ત આત્માને જ પરીષહ માને છે. -~
વર્ષાગ્રતઃ ત્રણના પરીષહને દૃષ્ટાંતથી કહે છે• નિર્યુક્તિ - ૮૦ + વિવેચન -
કંડૂતિમ્ - ખંજવાળ, ભોજન અરૂચિરૂપ, આંખમાં દુઃખનો અનુભવ, પેટમાં શૂળાદિ વેદનારૂપ, ખાંસી, શ્વાસ, તાવ એ વેદના ૭૦૦ વર્ષ સહેલ છે. આના વડે સનકુમાર ચક્રવર્તીનું ઉદાહરણ સૂચવેલ છે. તે મહાત્માની શકએ પ્રશંસા કરી. તે ન સહન થવાથી બે દેવો આવ્યા. તેમણે શરીરમાં રોગ ઉત્પન્ન થયાનું સનકુમારને કહ્યું. વૈરાગ્ય ઉત્પન્ન થતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી. પ્રતિક્ષણ નવો-નવો સંવેગ વધતો ગયો. મધુકરવૃત્તિથી જ જેવા પ્રાપ્ત થાય તેવા અન્ન, પાન વડે સમભાવે ઉપરોક્ત સાતે વેદનાથી પીડાતા શરીર છતાં સંયમથી જરા પણ ચલિત ન થાય. ફરી તેના સત્વની પરીક્ષા માટે વૈધનો વેશ લઈ તે દેવો આવ્યા. તેમને સ્વલબ્ધિથી સુવર્ણ જેવી આંગળી સનકુમારમુનિએ બતાવી. પછી પૂર્વના કરેલા કર્મો વેદાય છે એવા સંવેગ ઉત્પાદક આગમ વચનો કહીને મોકલ્યા ત્યારે શક્રએ સ્વયં આવીને અભિનંદિત કર્યા.
હવે પરીષહના ક્ષેત્ર વિષયક પ્રશ્નનો ઉત્તર આપે છે - • નિયક્તિ - ૮૫ + વિવેચન :
લોકમાં અને સંસ્તારકમાં ઋજુસૂત્ર સુધી, આના પૂર્વાર્ધના સૂચકપણાથી વિશુદ્ધ નૈગમનયના મતથી લોકમાં પરીષહો કહ્યા. તેને મુનિ નિવાસભૂત ક્ષેત્રમાં પણ સહન કરે, બીજા અર્થમાં ચૌદ રાજલોકમાં સહન કરે. આ પણ વ્યવહારદર્શનથી કહ્યું. યાવત અત્યંત વિશુદ્ધ નૈગમના મતે ઉપાશ્રયના એક દેશમાં આ પરીષેહો સહન કરે. ~સંગ્રહનયના મતે સંતારકમાં પરીષહો કહ્યા. સંગ્રહ કરે તે સંગ્રહ તે નિક્તિથી સંગ્રહને આશ્રીને જ આધાર માને છે. સંતારકમાં જ મુનિના શરીર પ્રદેશ વડે સંગ્રહિત થાય છે. ઉપાશ્રયનો એક દેશ નહીં, તેથી સંસ્કારકેજ આનો પરીષહ કહ્યો. ઋજુત્ર કહે છે જે આકાશ પ્રદેશમાં આત્મા અવગાઢ છે, તેમાં જ પરીષહ છે. કેમકે સંસ્કારકાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org