SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂર-સટીક અનુવાદ/૧ સંયોગકહ્યો. તેના અભિધાનથી પહેલા સૂત્રની વ્યાખ્યા કરી. હવે જે “વિનયને પ્રગટ કરીશ” એમ કહ્યું, તેમાં વિનય' એ ધર્મ છે. તે ધર્મથી કંઈક અભિન્ન છે. તેથી ધર્મી દ્વારથી તેનું સ્વરૂપ કહે છે - • સુત્ર - ૨ જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુના સાનિધ્યમાં રહે છે અને ગરના ઇંગિત અને આકારને જાણે છે, તે વિનીત કહેવાય છે. • વિવેચન-૨ આફ - સ્વસ્વભાવ સ્થાનરૂપ મર્યાદા કે અભિવ્યાતિ વડે, જ્ઞા - જેના વડે અર્થોને જાણે છે તે. આજ્ઞા - ભગવંતે કહેલા આગમ રૂપ છે. તેનો નિર્દેશ - ઉત્સર્ગ અને અપવાદો વડે પ્રતિપાદન, તે આજ્ઞા નિર્દેશ. તેને અનુકૂળ અનુષ્ઠાનો વડે તેને કરવાના સ્વભાવવાળા તે આજ્ઞાનિર્દેશકર અથવા આજ્ઞા – એટલે - હે સૌમ્ય! આમ કર, આમ ન કરીશ. આવા જે ગુરૂ વચન, તેનો નિર્દેશ - આ હું આમ જ કરું છું તેવા નિશ્ચયનું કથન, તે કરવું. અથવા આજ્ઞાનિર્દેશથી ભવરૂપ સમુદ્રને તરે છે તે આજ્ઞાનિર્દેશતર, ઇત્યાદિ અનંતગમ પર્યાયત્વથી ભગવદ્રવચનના વ્યાખ્યાન ભેદો સંભવતા હોવા છતાં મંદમતીના વ્યામોહ હેતુપણે બાળ, સ્ત્રી આદિને બોધ પમાડવા આ પ્રયાસ છે તે બધાં સૂત્રોમાં પ્રદર્શિત કરીશું નહીં. ગુરુ – ગૌરવને યોગ્ય એવા આચાર્યાદિની પાસે, પતન – સ્થાન, ઉપપત - દેખાતા વચનવિષયકના દેશમાં રહેવું તેના અનુષ્ઠાતા, પણ ગરના આદેશાદિથી ડરીને રહેનાર નહીં. તથા ઇંગિત - નિપુણમતિગ પ્રવૃત્તિ કે નિવૃત્તિ સૂચક કંઈક ભ્રમર કે મસ્તક કંપાદિ આકાર - સ્થળ બુદ્ધિથી જાણીને પ્રસ્થાન આદિ ભાવ જણાવતા દિશા - અવલોક આદિ -x- આ ઇંગિત અને આકાર જે ગુરના હોય, તેના વડે સમ્યક પણે પ્રકર્ષથી જાણે છે તે. અથવા ઇંગિતાકારો વડે ગુરુમાં રહેલા ભાવનું પરિજ્ઞાન, તેના વડે યુક્ત. એવો તે વિનીત - વિનયવાળો છે, - તેમ તીર્થકર, ગણધર આદિ વડે કહેવાય છે. આને વડે પોતાની બુદ્ધિથી અપોહ’ કહો. આ વિનય કહ્યો, તે વિપરીત પણે જાણીને તેને છોડવાથી સુખપૂર્વક જાણવાનું શક્ય છે. તેથી સવિનય ધર્મી દ્વારથી કહે છે - • સુત્ર ૩ જે ગરની આજ્ઞાનું પાલન કરતો નથી. ગરના સાહિધ્યમાં રહેતો નથી, ગર પ્રત્યેનીક છે, અસલુજ છે, તે વિનીત કહેવાય છે. • વિવેચન-૩ પહેલાં બંને પદ સૂત્ર-૨ મુજબ જાણવા. માત્ર તેમ “ન કરે' એ પ્રમાણે વ્યાખ્યા કરવી. પ્રત્યેનીક - પ્રતિકૂળ વર્તનાર, ફૂલવાલક શ્રમણની જેમ. દોષશત્રુ પ્રતિ વર્તે તે પ્રત્યનીક. તે એવા કેમ છે ? અસંબુદ્ધ - તત્ત્વને જાણતો નથી. તે અવિનયવાન કહેવાય છે. હવે દષ્ટાંતપૂર્વક તેની સદોષતા કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy