________________
૧૬૮
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ કૂવામાં નાંખે છે. જેથી તેની પત્ની બાળકમાં પ્રરૂઢ પ્રણયવાળી થઈને રત્નો બીજાને ન આપે. એક સમય જાય છે.
કોઈ દિવસ તેણે એક કન્યા સાથે વિવાહ કર્યો. તે અતિ રૂપાળી હતી. તેણી પ્રસૂતા થઈ. તેને મારી નહીં, બાળક જન્મ્યો, તે આઠ વર્ષનો થયો. તેણે વિચાર્યું, ઘણો કાળ આને રાખી, પહેલાં આને મારી નાંખુ પછી બાળકને મારી નાંખીશ. પછી તેણીને મારીને કૂવામાં ફેંકી દીધી. તે બાળકે ઘરમાંથી નીકળીને હાહાકાર કર્યો. લોકો ભેગા થયા. બાળકે કહ્યું - આણે મારી માતાને મારી નાંખી.
રાજપુરુષોએ તે સાંભળ્યું. તેને પક્કી લીધો. દ્રવ્યથી ભરેલો કૂવો જોયો. ઘણું જ ધન હતું. તેને બાંધીને રાજસભામાં લઈ ગયા, ઘણી યાતના આપી. બધું ધન લઈ લીધું. તેને કુમારથી મારી નાંખ્યો.
એ પ્રમાણે બીજાને પણ ધન અનર્થ આપત્તિથી નરકમાં લઈ જનારું થાય છે. આ કમનું અવંધ્યત્વ કહ્યું, આ જ અર્થને દેટ કરે છે -
• સૂત્ર - ૧૧૮
જેમ સહિમુખમાં પકડાયેલો પાપકારી ચોર પોતાના કમાંથી છેદાય છે, તેમજ જીવ પોતાના કરેલા કમોંના કારણે આ લોક કે પરલોકમાં છેદાય છે. કરેલાં મો ભોગવ્યા વિના છૂટકો નથી.
• વિવેચન : ૧૧૮
સ્તન • ચોર, સંધિ, ખાતર, તેનું દ્વાર, તેમાં પોતાના અનુષ્ઠાનો વડે, છેદાય છે. તે પાપ નિમિત્ત અનુષ્ઠાન સેવી, આવી કૃત્યોથી કેવો થાય ? તે જણાવવા સંપ્રદાય - અર્થ કહે છે.
એક નગરમાં એક ચોર હતો. તેણે અભેધ ગૃહના ચિત્તકલકના પ્રાકાર કપિશીર્ષક પાસે ખાતર પાડ્યું. ક્ષત્રો અનેક આકારના હતા, જેમકે કળશ આકૃતિ, નંદાવર્ત સંસ્થિત, પદ્માકૃતિ, પુરુષાકૃતિ. તેણે કપિશીર્ષકમાં રહેલ ક્ષત્રને ખોદીને ગૃહસ્વામી વડે જવાયો. ત્યાર પછી તે અડધો પ્રવેશેલો હતો ત્યારે બંને પગ પકડીને, તે પ્રવેશે નહીં, તે માટે પ્રહરણથી હામ્યો. ચોરે પણ બહાર રહેલા હાથ વડે પકડ્યો. એ રીતે તે કપિશીર્ષક બંને વડે બળપૂર્વક બંને બાજુ ખેંચાવા લાગ્યું. તે ગૃહ સ્વામી પોતાના કરેલા પ્રકારના કપિશીર્ષકથી પડતા અગાણ થઈ વિલાપ કરવા લાગ્યો. - આ ઉદાહરણમાં દશવિલા ન્યાયથી હે પ્રાણી જુઓ. પરલોક તો દૂર રહો, આ જન્મમાં જ પોતાના કરેલા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્તિ નથી, ઇશ્વર આદિ પણ તેના વિમોચન પ્રતિ અસામર્થ્યથી મુક્ત થતાં નથી, અન્યથા સકલ સુખીત્વને પામે છે. એટલે - જેમ આ અર્થગ્રહણ વાંછાથી પ્રવૃત્ત પોતાના કરેલા નખનન રૂપ ઉપાય વડે કરીને, તેને સ્વકૃત કર્મથી મુક્તિ નથી, એ પ્રમાણે બીજા પણ તે તે અશુભકારી અનુષ્ઠાનથી તેને વિમુક્તિ નથી. પણ તે અહીં જ ભોગવવા પડે છે. તેવા પ્રકારની બાધાના અનુભવથી ભોગવે છે. • x x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org