________________
૫ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ શિક્ષાને ધારણ કરે.
• વિવેચન : ૧૪
ગુરુના પૂક્યા વિના તથાવિધ કારણ વિના થોડું પણ ન બોલે, પૂછે ત્યારે કે અન્ય કોઈ કારણે પણ જૂઠુ ન બોલે, ગુરુ વડે ઘણી નિર્ભર્સના કરાય તો પણ ક્રોધ ન કરે, કદાચ ક્રોધ ઉપજે તો તેનાથી ઉત્પન્ન કુવિકલ્પને નિષ્ફળ કરે, તેને મનમાં જ સમાવી દે. પ્રિય - ઇષ્ટ કે સદાગુણકારી, અપ્રિય - કાનને કટુ લાગવાથી અનિષ્ટ એવા ગુરુવચન. -xxx
ક્રોધ'ના ઉપલક્ષણથી માન આદિ કષાય પણ લેવા. અસત્યતામાં ક્રોધનું ઉદાહરણ સંપ્રદાયથી આ પ્રમાણે છે.
કોઈ કુલપુત્રના ભાઈને વૈરીએ મારી નાંખ્યો તેની માતાએ કહ્યું - હે પુત્ર! પુત્રઘાતકનો ઘાત કરી દે. તે કુલપુત્ર તે જીવગ્રાહને લઈને માતા પાસે આવ્યો. તે બોલ્યો - હે ભ્રાતૃઘાતક તને હું ક્યાં મારું ? માતાએ જોઈને કહ્યું કે - હે પુત્ર! શરણે આવેલાને ન મરાય. પુત્રે કહ્યું- હું મારા રોષને કઈ રીતે સફળ કરું?માતાના કહેવાથી તેણે રોષને છોડી દઈ, તે ભ્રાતૃઘાતકને છોડી દીધો.
આ પ્રમાણે ક્રોધને છોડી દેવો. માન આદિના વિફલીકરણના ઉદાહરણો આગમથી જાણવા. આ રીતે ક્રોધાદિને વિફળ કરવાનો ઉપદેશ કર્યો. હવે આનો ઉદય જ ન થાય, તે પ્રમાણે ઉપદેશ કરતાં કહે છે - સ્વરૂપે અવધારવા, તેને વશ થઈને સગદ્વેષ ન કરે. પિચ - બાકીના લોકોની અપેક્ષાથી પ્રીતિ ઉત્પાદક સ્તુતિ આદિ. અપ્રિય - તેનાથી વિપરીત નિંદા આદિ. તેનું દૃષ્ટાંત -
નગરમાં અશિવ ઉત્પન્ન થતાં ત્રણ ભૂતવાહિકો રાજા પાસે આવીને બોલ્યા - અમે અશિવને ઉપશાંત કરીશું. રાજાએ પૂછ્યું - ક્યા ઉપાયથી? એકે કહ્યું - મારી પાસે એક ભૂત છે. તે સુરૂપ - વિફર્વીને ગોપુર, માર્ગ આદિમાં પર્યટન કરશે. તેને અશિવ કરતાં તે રોષ પામે છે. ફરી તેને બીજી વખત તેમ કરે તે વિનાશ પામે છે. જે તેમને જોઈને અધોમુખ રહે છે. તે રોગથી મુક્ત થાય છે. રાજાએ કહ્યું - રહેવા દો. - બીજાએ કહ્યું-મારુ ભૂત મહામોટું રૂપ વિદુર્વે છે. તે લંબોદર, વિસ્તૃત પેટવાળો, પાંચ મસ્તક, એક પગ, વિસ્મરૂપ, અટ્ટહાસ્ય કરતો, ગાતો, નાચતો રહે છે. તેનું વિકૃતરૂપ જોઈ જે હસે છે કે વંચના કરે છે, તેના મસ્તકના સાત ટુકડા થાય છે. વળી જે તેને શુભ વાણી વડે અભિનંદે છે, ધૂપ અને પુષ્પાદિથી પૂજે છે, તે સર્વથા અશિવથી મુક્ત થાય છે. રાજાએ તેને પણ કહ્યું - રહેવા દે.
ત્રીજાએ કહ્યું - મારે પણ આવા પ્રકારનો જ ભૂત છે. પિય કે અપ્રિયકારીને દર્શનથી જ રોગમુક્ત કરે છે. રાજાએ કહ્યું- એમ જ થવા દો. તેણે તે પ્રમાણે કરતાં અશિવ ઉપશાંત થયો. એ પ્રમાણે સાધુ પણ આવા અરૂપતા છતાં પ્રતિકૂળ શબ્દોથી પરાભવ કે પ્રવચના પામે અથવા સ્તવના કે પૂજા કરાય તો પણ તે પ્રિય • અપ્રિયને સહન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org