________________
૧/૧૨ ગુણ છે. તેઓ ચિત્તને કોપ કે પ્રસાદ કરે છે તે કહે છે -
• સુત્ર • ૧૩.
આજ્ઞામાં ન રહેનારા, વિસાય વિના બોલનારા, કુશીલ, મુક રવભાવવાળા શિષ્યો ગુરને પણ ક્રોધિત કરે છે. ગુરને મનોનુકૂલ ચાલનારા, પટુતાથી કાર્ય કરનાર, જલદી કુપિત થનારા દુરાન્નય ગુરુને પણ પ્રસન્ન કરી લે છે.
• વિવેચન - ૧૩.
અસવ - ગુરુ વચનને સાંભળે તે આશ્રવ, તેવી પ્રતિભાષા વિષયવાળા નથી તે અનાશ્રવા. સ્થૂલ - અનિપુણ, જેના જેમતેમ ભાષિત વચનો છે તે સ્થળ વજનવાળા, કુશલ - દુષ્ટ શીલવાળા, મૃદુ - અકોપન કે કોમળ આલાપનવાળા ગુરને ચંડ - કઠોરભાષી કરી દે છે. આવા પ્રકારના શિષ્યના અનુશાનને માટે ફરી વચનરૂપ અનુશાસનને માટે ખેદ અનુભવતા મૃદુ પણ ગુરુ કોપ પામે છે. આ ગલિતતુલ્યના દોષ કહ્યા. હવે આકીર્ણ તુલ્યના ગુણો કહે છે -
કસ આદિના માર વિના જે પ્રકારના ચિત્તને અનુસરે છે, તેવા અશ્વ તુલ્ય, જલ્દીથી - અવિલંબિત કારિતાથી જે યુક્ત છે, તે પ્રાસાદ (પ્રસન્ન) કરે છે. કોને ? કોપનપણા આદિ વડે દુઃખે આશ્રય કરાય છે તેવા દુરાશ્રય ગુરુને ફરી અનુત્કટ કષાયવાળા કરે છે. અહીં ચંદ્રાચાર્યના શિષ્યનું દષ્ટાંત છે .
અવંતી જનપદમાં ઉજૈની નગરીમાં સ્વમ ઉધાનમાં સાધુઓ પધાર્યા, ત્યાં ઉદાત વેશવાળો એક યુવાન મિત્રો સાથે આવ્યો. તે તેમને વાંદીને બોલ્યો - ભગવન્! મને સંસારથી પાર ઉતારો, મને દીક્ષા આપો. તેને એવું કપટ કરતો જોઈ, ચંડરુદ્રાચાર્યને બતાવીને કહ્યું - જા, આ તારો નિખાર કરશે. તે પણ સ્વભાવે કઠોર હતા. તેને વાંદીને કહ્યું - ભગવન! મને દીક્ષા આપો. આચાર્યએ રાખ લઈને, તેનો લોચ કરીને પ્રવૃતિ કરી દીધો. મિત્રો તેમને ખેદ પહોંચાડી ચાલ્યા ગયા. સાધુઓ પણ પોતાના ઉપાશ્રય ગયા. કંઈક સૂર્ય હતો ત્યારે માર્ગનું પ્રતિલેખન કરે છે, વહેલી સવારે નીકળીશું કહી બધાંને વિસર્જિત કર્યા. વિહાર કરતાં વિષમ માર્ગમાં ચંડરુદ્ર આચાર્યને ઠુંઠા વાગવાથી પડી ગયા. રોષથી તેણે નવા શિષ્યના માથામાં દંડ વડે પ્રહાર કર્યો. માથું ફૂટ્યું, તે પણ તે સાધુએ સમ્યક પ્રકારે સહન કર્યું. વિમળ પ્રભાતમાં ચંદ્રએ તેના મસ્તકમાંથી વહેતા લોહીને જોયું. ખોટું થયાનો ભાવ ઉપજતા ક્ષમા માંગી. એ પ્રમાણે તે શિષ્યએ ગુરુને પ્રસન્ન કર્યા. એ પ્રમાણે શિષ્યએ મન, વચન, કાયાથી ગુરુના ચિત્તનું અનુવર્તન કરવું એ રીતે પ્રતિરૂપ યોગ યોજનરૂપ ઔપચારિક વિનય કહ્યો.
ગુરુના ચિત્તનું અનુગમન કઈ રીતે કરવું ? • સુત્ર - ૧૪
પૂર્યા વિના કાંઈ ન બોલે, પૂછે ત્યારે અસત્ય ન કહે, કદાચ ક્રોધ આવી જાય તો, તેને નિષ્ફળ કરે. આચાર્યની પ્રિય અને પિય, બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org