________________
૧/૪૦
૬૩
• સૂત્ર
४१
(શિષ્ય) જો આચાર્યને કુપિત થયેલા જાણે તો પ્રીતિ વચનોથી તેમને પ્રસન્ન કરે, અંજલિ જોડી તેમને શાંત કરીને કહે કે હું ફરી આવું કરીશ નહીં.
૦ વિવેચન - ૪૧
આચાર્ય, ઉપાધ્યાયાદિ અનુશાસન ઉદાસીનતાથી કોપને પામે તો તેમના કોપને જાણીને, જેનું પ્રયોજન પ્રતીતિ છે. તે પ્રાતીતિક - શપથ આદિ, પ્રસન્ન કરે. -x-x- તેના કારણોને દૂર કરે, પ્રતીતિ ઉત્પાદક વચન વડે તેમને પ્રસન્ન કરે. ભેદ કે દંડની યુક્તિથી નહીં પણ ‘શામ’ યુક્તિ વડે પ્રીતિ પમાડે. કંઈક ઉદીરિત કોપ અગ્નિને ઉપશાંત કરે. અંતરની પ્રીતિ વડે અંજલિ જોડીને અથવા પ્રકૃષ્ટ ભાવયુક્તપણાથી અંજલિ કરીને
રહે. અહીં કાયિક અને માનસિક ઉપશાંત કરણના ઉપાય કહીને વાચિક ઉપાય કહે
છે - કંઈક કોપેલ ગુરુને ઉપશાંત કરવા કહે છે - હે ભગવન્ ! મારા આ પ્રમાદ આચરિતની ક્ષમા કરો, ફરી હું આવું આચરણ કરીશ નહીં.
હવે નિરપવાદ પણે આચાર્યને કોપ થાય જ નહીં, તે કહે છે - સૂત્ર - ૪૨
વ્યવહાર ધર્મથી અર્જિત છે, સદા પ્રબુદ્ધ આચાયોં વડે આચરિત છે, તે વ્યવહારને આચરતો મુનિ કદી નિંદાને ન પામે.
૦ વિવેચન - ૪૨
ઘર્જિત – ક્ષાંતિ આદિ રૂપ ધર્મને ઉપાર્જિત. કેમકે ધર્મ રહિતને આ પ્રાપ્ત ન થાય. વ્યવહાર - વિવિધ કે વિધિવત્ અને કાર્યત્વથી આચરણ - યતિકર્તવ્યતા રૂપ, તત્ત્વજ્ઞાતા વડે આચરિત, તેને સદા અવસ્થિતપણાથી આચરતો, અથવા ધર્માર્જિત બુદ્ધો વડે આચરિત જે વ્યવહાર તેને આચરતો, વિશેષથી પાપકર્મને હરે તે વ્યવહાર. તેનાથી શું થાય ? ‘આ અવિનિત છે’ એવા પ્રકારની નિંદાને સાધુ ન પામે. અથવા આના વડે આચાર્યવિનય જ કહ્યો છે.
ધર્મને ન ઉલ્લંઘેલ અને તેથી જ આચાર્ય વડે આચરિત સર્વકાળ - ત્રિકાળ વિષયત્વથી જીતવ્યવહાર, તેમાં પ્રમાદથી સ્ખલિત આદિમાં પ્રાયશ્ચિતદાન રૂપ આચરતો આ દંડ ુચિ છે કે નિર્દેણ છે, એવા પ્રકારની જુગુપ્સા ન પામે. ધર્મ્યૂજિત વિશેષણ - “મને આચાર્યએ દંડવો ન જોઈએ'’ આવું ન વિચારવા માટે છે.
૦ સૂત્ર ૪૩
(શિષ્ય) આચાર્યના મનોગત કે વાણીગત ભાવોને જાણીને, તેને પહેલાં વાણીથી ગ્રહણ કરે, પછી કાર્ય રૂપે પરિણત કરે.
૦ વિવેચન - ૪૩
મોગરા – ચિતમાં રહેલ, વાણીગત - વચનરચના રૂપે રહેલ કૃત્ય. -x- જાણીને, કોના ? આચાર્ય કે વિનયયોગ્ય ગુરુના, ટુ શબ્દ કાયગતકૃત્ય પણ લેવા. તે મનોગત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International