________________
૧/૧૪
૫ ૨ આના વડે મનોગતિ નામક ચાસ્ત્રિવિનય કહ્યો. ક્રોધાદિનો દમનનો ઉપાય. તેના દમનનું ફળ હવે કહે છે - • સુત્ર - ૧૫
આત્માનું જ દમન કરવું, કેમકે આત્મા જ નિચે દુર્દમ છે. આત્માને દમનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
• વિવેચન - ૧૫
સતત શુદ્ધિને પામે છે. સંકલેશરૂપ પરિણામાંતરને પામે છે તે આત્માનું દમન કરવું, ઇંદ્રિય- નોઇઢિયના દમનથી મનોજ્ઞ- અમનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષને વશ થઈ દુષ્ટ હાથીની જેમ ઉન્માર્ગગામીને સ્વયં વિવેક અંકુશથી ઉપશમને પામે છે. x-x- જે કારણે તે દુર્દમ અતિ દુર્જય છે, તેથી તેનું દમન કરતાં બાહ્ય દમનીય થાય છે. કહે છે કે- બધે આત્માને જિતતા જિત છે. ઉપશમમાં આણેલ આત્મા સુખી થાય છે. ક્યાં? આ અનુભૂયમાન આયુષ્યમાં શિષ્યના પ્રત્યક્ષ લોકમાં, તથા પરલોકમાં - ભવાંતરમાં, દાંતાત્મા પરમણિ અહીં જ દેવો વડે પૂજાય છે. અદાંતાત્માને ચોર કે પારદારિકાદિ વિનાશ પામે છે.
તેનાથી વિપરીત શબ્દાદિમાંનફસાનાર બધે પ્રશંસા પામે છે. તેનું ઉદાહરણઃબે ભાઈઓ ચોર હતા. તેમના ઉપાશ્રયમાં સાધુઓ વર્ષાવાસ રહ્યા. ચોમાસુ પૂરુ કરીને જતી વેળાએ તે બંને ચોરોને કોઈ વ્રત ન સ્વીકારતા રાત્રિના ન ખાવાનું વ્રત આપ્યું. કોઈ વખતે તે ચોરો ધાડ પાડીને ઘણાં ગાય-ભેંસ લાવ્યા. બીજાઓ પાડાને મારીને પકાવવા લાગ્યા, બીજા દારુને માટે ગયા. માંસ પકવનારે વિચાર્યું કે અડધાં માંસમાં ઝેર નાંખીએ, પછી દારુ લાવનારને પણ આપી દઈશું. તેથી આપણને ઘણાં ગાય-ભેંસ ભાગમાં આવશે. દારુ લાવનારે પણ આવું જ વિચાર્યું, એ પ્રમાણે તેઓએ બંનેએ વિષ મેળવ્યું. સૂર્યાસ્ત થઈ ગયો. તે બે ભાઈઓએ કંઈ ન ખાધુ. બાકીનાએ પરસ્પર વિષયુક્ત ભોજનાદિ કર્યા. મરીને દુર્ગતિમાં ગયા. બંને ભાઈઓ પરલોકમાં સુખના ભાગી થયા. - આ પ્રમાણે જિલૅન્દ્રિયનું દમન કરવું, એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોને પણ દમતા આત્મા દાંત થતાં આલોક પરલોકમાં સુખી થાય છે. હવે કેવી ભાવના કરવાથી આત્માનું દમન થાય તે કહે છે -
• સૂત્ર - ૧૬
સંયમ અને તપ વડે મારા આત્માને દમનો તે સારુ છે પણ વધ અને બંધન દ્વારા બીજાથી હું દમન કરાઈ તે સારું નથી.
• વિવેચન - ૧૬
અભિહિતરૂપ આત્મા કે તેનો આધારરૂપ દેહ છે તે આત્મા, તેને દમવો - અસમંજસ ચેષ્ટાથી રોકવો. કઈ રીતે? સંચમ - પાંચ આશ્રયોથી વિરમણ આદિ વડે. જપ- અનશન આદિ વડે. આ બંને મુક્તિ હેતુથી અવિરહિત અને પરસ્પર સાપેક્ષતા
સૂયનાર્થે છે અથવા સમગ્ર જ્ઞાનના સમુચ્ચયાર્થે છે. તેથી વિપરીતમાં દોષના દર્શન Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org