________________
ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ તૃણસ્પર્શ પરીષહ, (૧૮) જલ્લ પરીષહ, (૧૯) સત્કારપુરસ્કાર પરીષહ, (૨૦) પ્રજ્ઞા પરીષહ, (૨૧) જ્ઞાન પરીષહ, (૨૨) સમ્યકત્વ પરીષહ.
• વિવેચન ૪૯/૩
સુધા, તૃષા આદિ બાવીશ પરીષહો સૂત્રમાં બતાવ્યા. તેના શબ્દોની વ્યાખ્યા વૃત્તિકાર કહે છે -
(૧) દિSિછા - ભુખ, તે અત્યંત વ્યાકુળત્વનો હેતુ છે. તો પણ સંયમભીરુતાથી આહાર પરિપાકાદિ વાંછાને નિવારીને સર્વ પ્રકારે સહન કરવું તે દિગિછા પરીષહ. (૨) પીવાની ઇચ્છા તે પિપાસા, (૩) શીત - ઠંડીનો સ્પર્શ, (૪) ઉષ્ણ - ઉનાળા આદિના તાપ રૂપ, (૫) દંશ - હસે કે ડંખ મારે છે અને મશક - મારવાને શક્તિમાન, દંશ મશક, ઉપલક્ષણથી જૂ' વગેરે. (૬) અચલ - જિનકલ્પિકાદિને વસ્ત્રનો અભાવ, બીજાને અમૂલ્ય વસ્ત્ર પણ અચેલ જ છે, (૭) રતિ - રમણ, સંયમ વિષયક વૃતિ, તેનાથી વિપરીત તે અરતિ. એ બધાં પરીષહો જાણવા.
(૮)સ્ત્રી - તેનામાં થતા રોગને કારણે ગતિ વિભ્રમ, ઇંગિત આકાર વિલોકનમાં પણ- ત્વચા, લોહી, માંસ, મેદ, સ્નાયુ, અસ્થિ, શિરા, વણ વડે દુર્ગધી છે. સ્તન, નયન, જઘન, વચન, ઉરમાં મૂર્શિત થઈને સુરૂપ માને છે. - આ બધાં પરિષામાણત્વથી પરીષહ હોવાથી સ્ત્રી પરીષહ કહ્યો.
(૯)ચર્ચા - ગ્રામાનુગ્રામવિહરણ રૂપ(૧૦) નિષેધ કરવાથી નિષેધ-પાપકર્મનો અને ગમનાદિ ક્રિયાનો, તે જેનું પ્રયોજન છે તે નૈષેલિકી અર્થાત્ શ્મશાન આદિ સ્વાધ્યાયાદિની ભૂમિ તે નિષધા. (૧૧) જેમાં રહેવાય આદિ તે શય્યા એટલે ઉપાશ્રય, (૧૨) આક્રોશ કરવો તે આક્રોશ - અસત્યભાષા રૂપ, (૧૩) હનન તે વધ - તાડના. (૧૪) માંગવું તે યાચના - પ્રાર્થના (૧૫) પ્રાપ્ત ન થવું તે અલાભ, (૧૬) રોગ-કુષ્ઠ આદિ રૂપ, (૧૭) તરે છે તે તૃણ, તેનો સ્પર્શ તે તૃણસ્પર્શ. (૧૮) જલ્લ - મેલ. આ બધાંને પરીષહ કહ્યા છે.
(૧૯) કાર - વસ્ત્રાદિ વડે પૂજન, પુરસ્કાર - અગ્રુત્થાન, આસનદાન આદિથી. અથવા બધાં જ અભ્યત્યાન, અભિવાદન, દાનાદિરૂપ પ્રતિપત્તિ તે સત્કાર, તેના વડે પુરસ્કરણ તે સત્કાર પુરસ્કાર. તે બંને અથવા તે જ પરીષહ છે. (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન. તેમાં જેના દ્વારા વસ્તુતત્ત્વવિચારાય છે, તે પ્રજ્ઞા અતિ સ્વયં વિમર્શપૂર્વક વસ્તુ પરિચ્છેદ. જેના વડે વસ્તુતત્વ જણાય છે, તે જ્ઞાન - સામાન્યથી મતિ આદિ, તેનો અભાવ તે અજ્ઞાન. (૨૨) દર્શન - સમ્યકત્વ, તે જ ક્રિયાદી વાદીના વિચિત્ર મત સાંભળવા છતાં પણ સમ્યક રીતે સહેવો - નિશ્ચલ ચિત્તતાથી ધારણ કરવો તે દર્શન પરીષહ. આ રીતે નામથી પરીષહો જણાવીને, તેને જ સ્વરૂપથી જણાવવા કહે છે -
• સૂત્ર - ૫૦.
કાપ ગોત્રીય ભગવત મહાવીરે પરીષહના જે ભેદ બતાવેલ છે, તે હું તમને કહું છું. તે તમે અનુક્રમે મારી પાસેથી સાંભળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org