________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ ગુરુના અતિહિતત્વને તે વિનીત- અવિનીત શું માને છે ? • સૂત્ર - ૩૯
ગર મને પુત્ર, ભાઈ, સ્વજના સમજી શિક્ષા આપે છે. એમ સમજી વિનીત વિણ તેને જાણકારી માને છે, પાપરષ્ટિ શિષ્ય હિતાનુશાસનથી પોતાને દાસ સમાન હીન સમજે છે.
• વિવેચન - ૩૯
આચાર્યો મને પુત્રની જેમ ઇત્યાદિ બુદ્ધિથી અનુશાસિત કરે છે. તેને સુશિષ્ય કલ્યાણના હેતુનું અનુશાસન માને છે. મને મિત્ર ભાવે શિક્ષા આપે છે, દુર્વિનીતત્વમાં મારે કેમ છોડવા ? તેનાથી તો મને જ અર્થનો ભંગ થાય, પાપદૃષ્ટિ, શિષ્ય પોતાને અનુશાસિત થતો જોઈ દાસ જેવો માને છે. આ મને નોકર માનીને આજ્ઞા કરી રહ્યા છે, -૦- વિનય સર્વસ્વનો ઉપદેશ આપે છે -
• સૂત્ર - ૪૦
શિષ્ય, આચાર્યને ન કોપિત કરે અને સ્વયં પણ ન કોપે. તે આચાર્યનો ઉપરાત કરનાર ન થાય કે ન છિદ્રગી બને.
• વિવેચન - ૪૦.
આચાર્ય કે બીજા વિનયને યોગ્ય ને કોપયુક્ત ન કરે. ગુર વડે અતિ કઠોર ભાષણાદિ વડે અનુશાસિત કરાતા ન સ્વયં કોપે. કંઈક કોપપણાને પામે તો પણ આચાર્યનો ઉપઘાતકારી કે વ્યથાકારી ન બને. તોત્ર - દ્રવ્યથી છિદ્ર અને ભાવથી તેમના દોષોનો ઉભાવક, તે વડે વ્યથા ઉપજાવતા વચનો ન કહે. આચાર્યનો ઉપઘાતી ન બને, તેમાં ઉદાહરણ - કોઈ આચાર્યાદિ ગણિગુણ સંપન્ન યુગપ્રધાન પ્રક્ષીણ પ્રાયઃ કર્મવાળા આચાર્ય અનિયત વિહારપણાથી વિહરવા ઇચ્છવા છતાં જંઘાબળ ક્ષીણ થવાથી એકસ્થાને જ રહેલા. ત્યાં શ્રાવક લોકો આ ભગવંત છે, તો તીર્થ સનાથ છે, એમ વિચારી, તેમની વય અને અવસ્થા સમુચિત સ્નિગ્ધ, મધુર આહારાદિ વડે રોજ સેવતા હતા. તેમના શિષ્યોએ કોઈ દિવસે ભારેકમપણાથી વિચાર્યું કે આને અમારે
ક્યાં સુધી પાળવા ? તેથી તેને ઉચિત અશનાદિ ન આપવા, અંતપ્રાંતાદિ ભોજન આપવું. શ્રાવકોને કહ્યું કે તેઓ શરીરની અપેક્ષા રહિત હોવાથી પ્રણીત ભોજનપાનને ઇચ્છતા નથી, પણ સંલેખના કરવાને ઇચ્છે છે. શ્રાવકો બોલ્યા કે હે ભગવન્! આપ શા માટે અકાળે સંલેખના વિધિને આરંભો છો ? અમે આને નિર્વેદનું કારણ માનતા નથી. ત્યારે આચાર્યએ પણ ઇંગિતથી જાણ્યું કે આ બધાં મારા શિષ્યોની મતિથી વ્યર્ડ્સાહિત થયા છે. તેથી તેમણે વિચાર્યું કે મારે અપ્રીતિના ભાજન થવા કરતાં ઉત્તમાર્ગની સાધના જ શ્રેષ્ઠ છે. તેથી તેમણે ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. આ પ્રમાણે બુદ્ધોપધાતી ન થવું જોઈએ.
એ પ્રમાણે આચાર્યને કોપ ન કરાવવો તે કહ્યું. કદાચ જો કોપ પામે તો જે કરવું જોઈએ, તે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org