________________
• સુત્ર - ૪
જેમ સડેલા કાનવાળી કુતરી ધૃણા સાથે બધા સ્થાનોથી કાઢી મૂકાય છે. તે જ પ્રકારે દુશીલ, પ્રત્યેનીક, વાચાળને કાઢી મૂકાય છે.
• વિવેચન - ૪
શુની – કુતરી, સ્ત્રી નિર્દેશ અત્યંત કુત્સા બતાવવા માટે છે. પતિ - પાકી જવાથી. સડેલપણાથી કુત્સિત ગંધવાળા, કૃમિ વડે વ્યાપ્ય, તેવા પ્રકારના બે કાનો - કૃતિ, જેમાંથી લોહી અથવા રસી નીકળે છે, તેવા કાનવાળી તે પૂતિકણ. ઉપલક્ષણથી બધાં અવયવો કુત્સિત હોય તેવી. આવી જે કુતરી જે રીતે બહાર કાઢી મૂકાય છે.
ક્યાંથી ? નગર, ઘરનું આંગણું આદિ બધેથી અથવા બધે “હટ્ટ - હટ્ટ' જેવા વિરૂક્ષ વચનોથી, સોટી - લાકડી - ટેફાદિના ઘાતથી કાઢી મૂકાય છે. હવે તેનો ઉપનય કહે છે - એ જ પ્રકારે રાગદ્વેષ આદિ દોષ વિકૃત સ્વભાવ કે આચારો જેના છે તેવા દુ:શીલ, પ્રત્યેનીક અને મુખ વડે શત્રુને - આલોક પરલોક અપકારિતાને બોલાવે છે, અથવા કંઈ કામ વિના ફોગટ જ જેને અરિ છે તેવા મુખારિ કે મુધારિ - ઘણું વૃધું અસંબધ બોલતો હોય તેવો. તેને બધેથી કાઢી મૂકાય છે. અર્થાત્ કુલ, ગણ, સંઘ અને સમવાયથી બહાર કરાય છે.
(શંકા) દુશીલતાના નિમિત્તે જ આ અવિનીતનો દોષ છે. પ્રત્યેનીક્તા અને મુખરત્વ એ બંને પણ તેનાથી પ્રભવેલ હોવાથી તેમાં જ અનર્થ હેતુ છે, તો અહીં કેમ પ્રવર્તે છે ? (ઉત્તર) પાપથી ઉપહત મતિ– વડે ત્યાં જ આની અભિરતિ છે, એમ કહીને તેને જ દષ્ટાંતપૂર્વક કહે છે -
• સબ - ૫
જે પ્રમાણે સુવર ચોખાના ભૂસાને છોડીને વિષ્ઠાને ખાય છે તે પ્રમાણે મૃગબુદ્ધિ શિષ્ય શીલનો ત્યાગ કરી દુશીલતામાં મણ કરે છે.
• વિવેચન-૫
ચોખા કે તેનાથી મિશ્ર કણ અથવા તેને છણવાથી ઉત્પન્ન કુસકા તે કણ અને કુસકાને છોડીને, ભુંડો વીષ્ઠામાં જ એ છે. એ પ્રમાણે પૂર્વોક્ત શોભન શીલને તજીને, જેઓ દુષ્ટશીલવાળા છે તેઓ. દુરાચારદિમાં જ ધૃતિ પામે છે. કેમકે તેઓ મૃગની જેમ અજ્ઞાત્વથી અવિનીત છે. અહીં આ રીતે વિચારવું કે- જેમ મૃગ ગીતગાનમાં ડૂબીને, મૃત્યુરૂપ આવતા અપાયને જોતો નથી. તેમ આ પણ દુઃશીલતાના હેતુથી આગામી ભવભ્રમણ રૂપ અપાયને જોઈ શકતો નથી. ખાડામાં પડેલા ભુંડની માફક આ પુષ્ટિદાયી કણ અને કુસકા સમાન શીલને છોડીને વિવેકીજન ગહિંતપણે વિષ્કાની ઉપમા સમાન દુશીલમાં રમણ કરે છે. *-*- અહીં શુભના પરિહારથી અશુભનો આશ્રય બંનેમાં પણ સાદેશ્યનું નિમિત્ત છે.
ઉક્ત ઉપસંહારપૂર્વક કૃત્યનો ઉપદેશ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org