________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
હવે આ વિષયમાં સંશયના નિવારણ માટે કહે છે - . નિયુક્તિ- ૪ + વિવેચન -
દૃષ્ટિવાદ આદિ અંગથી આની ઉત્પત્તિ હોવાથી અંગપ્રભવ, જેમ કે પરીષહ અધ્યયન' કહે છે કે “ કર્મપ્રવાદપૂર્વમાં ૧૭માં પ્રાકૃતમાં જે સૂત્ર છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં પણ જાણવું. પણ જિનભાષિત - જેમ કે ધ્રુમપુષ્પિકા અધ્યયન, તે ઉત્પન્ન કેવળજ્ઞાની ભગવંત મહાવીરે કહેલ છે. પ્રત્યેક બુદ્ધ અને સંવાદ તે પ્રત્યેક બુદ્ધ સંવાદ, તેનાથી ઉત્પન્ન થયેલ. તેનાં પ્રત્યેક બુદ્ધ તે કપિલાદિ, તેનાથી ઉત્પન્ન જેમ કે કાપિલીય અધ્યયન * * - સંવાદ - સંગત પ્રશ્નોત્તર વચનરૂપ. તેનાથી ઉત્પન્ન. જેમકે કોશિગૌતમીય, તેમના પ્રશ્નોત્તરથી ઉત્પન્ન.
(શંકા) આ સ્થવિર વિરચીત છે. કેમકે ચૂર્ણિકાર કહે છે કે - “સૂત્રમાં સ્થવિરોનો આત્માગમ છે'' નંદીસૂત્રમાં પણ કહેલ છે કે - જેને જેટલાં શિષ્યો ઔત્પાતિકી, વૈનચિકી, કર્મજા અને પારિણામિકીએ ચાર બુદ્ધિથી યુક્ત છે, તેને તેટલાં હજાર પ્રકીર્ણકો થાય. આ સૂત્ર પ્રકીર્ણક છે. તો કઈ રીતે જિનદેશિતપણા આદિમાં વિરોધ ન આવે?
(સમાધાન) તે પ્રમાણે રહેલાને જ જિન આદિના વચનથી અહીં ઉદ્ધરેલ હોવાથી તેમણે કહેલ છે. એમ કહેવામાં કોઈ વિરોધ નથી.
अन्ध આત્મા અને કર્મનો અત્યંત સંશ્લેષ. મોક્ષ -આત્મા અને કર્મનો આત્યંતિક પૃથક્ ભાવ. તેમાં કરાય છે. અર્થાત્ જે રીતે બંધ થાય છે, જે રીતે મોક્ષ થાય છે, તે રીતે દર્શાવલ છે. તેમાં ‘બંધ’ તે આજ્ઞામાં નિર્દેશ મુજબ ન કરે, મોક્ષ - તે આજ્ઞામાં નિર્દેશ મુજબ કરે. આના દ્વારા યથા ક્રમ અવિનય અને વિનય બતાવે છે. અવિનય - મિથ્યાત્વ આદિ અવિનાભૂતત્વથી બંધનો. અને વિનય તે અંતર્ - પૌરુષત્વથી મોક્ષના કારણરૂપ છે. તત્ત્વથી તે બંને જે રીતે થાય, તે જ કહેલ છે. અથવા બંધ હોય તેનો જ મોક્ષ થાય, તે બતાવ્યું. - - x - ૪ - છત્રીસ સંખ્યા નો શો અર્થ? બધાં
ઉત્તર અધ્યયનો છે.
હવે તેના પર્યાયોનો અતિદેશ કરે છે.
• નિયુક્તિ - ૫ + વિવેચન
B
M
નામ અધ્યયન, સ્થાપના અધ્યયન, દ્રવ્ય અધ્યયન અને ભાવ અધ્યયન. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય અધ્યયનમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય તે. નોઆગમથી - જ્ઞ શરીર, ભવ્ય શરીર. તદ્બતિરિક્ત તે પુસ્તકાદિમાં રચાયેલ. ભાવ અધ્યયનમાં આગમથી જ્ઞાતા અને ઉપયુક્ત હોય તે. નોઆગમથી આ અધ્યયન
જ. -x-x
હવે નિર્યુક્તિકાર નોઆગમથી ભાવ અધ્યયનને કહે છે
•
નિયુક્તિ - ૬ + વિવેચન -
સૂત્રત્વથી આત્મમાં તે અધ્યાત્મ. શો અર્થ છે? સ્વ સ્વભાવમાં, જેના વડે લવાય તે આનયન પ્રસ્તાવથી આત્માનું અધ્યયન. નિરુક્તવિધિથી આત્માકાર નકારનો લોપ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મના ‘ચય’નો અભાવ. ઉચિત - પૂર્વે બાંધેલાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org