________________
૫૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - વિવેચન - ૧૧
કદાચ ચંડ એવા અલીક તે ચાંડાલીક કર્મ કરે તો તેને ગોપવે નહીં કર્યું નથી તેમ ન કહે. -- તો તેણે શું કરવું ? ચાંડાલિક કર્મ કરેલ હોય તો કરેલ જ છે, તેમ કહે પણ ભય કે લજ્જા આદિથી નથી કર્યું તેમ ન કહે. જો ન કરેલ હોય તો “નથી કર્યું” તેમ જ કહે. -xxx- કદાચિત જો કોઈ અતિચારનો સંભવ હોય તો લજ્જાદિ ન કરે, સ્વયં ગુર સમીપે આવીને - જેમ બાળક કાર્ય કે અકાર્યને જેમ હોય તેમ કહે. તે માયા અને મદને છોડીને તે પ્રમાણે જ આલોચે છે. બીજાને પ્રતીત કે અપ્રતીત મનઃ શલ્યને યથાવતુ આલોચે છે. આ રીતે ત૫ અંતર્ગત આલોચના પ્રાયશ્ચિતનો ભેદ બતાવીને બાકીના તપોભેદના આશ્રિતત્વથી તપોવિનય કહો.
તો શું વારંવાર ગુરુના ઉપદેશથી જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી ? આવી શંકાને દૂર કરવાને માટે કહે છે -
• સુત્ર - ૧૨
જેમ અડિયલ ઘોડાને વારંવાર ચાબુકની જરૂરત હોય છે, તેમ શિષ્ય ગરના વારંવાર દેશ વચનોની અપેક્ષા ન કરે. પરંતુ જેમ પ્રકીર્ણ અશ્વ ચાબુકને જોઈને જ ઉન્માગને છોડી દે, તે રીતે યોગ્ય શિષ્ય ગુરના સંકેત માત્રથી પાપકર્મને છોડી દે.
• વિવેચન - ૧૨
ગલ - અવિનીત, તેવો આ અશ્વ, તે ગલિતાશ્વ, તેની જેમ કશ પ્રહારથી. વચન - પ્રવૃત્તિનિવૃત્તિ વિષયક ઉપદેશ, કોનો? ગુરુનો. વારંવાર ન ઇચ્છે. અર્થાત્ - જેમ ગલિત અશ્વ દુર્વિનીતતાથી વારંવાર કશLહાર વિના પ્રવર્તતા કે નિવર્તતો નથી, તેમ તારે પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ માટે વારંવાર ગુરવચનની અપેક્ષા ન કરવી જોઈએ. પણ જેમ અશ્વ ચર્મચષ્ટિ જોઈને જ વિનીત થઈ જાય તેમ સુશિષ્ય ગુરુના આકારાદિ જોઈને પાપ અનુષ્ઠાનને સર્વ પ્રકારે પરિહરે છે. ધર્માનુષ્ઠાનમાં સ્થિર થાય છે - પાવક - શુભ અનુષ્ઠાન સ્વીકારે છે. અર્થાત સુશિષ્ય ગુરુના વચનની પ્રેરણા વિના જ પ્રવર્તે કે નિવર્તે છે.
અહીં નિયુક્તિકારે ગલિત અશ્વની કરેલ વ્યાખ્યા કહે છે - • નિર્યુક્તિ - ૬૪ + વિવેચન
ગs - પ્રેરિત પ્રતિપથાદિ વડે જાય છે, વિહાયોગમનથી કૂદતા જાય તે ગંડી, ગળીયા છે પણ વહન કરતા નથી કે જતા નથી તે ગલત, મરેલ જેવાને ગાડા આદિમાં જોડાય, જમીન ઉપર પડતાને લતા આદિથી મરાય છે, તે મરાલિ. આવા ઘોડા અને બળદો હોય છે. બધાં દુષ્ટતા લક્ષણથી એકાWક છે. વિનયાદિ ગુણો વડે વ્યાપ્ત છે આકીર્ણ. પ્રેરકના ચિત્તને અનુવર્તવા વડે વિશેષ પ્રાપિત તે વિનીત. સ્વ ગુણો વડે શોભે છે પ્રેરણા કરવાથી ચિત્તને નિવૃત્તિ આપે છે તે ભદ્રક. -- એ બધાં એકાર્થક છે.
આવા ઉક્ત ગલિત અશ્વતુલ્ય શિષ્ય કે આકીર્ણતુલ્ય શિષ્ય એ તેમના દોષ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org