________________
૪/૧૧૮
૧૬૯
કરેલાં કર્મોનો મોક્ષ નથી, તેથી આ લોકમાં અથવા પરલોકમાં કર્મોને અવશ્ય વેદવા પડે છે. અથવા હે પ્રાણીઓ! આ લોક કે પરલોકમાં જે કારણે જીવો છેદાય છે, તે કારણથી કોઈ જ કાળે નિષેધ કરાયેલા કર્મો અર્થાત્ કુત્સિત અનુષ્ઠાન માટે અભિલાષ ન કરવો. તેને કરવાની વાત તો દૂર રહી તેની અભિલાષા પણ ઘણાં દોષને માટે થાય છે. તેનો સંપ્રદાય આ છે
-
એક નગરમાં એક ચોરે રાત્રિમાં દૂરવગાઢ પ્રસાદે ચડીને કોઈ વિમાર્ગથી ખાતર પાડ્યું. ઘણું જ દ્રવ્ય લઈ ગયો. પોતાને ઘરે પહોંચ્યો. પ્રભાતમાં સ્નાન કરીને શુદ્ધ વાસ ગૃહ હતું ત્યાં ગયો. જેથી કોણ શું બોલે છે તે જાણી શકે. જો જ્યાં સુધી લોકો મને ઓળખી ન જાય. ત્યારે ફરી પણ પૂર્વ સ્થિતિથી હું ચોરી કરી, એમ વિચારીને તે જ ક્ષત્રસ્થાને ગયો.
ત્યાં ઘણાં લોકો ભેગા થયેલા, તે બોલતા હતા કે કઈ રીતે આ દુરારોહ પ્રાસાદે ચડીને વિમાર્ગેથી ક્ષત્ર (ખાતર) કરેલ હશે? કઈ રીતે ક્ષુલ્લક ક્ષત્ર દ્વારથી પ્રવેશેલ હશે? પાછો દ્રવ્ય લઈને નીકળેલ હશે?
તે આ સાંભળીને હર્ષિત થઈને વિચારે છે - આ સત્ય છે હું આમાંથી કઈ રીતે નીકળેલો? પોતાના પેટ અને કમર જોઈને ક્ષત્ર મુખને અવલોકે છે. તે રાજ નિયુક્ત કુશલ પુરુષોએ જાણ્યું. રાજા પાસે તેને લઈ જઈને શિક્ષા કરી. આ પ્રમાણે પાપકર્મનો અભિલાષ પણ દોષને માટે થાપ છે.
આ કહેલાં કર્મોનું અવંધ્યત્વ કહ્યું તેમાં કદાચિત્ સ્વજનથી જ તેની મુક્તિ થશે અથવા અમુક્ત વિભજ્ય જ ધનાદિવત્ ભોગવશે એ પ્રમાણે કોઈ માને છે, તેથી કહે છે -
૦ સૂત્ર - ૧૧૯
સંસારી જીવ પોતાના ને બીજાના માટે સાધારણ જે કર્મો કરે છે. પરંતુ તે કર્મના ફળના ઉદયના સમયે કોઈ પણ બંધુ બાંધવતા દેખાડતો નથી. (તે પાપમાં ભાગીદાર થતો નથી.)
• વિવેચન - ૧૧૯
B
પાપકર્મની સહા સદોષ છે, તેથી નિષેધ કર્યો છે. જો આ સર્વ સાધારણ હોય તો આમાં પણ દોષ થશે. તેથી કહે છે - સંસરવું તે સંસાર, તેમાં તેમાં ઉચ્ચ-નીચમાં ભ્રમણ પ્રાપ્ત થશે. પરસ્ય - પોતાના સિવાયના પુત્ર, પત્ની આદિના પ્રયોજનને આશ્રીને અથવા સાધારણ એટલે કે પોતાના અને બીજાના કામમાં આવશે, એમ વિચારીને કરેલ હોય. કર્મના હેતુત્વથી કર્મ અથવા કરાય તે. કર્મ - ખેતી આદિ, તેથી તે કૃષ્યાદિ કર્મ કર્તા! બીજાને માટે સાધારણ કરેલ હોય, પોતાના માટે નહીં, તો પણ તે કર્મના વેદન - ફળના અનુભવ ન મળે, તે બંધુઓ - સ્વજનો, જેના હેતુથી તે કર્મ કરેલ છે કે કરો છો, તે બંધુઓ તેનો વિભાગ કરીને કર્મોને લઈ જતાં નથી. જો આમ છે, તો તેની ઉપર પ્રેમ આદિ પ્રમાદનો પરિહાર કરી ધર્મ જ ભાવવો જોઈએ. કઈ રીતે ? તેવા પ્રકારના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International