________________
૧૯૬
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ • નિર્યુક્તિ - ર૩ર + વિવેચન
બાકીના અવધિમરણ આદિ પંદર મરણો જાણવા. તે બધાં અંતર - વ્યવધાન સહિત વર્તે છે, તેથી સાંતર અને નિષ્ઠાંત અંતરથી નિરંતર છે. “તુ' શબ્દ સમુચ્ચય અર્થપણાથી છે. જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય તે ગમ- પ્રરૂપણા. અહીં એવું કહે છે કે - જ્યારે કોઈ બાળ મરણાદિ પામીને મરે છે અને મરીને ભવાંતરમાં મરણાંતર અનુભવી ફરી તે જ પ્રાપ્ત કરે છે, ત્યારે આંતર મરણ છે. તેમ પ્રરૂપણા છે. જ્યારે બાળમરણાદિ પામીને ફરી તે જ અવ્યવહિતપણે પામે છે, ત્યારે તે નિરંતર થાય છે. તેના પ્રરૂપકત્વથી આ મ' પણ સાંતર અને નિરંતર છે, તેમ કહેલ છે.
- હવે પાછલી અડધી ગાથાથી કાળદ્વાર કહે છે - સાદિ સાંત. બાકીના સોળ કહેવાનારની અપેક્ષાથી અવધિમરણ આદિ. તેમકે તેઓનું એક સામયિકપણું અભિહિત છે. પ્રવાહની અપેક્ષાથી આ શેષભંગ ઉપલક્ષણ છે. પ્રવાહથી પણ ત્રણ ભંગ પતિત શેષ મરણો સંભવે છે. તેથી વૃદ્ધો કહે છે - બાળમરણો અનાદિ અનંત કે અનાદિ સાંત હોય છે. પંડિત મરણો સાદિ સાંત હોય છે. કેમકે મુક્તિ પ્રાપ્તિમાં તેનો ઉછેદ સંભવે છે.
પહેલું- આવીચિ મરણ પ્રવાહની અપેક્ષાથી આદિ રહિત છે. પ્રતિ નિયત આયુ પુદ્ગલની અપેક્ષાથી તે સાદિ પણ સંભવે છે. ઉપલક્ષણથી આનું અનંતપણું અભવ્યોને છે. ભવ્યોને તે સાંત હોય છે.
હવે નિર્યુક્તિકાર તેના પરિવારને માટે કહે છે - • નિયુક્તિ - ૨૩૩ + વિવેચન
અનંતર કહેલાં આ બધાં દ્વારો મરણવિભક્તિ નામક અધ્યયનમાં પ્રરૂપેલા છે. તે પૂર્વોક્ત ક્રમથી છે. એ પ્રમાણે બધી જ મરણ વક્તવ્યતા કહેવાઈ છે કે નહીં તે કહે છે- સમસ્ત નિપુણ તે પદાર્થોને અહીં પ્રશસ્તમરણાદીને જિન-કેવલી, ચૌદપૂર્વી . પ્રભવ આદિએ કહેલા છે. હું મંદમતિપણાથી, તેનું વર્ણન કરવાને સમર્થ નથી, એ અભિપ્રાય છે. સ્વયં ચૌદપૂર્વી હોવા છતાં, જે ચૌદપૂર્વીન ઉપાદાન કર્યું તે તેમના પણ છે સ્થાન પતિતપણાથી શેષ માહાભ્ય જણાવવાને માટે છે.
હવે પ્રશસ્ત - અપ્રશસ્ત મરણ વિભાગ કહે છે - • નિર્ણન - ૨૩૪ + વિવેચન
એકાંતથી પ્રશસ્ત - ગ્લાધ્ય ત્રણ મરણો જિનો વડે પ્રરૂપિત છે, તેને કહે છે - ભક્તપરિક્ષા, ઇંગિની, પાદપોપગમન. આ ત્રણે શું એકરૂપ છે? તે કહે છે - ક્રમથી તે જયેષ્ઠ- અતિ પ્રશસ્ય, અર્થાતુ અનુક્રમે પ્રધાન છે. બાકીના મરણોમાં પણ જે પ્રશસ્ત છે, તેનો અહીં જ અંતભવ કરવો. બીજા મરણો ક્યારેક ક્યાંકપ્રસ્ત છે. તે સિવાયના તો સર્વથા પ્રશસ્ત છે. અહીં જેનો અધિકાર છે, તે કહે છે -
• નિક્તિ - ૨૩૫ + વિવેચન
આ મરણોમાં મનુષ્યના મરણથી અધિકાર જાણવો. અર્થાત્ મનુષ્યભવમાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org